આચાર્ય શાન્તનુકુમાર
આચાર્ય, શાન્તનુકુમાર
આચાર્ય, શાન્તનુકુમાર (જ. 15 મે 1933, મોમિનપુર કોલકાત્તા) : ઓરિસાના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘ચલન્તિ ઠાકુર’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કટકની રાવેનશૉ કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે એમ. એસસી.ની પદવી મેળવી (1956). ત્યારબાદ કૉલેજ અધ્યાપક, સીનિયર વહીવટી અધિકારી અને આચાર્ય તરીકે કામગીરી કરી.…
વધુ વાંચો >