અકીક (agate) : વિવિધ રંગપટ અને અર્ધપારદર્શકતા ધરાવતું સિલિકા (SiO2) વર્ગના ચાલ્સીડોની પ્રકારનું, કુદરતમાં મળી આવતું, અર્ધકીમતી ખનિજ. એ ક્વાર્ટ્ઝનો ખનિજપ્રકાર છે. તેના ભૌતિક ગુણધર્મો ક્વાર્ટ્ઝને મળતા આવે છે. તેનો વક્રીભવનાંક 1.535 અને 1.539, કઠિનતા આંક 6.5થી 7 અને વિશિષ્ટ ઘનતા 2.6 છે. સિસિલીમાં એકેટ (agate) નદીમાંથી તે સર્વપ્રથમ મળેલું…
વધુ વાંચો >