સમાજશાસ્ત્ર
બળાત્કાર
બળાત્કાર : સ્ત્રીની ઇચ્છા તથા સંમતિ વગર બળજબરીથી તેની સાથે કરવામાં આવતો જાતીય સંબંધ. ભારતીય દંડસંહિતાની કલમ 375 મુજબ 16 વર્ષથી નાની ઉંમરની કન્યા સાથે તેની ઇચ્છા વિરુદ્ધ, તેની સંમતિ (consent) વિના કે અયોગ્ય રીતે મેળવાયેલી સંમતિ સાથે અથવા 15 વર્ષ કે તેથી નાની પત્ની સાથે કરાયેલો જાતીય સંબંધ બળાત્કાર…
વધુ વાંચો >બાક, એમિલી ગ્રીન
બાક, એમિલી ગ્રીન (જ. 8 જાન્યુઆરી 1867, મૅસેચૂસેટ્સ, અ. 9 જાન્યુઆરી 1961, કેમ્બ્રિજ, અમેરિકા ) : અગ્રણી સમાજસુધારક તથા 1946ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા. તેઓ મૃત્યુ પામ્યાં ત્યાં સુધી તેમણે સમાજસુધારક, રાજકારણનાં વૈજ્ઞાનિક, અર્થવિદ્ અને શાંતિદૂત તરીકે કાર્ય કર્યું. અમેરિકામાં આવી વસેલી સ્લાવિક પ્રજાના પ્રશ્નો અને મુશ્કેલીઓ પ્રત્યે તેમની…
વધુ વાંચો >બાર્ટન, ક્લારા
બાર્ટન, ક્લારા (જ. 1821, ઑક્સફર્ડ; અ. 1912) : અમેરિકાની રેડક્રૉસ સંસ્થાનાં સ્થાપક. તેઓ ક્લૅરિસા બાર્ટનના નામે બહુ લોકપ્રિય હતાં. 1836થી 1854 દરમિયાન તેમણે સ્કૂલની શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. 1861થી 1865 દરમિયાન, આંતરવિગ્રહના વિકટ સમયમાં ઘવાયેલા સૈનિકો માટે તેમણે ખાદ્યસામગ્રીનો પુરવઠો તથા અન્ય સવલતોની રાહત-સામગ્રી મેળવવામાં ખૂબ સહાય કરી. ફ્રાન્કો-પ્રશિયન યુદ્ધ…
વધુ વાંચો >બાલ-અપરાધ અને કાયદો
બાલ-અપરાધ અને કાયદો : બાલઅપરાધ : સગીર વયની વ્યક્તિ દ્વારા અવારનવાર જાણ્યે-અજાણ્યે કરવામાં આવતા ગુનાઓ. અપરાધ એટલે રાષ્ટ્રના કાયદા દ્વારા નિષિદ્ધ થયેલ કાર્ય. તે માટે નિર્ધારિત સજા કે દંડ પણ હોય છે. બાલ-અપરાધ એ બાળકે કરેલું એવું સમાજવિરોધી ગેરવર્તન છે, જેની સામે કાનૂની કાર્યવાહી કરવાનું અનિવાર્ય થઈ પડે છે. વિવિધ…
વધુ વાંચો >બાલકલ્યાણ
બાલકલ્યાણ : બાળકના સર્વાંગી વિકાસને સ્પર્શતી વિભાવના. વિશ્વના તમામ દેશોમાં વસતાં બાળકો વિશ્વના ભાવિ નાગરિકો અને સમાજવ્યવસ્થાના પ્રણેતાઓ છે. શારીરિક, માનસિક તથા સામાજિક રીતે સ્વસ્થ બાળકો વિશ્વની સાચી સંપત્તિ છે. યુનોએ તથા વિશ્વના તમામ દેશોએ બાલકલ્યાણનું આયોજન કરેલ છે. બાલકલ્યાણ અંગેના ખ્યાલ બાળકના સર્વાંગીણ વિકાસ સાથે સંકળાયેલ છે. માનવ- કલ્યાણની…
વધુ વાંચો >બાળલગ્ન
બાળલગ્ન : ગૃહસ્થજીવન વિવેકપૂર્વક નિભાવી શકે તેવી પક્વ વય પ્રાપ્ત થતાં પૂર્વે છોકરા તથા કન્યાનાં લગ્ન કરાવી દેવાની પ્રથા. પ્રાણીશાસ્ત્ર અનુસાર પ્રાણીના જીવનનું પ્રમુખ કર્તવ્ય પોતાનો વંશ ચાલુ રાખવા સંતાન ઉત્પન્ન કરવાનું છે. મોટાભાગનાં પ્રાણીઓ જન્મ સમયે આ કાર્ય માટે સક્ષમ હોતાં નથી. તેની જનેતા અથવા પ્રકૃતિમાતા તે પક્વ થાય…
વધુ વાંચો >બુઝર્વા
બુઝર્વા : ઔદ્યોગિક માલિકી દ્વારા હંમેશાં રાજકીય પ્રભુત્વ જાળવી રાખવા ઉત્સુક મૂડીવાદી વર્ગ. મધ્યયુગમાં ફ્રાંસમાં શહેરની દીવાલોની અંદર વસતો ગ્રામીણ પ્રજા કરતાં કંઈક ધનિક એવો વર્ગ. શબ્દકોશોમાં તેને મધ્યમવર્ગ તરીકે ઓળખાવવામાં આવે છે. ફ્રાંસનો આ શહેરી, ધનિક અને નાનકડો વર્ગ સમાજમાં ઉપલા વર્ગ તરીકેની માન્યતા ધરાવતો નહોતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિના…
વધુ વાંચો >બૂચ, અરવિંદ
બૂચ, અરવિંદ (જ. 20 ફેબ્રુઆરી 1920, જૂનાગઢ, ગુજરાત; અ. 28 જુલાઈ 1998, અમદાવાદ) : અગ્રણી ગાંધીવાદી મજૂર-નેતા અને મજૂર મહાજન સંઘના પૂર્વ પ્રમુખ. પિતા નવરંગલાલ અને માતા લજ્જાબહેન. પત્નીનું નામ પુષ્પાબહેન. પુણેની ર્ફ્ગ્યુસન કૉલેજમાંથી 1941માં વિજ્ઞાનના સ્નાતક થયા બાદ તુરત પોરબંદરની મહારાણા મિલમાં જોડાયા. 1942માં તેઓ મજૂર મહાજન સંઘમાં દાખલ…
વધુ વાંચો >બેટેલી આંદ્રે
બેટેલી આંદ્રે : ભારતમાં સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્રના વિકાસમાં અગ્રગણ્ય ભૂમિકા ભજવનાર અધ્યાપક અને સંશોધક. 1959થી દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અધ્યાપક. હાલ નિવૃત્ત. તેમના મહત્વના સંશોધન-વિષયોમાં સામાજિક સ્તરીકરણ, ખેડૂત-આંદોલન, પછાત વર્ગો અને રાજકીય સમાજશાસ્ત્રનો સમાવેશ થાય છે. 1968માં તેમને નેહરુ ફેલોશિપ એનાયત થઈ હતી. આ ફેલોશિપના ભાગ રૂપે ગ્રામીણ કૃષિવિષયક સામાજિક…
વધુ વાંચો >બેલ, ડેનિયલ
બેલ, ડેનિયલ (જ. 10 મે 1919, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અમેરિકી સમાજશાસ્ત્રી અને પત્રકાર. ન્યૂયૉર્ક સિટી કૉલેજમાં અભ્યાસ કરી તેઓ 1930માં સ્નાતક થયા. તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો અને 1941–45 દરમિયાન ‘ધ ન્યૂ લીડર’ સામયિકના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી કરી. ત્યારબાદ તેઓ જાણીતા સામયિક ‘ફૉરચ્યૂન’ના શ્રમ વિભાગના સંપાદક બન્યા.…
વધુ વાંચો >