અમલા પરીખ

ચાનુ, મીરાબાઈ

ચાનુ, મીરાબાઈ (જ. 8 ઑગસ્ટ 1994, ઇમ્ફાલ, મણિપુર) : ભારતની પ્રસિદ્ધ વેઇટલિફ્ટર. નોંગપોક કાકચીંગ, ઇમ્ફાલ, મણિપુરમાં જન્મેલી સાઇખોમ મીરાબાઈ ચાનુ ભારતની જાણીતી વેઇટલિફ્ટર છે. તે મૈતી જાતિમાંથી આવે છે. તે 12 વર્ષની હતી ત્યારથી જ કુટુંબે તેની ભાર ઊંચકવાની ક્ષમતા પારખી લીધી હતી. તેનો મોટો ભાઈ જે લાકડાનો મોટો ભારો…

વધુ વાંચો >

પેસ, લિએન્ડર

પેસ, લિએન્ડર (જ. 17 જૂન 1973, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતીય ભૂતપૂર્વ વ્યાવસાયિક ટેનિસ ખેલાડી. સર્વકાલીન મહાન ડબલ્સ ટેનિસ ખેલાડીઓમાંના એક અને ડેવિસ કપમાં સૌથી વધુ ડબલ્સ જીતનો રેકૉર્ડ ધરાવનાર. તેમના પિતા વેસ પેસ, ગોઆન કૅથલિક વંશના ફિલ્ડ હૉકી ખેલાડી હતા. માતા જેનિફર પેસ બાસ્કેટબૉલ ખેલાડી હતાં. પરિવાર ખ્રિસ્તી ધર્મ…

વધુ વાંચો >

રફાલ, નડાલ

રફાલ, નડાલ (જ. 3 જૂન 1986, મેનેકોર, મેજોર્કા) : સ્પેનના મહાન ટેનિસ-ખેલાડી. રફેલ નડાલ ‘રફા’ ને ટેનિસના અત્યાર સુધીના સૌથી મહાન ખેલાડી પૈકીના એક ગણવામાં આવે છે. માટી (ક્લે કોર્ટ) પર તેની સફળતાએ તેને ‘માટીનો રાજા’ એવું હુલામણું નામ અપાવ્યું અને ઘણા નિષ્ણાતોએ તેને માટીના મેદાન પરનો અત્યાર સુધીનો સૌથી…

વધુ વાંચો >