ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
કેન્દ્રીય બૅન્કિંગ
કેન્દ્રીય બૅન્કિંગ (Central Banking) : રાષ્ટ્રનાં નાણાં તથા શાખના પુરવઠાનું નિયમન કરીને બૅન્કિંગ અને નાણાકીય સંસ્થાઓની વ્યાવસાયિક કામગીરીઓ ઉપર, ધારાધોરણો, બજારવ્યવહારો અથવા સમજાવટ દ્વારા, પ્રભાવશાળી અસરો ઊભી કરતી સંસ્થા. પ્રત્યેક દેશમાં આવી એક સંસ્થા હોય છે. ઇંગ્લૅન્ડમાં 1694માં સ્થપાયેલી બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડ અને ભારતમાં 1935માં સ્થપાયેલી રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા…
વધુ વાંચો >કોટક, ઉદય
કોટક, ઉદય (જ. 15 માર્ચ 1959, મુંબઈ) : ભારતના અગ્રણી અને સૌથી ધનિક બેંકર. દેશમાં ખાનગી ક્ષેત્રની ટોચની કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક. પરિવાર મધ્યમ વર્ગીય ગુજરાતી. સંયુક્ત પરિવારમાં ઉછેર થયો. પિતા સુરેશ કોટક અને માતા ઇન્દિરા કોટક. પરિવાર કપાસ અને અન્ય ખેત ઉત્પાદનોના વેપારમાં સંપૂર્ણપણે સંકળાયેલો છે. સુરેશ કોટક ‘કોટન મૅન…
વધુ વાંચો >કોઠારી દયાનંદ ચંદુલાલ
કોઠારી, દયાનંદ ચંદુલાલ (28 ફેબ્રુઆરી 1914, અમરેલી) : જાણીતા ઉદ્યોગપતિ તથા કોઠારી ઔદ્યોગિક સંકુલના આદ્યસ્થાપક. પિતાનું નામ : સી. એમ. કોઠારી તથા માતુશ્રીનું નામ : રમાબહેન. પત્નીનું નામ : ઇંદિરાબહેન. તેમનાં સંતાનોમાં ત્રણ પુત્રી અને એક પુત્ર. તેમનો કૌટુંબિક વ્યવસાય શેરદલાલનો હતો તેમાંથી તેમણે વિવિધ ઉદ્યોગોના ક્ષેત્રે ઝંપલાવ્યું, જેમાં ખાસ…
વધુ વાંચો >કૉન્સ્યુલર ઇન્વૉઇસ
કૉન્સ્યુલર ઇન્વૉઇસ : માલની આયાતનિકાસ અંગે એલચી કચેરી તરફથી અપાતું પ્રમાણપત્ર. માલની નિકાસવિધિ દરમિયાન નિકાસકાર કેટલાક દસ્તાવેજો મેળવવાની જે વિધિ કરે છે તેના દસ્તાવેજોમાં કૉન્સ્યુલર ઇન્વૉઇસ અને ઉત્પત્તિસ્થાન સંબંધી પ્રમાણપત્ર (certificate of origin) મહત્વનાં છે; જે જકાતવિધિ સરળ અને ઝડપી બનાવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર-સંબંધો સ્થાપિત થયેલા હોય તે દેશવિદેશમાં પોતાનાં…
વધુ વાંચો >કૉર્પોરેશન આવકવેરો : જુઓ કંપનીવેરો.
કૉર્પોરેશન આવકવેરો : જુઓ કંપનીવેરો
વધુ વાંચો >ક્રિયાત્મક સંશોધન
ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…
વધુ વાંચો >ક્રેડિટ-કાર્ડ
ક્રેડિટ-કાર્ડ : વ્યાપારી બૅન્કો દ્વારા પ્રતિષ્ઠિત અને સંપન્ન ગ્રાહકોને આપવામાં આવતું એક વિશિષ્ટ પ્રકારનું ઓળખપત્ર; જેમાં ગ્રાહકની વ્યક્તિગત ઓળખાણની વિગતો, સહીનો નમૂનો વગેરે દર્શાવવામાં આવેલ હોય છે અને કાર્ડને આધારે મુકરર કરેલ વેપારી પેઢીઓ પાસેથી જરૂરી ચીજવસ્તુઓ અને સેવા શાખ ઉપર પ્રાપ્ત થઈ શકે છે. અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાંથી છૂટક…
વધુ વાંચો >ક્વોટેશન
ક્વોટેશન : જુઓ કથિત મૂલ્ય
વધુ વાંચો >ગાંધી, પ્રવીણચંદ્ર
ગાંધી, પ્રવીણચંદ્ર (જ. 25 ઑગસ્ટ 1922; અ. 9 માર્ચ 2010) : દેના બૅન્કના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર. પિતાનું નામ વરજીવન અને માતાનું નામ ગુણવંતીબહેન. 1969માં રાષ્ટ્રીયકરણ થયા પછી કસ્ટોડિયનપદે નિમાયા. પ્રવીણચંદ્ર ગાંધીની વૈવિધ્યપૂર્ણ – દશકોની કારકિર્દીમાં તેઓ ભારતીય ભાષાનાં અખબારોના સંગઠન, ઇન્ડિયન ન્યૂઝ પેપર્સ સોસાયટી, પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા, ભારતીય…
વધુ વાંચો >ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)
ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું. તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…
વધુ વાંચો >