સંદેશવહન ઇજનેરી

આઇન્સ્ટાઇન વેધશાળા

આઇન્સ્ટાઇન વેધશાળા (Einstein Observatory) : આ નામનો વેધશાળાથી સજ્જ ઉપગ્રહ. તેનો મુખ્ય હેતુ સૂર્ય સિવાયના બીજા (nonsolar) સ્રોતોમાંથી આવતાં X-કિરણોનો અભ્યાસ કરવાનો હતો. 1962માં સ્કૉર્પિયસ(Scorpius)ના તારામંડળમાં એક ઝાંખો તારો, જે ર્દશ્ય વર્ણપટમાંની કુલ ઊર્જા કરતાં એક હજારગણી ઊર્જાનું ઉત્સર્જન કરે છે, તેની શોધ થઈ ત્યારથી ખગોળીય X-કિરણોના સઘન અભ્યાસનો પ્રારંભ…

વધુ વાંચો >

ઇન્ટરનેટ

ઇન્ટરનેટ (Internet) : કમ્પ્યૂટર/ટેલિવિઝન/સેલ્યુલર ફોન જેવાં ઇલેક્ટ્રૉનિક સાધનોનું માહિતી આપ-લે માટેનું અંદરો-અંદર(inter)નું જોડાણ (networking). વપરાશકારને માહિતી આપ-લેની આ રીતે અનેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે. માહિતી આપ-લેની ઝડપ, માહિતીની વિપુલતા, સમય-સ્થળની મર્યાદામુક્તિ, પ્રકાશ-ધ્વનિ બંનેને સાંકળી લેવાની ક્ષમતા જેવી અનેક બાબતો તેથી હાંસલ થાય છે. ઇન્ટરનેટમાં એકથી વધુ પ્રકારની ટૅક્નૉલૉજીનો એકરૂપ…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિયન

ઇન્ટરનેશનલ ટેલિકૉમ્યુનિકેશન યુનિયન (ITU) : દૂરસંચાર(telecommunication)નાં વિવિધ સ્વરૂપો અંગે આંતરરાષ્ટ્રીય સહકારને ઉત્તેજન આપવા 15 નવેમ્બર, 1947ના રોજ અસ્તિત્વમાં આવેલી સંયુક્ત રાષ્ટ્ર સંઘની વિશિષ્ટ સંસ્થા. આઈ.ટી.યુ.નો ઉદગમ 1865માં પૅરિસમાં સ્થપાયેલ ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન ગણી શકાય. માર્કોનીની શોધથી રેડિયોતરંગ મારફત સંદેશાવહન શક્ય બનતાં ઇન્ટરનેશનલ રેડિયો ટેલિગ્રાફ કન્વેન્શનની સ્થાપના 1903માં બર્લિનમાં થઈ હતી.…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગ (IIRS) : ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑવ્ સ્પેસની નૅશનલ રિમોટ સેન્સિંગ એજન્સી(NRSA)ના એક વિભાગ તરીકે કાર્ય કરતી સંસ્થા. ઇન્ડિયન ફોટોઇન્ટરપ્રિટેશન ઇન્સ્ટિટ્યૂટ(IPI)ની સર્વે ઑવ્ ઇન્ડિયાની છત્રછાયા નીચે નેધરલૅન્ડ્ઝની સરકારના સહકારથી 1966માં તેની સ્થાપના થઈ હતી. આનું માળખું નેધરલૅન્ડ્ઝની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍરોસ્પેસ સર્વે ઍન્ડ સાયન્સીઝ અનુસાર રચવામાં આવ્યું…

વધુ વાંચો >

ટેલ-કૉમ-સૅટ

ટેલ-કૉમ-સૅટ : ટેલિ કૉમ્યુનિકેશન સૅટેલાઇટ (ટૂંકમાં Tel-Com-Sat) સંદેશાવ્યવહાર માટેનો એક કૃત્રિમ ઉપગ્રહ. સંદેશાવ્યવહાર માટેના ઉપગ્રહની શોધ એ અંતરિક્ષયુગની એક સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે. આવા ઉપગ્રહોની શોધથી બિનતારી (wireless) સંદેશાવ્યવહાર ક્ષેત્રે ઘણું ઝડપી પરિવર્તન આવ્યું છે અને વિશ્વભરમાં  એનો બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. તેમની શોધથી આંતરરાષ્ટ્રીય સમાચાર કે રમતગમતનું…

વધુ વાંચો >

ડી ફૉરેસ્ટ, લી

ડી ફૉરેસ્ટ, લી (જ. 26 ઑગસ્ટ 1873, કાઉન્સિલ બ્લફ્સ, આયોવા; અ. 30 જૂન 1961 હૉલિવૂડ, કૅલિફૉર્નિયા) : ટ્રાયોડ વાલ્વના શોધક અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વાયરલેસ ટેલિગ્રાફી અને રેડિયો-પ્રસારણના પ્રણેતા. 1907માં બે ઇલેક્ટ્રોડવાળા ડાયોડ વાલ્વમાં સુધારો કરીને  ત્રણ ઇલેક્ટ્રોડવાળા ટ્રાયોડ વાલ્વની શોધ કરી. ટ્રાયોડ દ્વારા રેડિયો સંકેતોનું વિવર્ધન થઈ શકે છે તેમજ…

વધુ વાંચો >

ફિટ્સજેરલ્ડ, જ્યૉર્જ ફ્રાન્સિસ

ફિટ્સજેરલ્ડ, જ્યૉર્જ ફ્રાન્સિસ (જ. 3 ઑગસ્ટ 1851, ડબ્લિન; અ. 22 ફેબ્રુઆરી 1901, ડબ્લિન) : રેડિયો-તરંગોની ઉત્પત્તિની રીત સૂચવનાર પ્રથમ ભૌતિકશાસ્ત્રી. આ તરંગો બિનતારી સંદેશાવ્યવહાર(wireless telegraphy)ના પાયામાં રહેલી એક ભૌતિક ઘટના છે. તેમણે એક સિદ્ધાંત પણ વિકસાવ્યો, જે ‘લૉરેન્ટ્ઝ ફિટ્સજેરલ્ડ સંકુચન સિદ્ધાંત’ તરીકે હાલ ઓળખાય છે. તેનો ઉપયોગ આઇન્સ્ટાઇને તેમના વિશિષ્ટ…

વધુ વાંચો >

ફેટ (ક્ષેત્ર અસર ટ્રાન્ઝિસ્ટર field effect transistor FET)

ફેટ (ક્ષેત્ર અસર ટ્રાન્ઝિસ્ટર, field effect transistor, FET) : એક એવી એકધ્રુવીય (unipolar), અનેક વીજધ્રુવવાળી અર્ધવાહક પ્રયુક્તિ કે જેમાં બે વીજધ્રુવો વચ્ચેની સાંકડી વીજવાહક ચૅનલમાં પ્રવાહ પસાર થાય (modulated) છે અને ત્રીજા વીજધ્રુવ આગળ પ્રયુક્ત થયેલ ક્ષેત્ર વડે તે નિયંત્રિત થાય છે. આધુનિક ટ્રાન્ઝિસ્ટરોના બે વર્ગ છે : (i) દ્વિધ્રુવી…

વધુ વાંચો >

મૉડ્યુલેશન (modulation)

મૉડ્યુલેશન (modulation) : સાંકેતિક માહિતી રૂપે સંચાર માધ્યમ દ્વારા ગ્રહણકાર (receiver) સુધી સંદેશો પહોંચાડવાની પ્રક્રિયા. એક સ્થળેથી બીજા સ્થળે ઇલેક્ટ્રિક સિગ્નલોનું સંચારણ અવકાશ (space)માં કરવા માટે ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફીલ્ડની જરૂર પડે છે અને જ્યારે આ ફીલ્ડમાં સમયના સંદર્ભમાં સાંકેતિક માહિતીને લીધે ફેરફાર થાય છે ત્યારે તે સાંકેતિક મોજાં(modulated waves)નું સ્વરૂપ ધારણ…

વધુ વાંચો >