અનુ. પ્રવીણસાગર સત્યપંથી

આલ્કાઇલીકરણ

આલ્કાઇલીકરણ (alkylation) : કાર્બનિક સંયોજનોમાં વિસ્થાપન કે યોગશીલ પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની રાસાયણિક પ્રવિધિ. આલ્કાઇલીકારકો તરીકે ઑલિફિન, આલ્કોહૉલ અથવા આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરીને કાર્બન, ઑક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અથવા ધાતુ મારફત જોડાયેલ આલ્કાઇલ સમૂહયુક્ત સંયોજનો મળે છે. વિલિયમસન ઈથર સંશ્લેષણ, ફ્રીડેલ–ક્રાફટ્સ પ્રક્રિયા અને વુર્ટ્ઝ પ્રક્રિયા આલ્કાઇલીકરણનાં અગત્યનાં ઉદાહરણો છે.…

વધુ વાંચો >

એસ્ટરીકરણ

એસ્ટરીકરણ (esterification) : આલ્કોહૉલ અને ઍસિડ વચ્ચેની ઍસ્ટર બનાવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા સામાન્ય રૂપમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય : આ પ્રક્રિયા (બર્થોલેટે સૌપ્રથમ 1862માં દર્શાવ્યું તે મુજબ) પ્રતિવર્તી છે અને તેનો સંતુલન અચલાંક KE નીચે પ્રમાણે રજૂ કરી શકાય : [  ] જે તે પદાર્થની સંતુલન સમયની સાંદ્રતા દર્શાવે છે.…

વધુ વાંચો >

કદની વધઘટ

કદની વધઘટ : ઉપયોગિતા વધારવા માટે કણયુક્ત પદાર્થોનું યાંત્રિક સાધનો વડે કદમાં ફેરફારની પ્રક્રિયા. દા. ત., લોટ, શર્કરા, મસાલા (spices) જેવા ખાદ્ય પદાર્થો, સિમેંટ, ચૂનો, પથ્થર, રેતી જેવા બાંધકામમાં વપરાતા પદાર્થો તથા ખાતર, ખનિજ, કોલસા જેવી ઉદ્યોગમાં વપરાતી વસ્તુઓનાં કદ ઘટાડવામાં આવે છે. ઘટકોને ભેગા કરીને ઘણુંખરું તેમને કાયમ માટે…

વધુ વાંચો >