ઇતિહાસ – જગત

આન્દ્રોપોવ, યુરી

આન્દ્રોપોવ, યુરી (જ. 15 જૂન 1914, નાગુસ્કોએ, રશિયા; અ. 9 ફેબ્રુઆરી 1984, મૉસ્કો) : પૂરું નામ આન્દ્રોપોવ, યુરી વ્લાદીમીરોવિચ. બ્રેઝનેવના મૃત્યુ બાદ લગભગ બે વર્ષ (1982-1984) સુધી સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રીપદે રહ્યા હતા. નાનપણમાં કિશોરોનાં સામ્યવાદી મંડળો (Komsomol) માં સક્રિય, જેમાં સફળતા મેળવતાં કારેલો-ફિનિશ સ્વાયત્ત પ્રજાસત્તાકમાં કિશોર મંડળોના વડા…

વધુ વાંચો >

આફ્રિકા

આફ્રિકા દુનિયાના સાત ખંડોમાં પ્રાદેશિક વિશાળતાની દૃષ્ટિએ બીજા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો ખંડ. આ ખંડમાં જે દેશો યુનો સાથે સંકળાયેલા છે તેની સંખ્યા 54 છે. ભૌગોલિકસ્થાન : તે 370 ઉ. અ.થી 350 દ. અ. અને 180 પ. રે.થી 510 પૂ. રે. વચ્ચેનો આશરે 3,00,97,000 ચો. કિમી. જેટલો…

વધુ વાંચો >

આબે, પિયર

આબે, પિયર (5 ઑગસ્ટ 1912, ફ્રાન્સ; અ. 22 જાન્યુઆરી 2007, પૅરિસ, ફ્રાન્સ) : લોકોમાં અનેકવિધ સેવાકાર્યોથી અને યુદ્ધમોરચે પરાક્રમોથી જાણીતા થયેલા ફ્રાન્સના પાદરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના લશ્કરના આક્રમણનો સામનો કરવામાં તેમણે અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો અને આલ્સેસ તથા આલ્પ્સના મોરચે અપૂર્વ પરાક્રમ દાખવ્યું હતું. 1944માં તેમણે કાસાબ્લેન્કામાં નૌકાસૈન્યમાં પાદરીનું…

વધુ વાંચો >

આયરિશ રિપબ્લિકન આર્મી

આયરિશ રિપબ્લિકન આર્મી (I. R. A.) : આયર્લૅન્ડના પ્રજાસત્તાકમાં સ્થપાયેલું બિનસત્તાવાર અર્ધલશ્કરી સંગઠન. શરૂમાં ‘આયરિશ વૉલન્ટિયર્સ’’ તરીકે અને ત્યારબાદ 1919 ના જાન્યુઆરીમાં આઇ. આર. એ. તરીકે તેની સ્થાપના થયેલી. તેનો હેતુ ઉત્તર આયર્લૅન્ડને બ્રિટનથી મુક્ત કરવાનો હતો પરંતુ તેણે અસરકારક રાજકીય અંકુશ ભાગ્યે જ પ્રાપ્ત કર્યો છે. સ્વાતંત્ર્યસંગ્રામ (1919-21 )…

વધુ વાંચો >

આયોનિયન (પ્રજા)

આયોનિયન (પ્રજા) : આ નામે ઓળખાતા પ્રાચીન ગ્રીસનિવાસીઓ. એશિયા માઇનોર(અનાટોલિયા)ના પશ્ચિમ કિનારા પર હરમુસ (Hermus) તથા મેઇન્ડર (Maeander) નદીઓની વચ્ચેની સાંકડી પટ્ટીનો ભૂભાગ આયોનિયા નામથી ઓળખાય છે. પૂર્વના વતની એશિયાવાસીઓ તો બધી જ ગ્રીક પ્રજાને આયોનિયન પ્રજા તરીકે ઓળખતા રહ્યા છે. ડૉરિયનોના આક્રમણથી પોતાનો બચાવ કરવા માટે ઈ. સ. પૂ.…

વધુ વાંચો >

આરબ-ઇઝરાયલ સંઘર્ષ

આરબ-ઇઝરાયલ સંઘર્ષ : 1890 માં યહૂદીઓએ યુરોપ છોડી પૅલેસ્ટાઇનમાં વસવાની શરૂઆત કરી અને યહૂદીવાદી લડતનો તેમજ યહૂદી રાજ્યની રચના અંગેની માંગનો પ્રારંભ થયો. તે સમયે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં આરબો અને જૂજ યહૂદી-વસ્તી પૅલેસ્ટાઇનમાં વસવાટ કરતી હતી. 1917 માં બાલ્ફર ઘોષણા પછી ઇઝરાયલના યહૂદી રાજ્યની સ્થાપનાનો ઇરાદો સ્પષ્ટ થયો, જેનો…

વધુ વાંચો >

આરબ ક્રાંતિ

આરબ ક્રાંતિ : 2000 સુધીનું આરબ જગત વિશ્વમાં સામાન્યતયા રાજકીય સ્થિરતાની છાપ ઊભી કરતું હતું જેમાં મુખ્ય અપવાદ ઇઝરાયલ-પૅલેસ્ટાઇન સંઘર્ષ હતો; પરંતુ 2010થી ત્યાં સંખ્યાબંધ દેખાવો અને વિરોધો આરંભાયા અને 2012ના મધ્યભાગ સુધીમાં મધ્યપૂર્વના અને ઉત્તર આફ્રિકાના દેશો વિવિધ રીતે તેમનો આક્રોશ અને પ્રજાકીય બેચેની વ્યક્ત કરી રહ્યા છે. પ્રજાની…

વધુ વાંચો >

આરબ લીગ

આરબ લીગ : મધ્યપૂર્વમાંનાં આરબ રાજ્યોનું પ્રાદેશિક સંગઠન. સ્થાપના 22 માર્ચ, 1945ના રોજ કેરોમાં. ઇજિપ્ત, સીરિયા, લેબેનૉન, ઇરાક, ટ્રાન્સજૉર્ડન (હવે જૉર્ડન), સાઉદી અરેબિયા અને યેમન (હવે યેમનસાના) રાજ્યો તેનાં સ્થાપક સભ્યો હતાં. બીજાં પછીથી તેમાં જોડાયાં, તેમાં લિબિયા (1953), સુદાન (1956), ટ્યૂનિશિયા અને મોરૉક્કો (1958), કુવૈત (1961), બેહરીન, ઓમાન, કતાર…

વધુ વાંચો >

આર્કોન

આર્કોન : પ્રાચીન ગ્રીસના નગરરાજ્યનો ઉચ્ચ વહીવટી અધિકારી. તેના ઉદભવ અને વિકાસ અંગે ચોક્કસ અને નિર્ણીત મંતવ્ય આપવું મુશ્કેલ છે. ઍથેન્સના ઉમરાવશાહી યુગમાં ઈ. પૂ. આઠમી સદીમાં વારસાગત રાજાશાહી ઉપર અંકુશ રાખવાના હેતુથી આ હોદ્દો અસ્તિત્વમાં આવ્યો હશે તેમ મનાય છે. શરૂઆતમાં આર્કોનની નિયુક્તિ જીવન પર્યંતની થતી. ઈ. પૂ. 752થી…

વધુ વાંચો >

આર્જુનાયન

આર્જુનાયન : પ્રાચીન સમયના આદિવાસી લોકો. તેઓ પાંડવોમાંના અર્જુન અથવા તે નામના હૈહય કુળના રાજામાંથી ઊતરી આવ્યાનો દાવો કરે છે. આગ્રા અને મથુરાની પશ્ચિમે રાજસ્થાનમાં ભરતપુર તથા અલવરની આસપાસ તેમનું ગણરાજ્ય હતું. તેમના ગણરાજ્યના સિક્કા ઈ. પૂ. પ્રથમ સદીનાં છેલ્લાં વર્ષોના બ્રાહ્મી લિપિના ‘आर्जुनायनानाम् जयः ।’ લખેલા મળ્યા છે. એમના…

વધુ વાંચો >