ઇન્દુભાઈ દોશી
કરજની કબૂલાત
કરજની કબૂલાત (I.O.U.) : રોકડ કરજ ચૂકવવાની જવાબદારીની કબૂલાતરૂપે દેવાદાર તરફથી લેણદારને અપાતી લેખિત ચિઠ્ઠી. આવી ચિઠ્ઠી વચનચિઠ્ઠી નથી; છતાં આ ચિઠ્ઠી પરથી દાવો થઈ શકે છે અને દાવા સમયે ફક્ત રોકડ દેણાની સાબિતી તરીકે તે રજૂ કરી શકાય છે. આ ચિઠ્ઠી પર દસ્તાવેજની ટિકિટ લગાડવાની જરૂર હોતી નથી. સામાન્ય…
વધુ વાંચો >કંપનીનો કાયદો
કંપનીનો કાયદો : અનેક વ્યક્તિઓના સાથ અને સહકારથી તેમજ સમાન હેતુ માટે મંડળની રચના અને તેનું સંચાલન કરવા માટેનો કાયદો. ભારતમાં કંપનીની શરૂઆત બહુ જ અપૂર્ણ અવસ્થામાં 1600માં બ્રિટિશ સરકારે ખાસ સનદ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, ત્યારથી થઈ ગણાય; જોકે હાલમાં પ્રવર્તતી કંપનીઓની શરૂઆત 1866ના કંપની ધારાથી થઈ.…
વધુ વાંચો >કૅશ-ક્રેડિટ
કૅશ-ક્રેડિટ : વ્યક્તિગત વેપારી, ભાગીદારી પેઢી, ખાનગી અને જાહેર કંપનીઓની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે બૅંકો તરફથી મળતી નાણાકીય સહાય. આ પદ્ધતિમાં બૅંક, નાણાં ઉછીનાં લેનારની શાખ-મર્યાદા નક્કી કરે છે અને ઉછીના લેનાર વ્યક્તિ ચાલુ ખાતાની જેમ જ પુરાંત ઉપરાંત એ મર્યાદામાં રહીને ઉપાડ કરી શકે છે. ચોક્કસ મુદતની લોનના વ્યાજની…
વધુ વાંચો >દાલમિયા, રામકૃષ્ણ
દાલમિયા, રામકૃષ્ણ (જ. 7 એપ્રિલ 1893, ચિરાવા, રાજસ્થાન; અ. 26 સપ્ટેમ્બર 1978, દિલ્હી) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ તથા દાનવીર. દાલમિયાનગરના વતની. પિતા હરજીમલ સામાન્ય વેપારી હતા. કોઈ પણ જાતના ઔપચારિક શિક્ષણ વગર ખાનગીમાં અભ્યાસ કરી અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. દસ વર્ષની ઉંમરે પોતાના મામાની પેઢીમાં માસિક રૂ. 10ના વેતન…
વધુ વાંચો >