અનુ. જયંતિલાલ જટાશંકર ત્રિવેદી

કોલસો

કોલસો વનસ્પતિદ્રવ્યમાંથી તૈયાર થયેલો કાર્બનદ્રવ્યનો સ્તરબદ્ધ જથ્થો. કોલસો ઘનખનિજ બળતણ છે અને ગરમી તેમજ ઊર્જાપ્રાપ્તિ માટેનું સર્વસામાન્ય ઇંધન છે. આધુનિક સમયમાં યાંત્રિક સંચાલન માટે ઉપયોગમાં લેવાતા ઊર્જાસ્રોતો સૂર્યગરમી, પવન, ભરતીમોજાં, અણુશક્તિ, જળવિદ્યુત, કુદરતી વાયુ, ખનિજતેલ અને કોલસા પૈકી કોલસો ઓછી ઊંડાઈએથી વિપુલ પ્રમાણમાં મળી રહેતો હોવાને કારણે ઇંધન તરીકે તેને…

વધુ વાંચો >

ખડકોનું ઉત્ખનન, વિસ્ફોટન અને વિખંડન

ખડકોનું ઉત્ખનન, વિસ્ફોટન અને વિખંડન (blasting & rock fragmentation) : ખડકોને નાના ટુકડાઓમાં તોડવાની ક્રિયા. ખાણોમાં તથા જાહેર બાંધકામોમાં, કૂવા ખોદવામાં, નહેરો બનાવવા માટે તથા જળનિકાસ માટે નાળાં બનાવવા, યંત્રોને બેસાડવા માટેનો પાયો તૈયાર કરવા વગેરે માટે સ્ફોટન (blasting) એ ખડકો તોડવાની મુખ્ય ક્રિયા છે. આ ઉપરાંત ઇમારત જમીનદોસ્ત કરવી,…

વધુ વાંચો >

ખનિજસંપત્તિ

ખનિજસંપત્તિ ધરતીમાં સંગ્રહાયેલ ખનિજભંડારો અને તેની ઉત્પત્તિ પ્રદેશને આર્થિક રીતે પગભર થવામાં ઘણો ફાળો આપે છે. કૃષિસંપત્તિ જેટલું જ ખનિજસંપત્તિનું મૂલ્યાંકન થાય છે. પૃથ્વીના ઉદભવ સાથે ખડકોનું સર્જન, ભૂસ્તરીય રચના, ખડકોનું બંધારણ, સ્તરરચના, સ્તરભંગો, પર્વતો, ખીણો, સરોવરો, નદીઓ, મેદાનોની હયાતી, ભૂપૃષ્ઠનાં પડોની ગોઠવણી, ગિરિમાળાઓની ગોઠવણી ઇત્યાદિ સંકળાયેલ છે. ભૂપૃષ્ઠનું ઘડતર…

વધુ વાંચો >

ખાણ

ખાણ ખાણ; ખાણ-ઇજનેરી; ખાણ-નકશા અને પ્રતિરૂપો; ખાણ-નિમ્નતંત્ર; ખાણ-જલનિકાસ; ખાણ-પર્યાવરણ; ખાણમાં પ્રકાશની વ્યવસ્થા; ખાણ-સંવાતન; ખાણ-સલામતી અને ખાણ અને ખાણ ધારા; ખાણિયાઓને થતા રોગો. પૃથ્વીના પોપડામાંથી ખનિજ પદાર્થો મેળવવા કરવામાં આવતાં ખોદકામ(excavation)ને ખાણ (mine) અને ખાણ અંગે ખોદકામ કરવાની પ્રક્રિયાને ખાણ-ઉત્ખનન (mining) કહેવામાં આવે છે. ખનિજ પદાર્થોમાં વિવિધ ધાતુઓ, કોલસો, પથ્થર, રેતી,…

વધુ વાંચો >

ગાળણક્રિયા

ગાળણક્રિયા (filtration) : તરલ-ઘનના અવલંબન(suspension)ને પડદા(septum, membrane)માંથી પસાર કરીને તેના ઘટકરૂપ ઘન કણોને અલગ કરવાની ક્રિયા. આ કણો પડદા ઉપર કે તેની અંદર રોકાઈ રહે છે. આ પડદાને ગાળણ માધ્યમ કહે છે અને જેના આધારે આ માધ્યમને યોગ્ય સ્થાને ચુસ્ત રીતે ગોઠવી શકાય તથા ઘન કણોની કેક માટે જરૂરી અવકાશ…

વધુ વાંચો >