ઇતિહાસ – ભારત
અલીભાઈઓ
અલીભાઈઓ (1. સૌકત અલી (જ. 10 માર્ચ 1873, ઉત્તરપ્રદેશ; અ. 18 નવેમ્બર 1938, કારોલબાગ, દિલ્હી. 2. મહમદ અલી જૌહર જ. 10 ડિસેમ્બર 1878, નજીબાબાગ, રામપુર, ઉત્તરપ્રદેશ; અ. 4 જાન્યુારી 1931, લંડન, ઇંગ્લૅન્ડ) : ભારતીય મુસ્લિમોના, આઝાદી પહેલાંના મુહમ્મદઅલી અને શૌકતઅલી નામના નેતાઓ. મુહમ્મદઅલી દેવબન્દ પંથના હતા. 1912માં તેમણે હિંદ બહારના…
વધુ વાંચો >અલીવર્દીખાન
અલીવર્દીખાન (જ. 10 મે 1671, ડેક્કન; અ. 10 એપ્રિલ 1756, મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળ) : બંગાળનો નવાબ. બંગાળમાં શુજાઉદ્દીનની સરકારમાં સામાન્ય સ્થિતિમાંથી સ્વપ્રયત્ને ઊંચા હોદ્દા પર આવેલો સરદાર. મૂળ નામ મીર્ઝા મુહમ્મદઅલી. 1728માં શુજાઉદ્દીને તેને અકબરનગર(રાજમહલ)ના ચકલાનો ફોજદાર નીમ્યો હતો. આ વિસ્તાર ઉપર તેણે કુશળતાપૂર્વક કામગીરી બજાવીને લોકોને શાંતિ અને સમૃદ્ધિ…
વધુ વાંચો >અલ્ અલામીન (ઇજિપ્ત)
અલ્ અલામીન (ઇજિપ્ત) : દ્વિતીય વિશ્વવિગ્રહ (1939-1945) દરમિયાન બ્રિટિશ લશ્કરે જર્મન લશ્કરને સૌપ્રથમ હાર આપી તે સ્થળ. જર્મનીએ ઇજિપ્ત અને સુએઝ પર કબજો મેળવવા આક્રમણ કર્યું ત્યારે અલ્ અલામીન પાસે પ્રથમ લડાઈ વખતે (જુલાઈ, 1942) બ્રિટિશ લશ્કરોએ જર્મન લશ્કરોને અટકાવ્યાં અને તે જ સ્થળે બીજી લડાઈમાં (23 ઑક્ટોબર – 4…
વધુ વાંચો >અલ્-બિરૂની
અલ્-બિરૂની (જ. 5 સપ્ટેમ્બર 973, કાથ, ઉઝબેકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1048, ગઝની, અફઘાનિસ્તાન) : આરબ ખગોળશાસ્ત્રી, ઇતિહાસકાર અને બહુશ્રુત વિદ્વાન. મૂળ નામ અબૂરેહાન મુહંમદ. પિતાનું નામ અહમદ. અર્વાચીન ઉઝબેકિસ્તાનના કાથ(કાસ) (= ખીવ)ના ઉપનગર(બિરૂન)માં જન્મ. તેથી અલ-બિરૂની કહેવાયો. વતનમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી બુખારા, જુર્જાન, રે (Rayy) વગેરે સ્થળોએ ફરીને…
વધુ વાંચો >અલ્બુકર્ક આલ્ફોન્ઝો દ
અલ્બુકર્ક, આલ્ફોન્ઝો દ (જ. 1453, લિસ્બન, પોર્ટુગલ; અ. 15 ડિસેમ્બર 1515, ગોવા, ભારત) : ભારતમાં પૉર્ટુગીઝ સત્તાનો પાયો નાખનાર ફિરંગી સરદાર. 1503માં તેણે ભારત તરફ દરિયાઈ સફર કરી. ત્યાંના પૉર્ટુગીઝ થાણાંઓના વાઇસરૉય તરીકે તેને નીમવામાં આવ્યો હતો. આફ્રિકાના પૂર્વકાંઠે સંશોધન પ્રવાસ ખેડી તેણે સોકોત્રામાં કિલ્લો બાંધ્યો, પરન્તુ હોર્મૂઝમાં કિલ્લો બાંધવાની…
વધુ વાંચો >અવધ રાજ્ય
અવધ રાજ્ય : મુઘલ સમ્રાટ ઔરંગઝેબના અવસાન (1707) બાદ સામ્રાજ્યના થયેલ વિઘટનને પરિણામે અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર રાજ્ય. તેમાં હાલના ઉત્તર પ્રદેશના ઘણા ભાગોનો સમાવેશ થયો હતો. તેની સ્થાપના મુઘલ પાદશાહ મુહમ્મદશાહના અમીર સાદતખાને કરી હતી (1722). સાદતખાનના મૃત્યુ (1739) પછી અવધના નવાબ બનનાર સાદતખાનના જમાઈ સફરદજંગે અવધને સમૃદ્ધ રાજ્ય બનાવ્યું.…
વધુ વાંચો >અવન્તિવર્મા
અવન્તિવર્મા (શાસન 855-883) : કાશ્મીરના ઉત્પલ રાજવંશનો પ્રતાપી રાજા. તેના સમયથી કલ્હણની ‘રાજતરંગિણી’ની માહિતી વધુ પ્રમાણભૂત હોવાનું કહેવાય છે. અવન્તિવર્માનો રાજ્યકાલ શાંતિ અને આબાદીભર્યો હતો. તેના રાજદરબારમાં વિદ્વાનોનું બહુમાન થતું. રાજાએ નવી રાજધાની અવંતીપુર વસાવી. તે સ્થળે બંધાવેલાં શિવ અને વિષ્ણુનાં બે મંદિરો આજે પણ હયાત છે. શ્રીનગરથી 29 કિમી.…
વધુ વાંચો >અશોક (ઈ.સ.પૂ. ત્રીજી સદી)
અશોક (ઈ.સ.પૂ. ત્રીજી સદી) : મગધના મૌર્ય વંશનો પ્રસિદ્ધ રાજા. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર અને બિંદુસારનો પુત્ર. અશોક રાજપુત્ર હતો ત્યારે તેણે પહેલાં અવન્તિમાં અને પછી તક્ષશિલામાં રાજ્યપાલ તરીકે સફળ કામગીરી બજાવી હતી. એ અવન્તિમાં હતો ત્યારે વિદિશાના શ્રેષ્ઠિની દેવી નામે પુત્રીને પરણ્યો હતો. દેવીને મહેન્દ્ર નામે પુત્ર અને સંઘમિત્રા નામે…
વધુ વાંચો >અશ્મક દેશ
અશ્મક દેશ : અશ્મક કે અસ્સક (અશ્વક) નામે ઓળખાતો પ્રદેશ. તે માહિષ્મતી અને ગોદાવરી વચ્ચે આવેલો હતો. આજે આ પ્રદેશ ખાનદેશ તરીકે ઓળખાય છે. તેના લોકો અશ્મક તરીકે ઓળખાતા હોવાનું પાણિનિએ જણાવ્યું છે. બૌદ્ધકાલમાં અશ્મક જનપદ હતું અને એની રાજધાની પોતન કે પોતલી હતી. ખારવેલના લેખમાં જણાવ્યું છે તેમ, એણે…
વધુ વાંચો >અશ્વપતિ
અશ્વપતિ : પ્રાચીન કાળમાં ઉલ્લેખાયેલા આ નામના ભારતના ત્રણ રાજવી : (1) એક દાનવ, (2) મદ્ર દેશનો એક રાજા અને (3) દશરથ રાજાની ત્રીજી રાણી કૈકેયીનો પિતા કેકયરાજ. આમાંનો બીજો તે સાવિત્રીનો પિતા. સત્યવાન-સાવિત્રીનું પૌરાણિક કથાનક જાણીતું છે. કેકયદેશના રાજા અશ્વપતિ, કહેવાય છે કેમકે, તેઓ પક્ષીઓની ભાષાના જાણકાર હતા. એમણે…
વધુ વાંચો >