કર્ણસુંદરી (1064-1094 દરમિયાન) : અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલ કાશ્મીરી કવિ બિલ્હણરચિત નાટિકા. ‘નાટિકા’ પ્રકારના સાહિત્યમાં રત્નાવલી અને પ્રિયદર્શિકાને બાદ કરતાં ‘કર્ણસુંદરી’ ખૂબ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેના લેખકે ગુજરાતમાં રહીને તેની રચના કરી હતી. અણહિલવાડના ચૌલુક્ય રાજા કર્ણદેવના વિવાહનું નિરૂપણ એ આ કૃતિનું મુખ્ય વિષયવસ્તુ છે. ચૌલુક્ય કર્ણદેવ ત્રૈલોક્યમલ્લશ્રન કર્ણાટરાજ…
વધુ વાંચો >