સંગીતકલા
અચપલ
અચપલ : અઢારમી સદીના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક અને કવિ. તેઓ ઉચ્ચ કોટીના ગાયક હતા તથા અસાધારણ કવિત્વશક્તિ ધરાવતા હતા. તેઓ ‘અચપલ’ તખલ્લુસથી કાવ્યો લખતા અને પોતે રચેલાં ગીતોને શાસ્ત્રીય સંગીતની બંદિશોમાં ઢાળતા. ખયાલ ગાયક તરીકે તેમણે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમની કવિતામાં…
વધુ વાંચો >અજમતહુસેનખાં
અજમતહુસેનખાં (જ. 5 માર્ચ 1911 અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1975 મુંબઈ, મહારાષ્ટ્ર) : પ્રસિદ્ધ ગાયક અને શાયર. અજમતહુસેનખાંએ સંગીતની તાલીમ સંગીતક્ષેત્રના સુપ્રસિદ્ધ ઉસ્તાદો અલ્તાફહુસેનખાં, વિલાયતહુસેનખાં તથા અલ્લાદિયાખાં પાસેથી લીધેલી. મહાન સંગીતકારોની વિશેષતાઓ પોતાનામાં આત્મસાત્ કરીને એમણે પોતાની ગાયકીની વિશેષતા સ્થાપિત કરી હતી. આગ્રા તથા જયપુર ગાયકીના સમન્વયની ક્ષમતા એમણે…
વધુ વાંચો >અત્રે પ્રભા
અત્રે પ્રભા (જ. 13 સપ્ટેમ્બર 1932, પુણે, મહારાષ્ટ્ર; અ. 13 જાન્યુઆરી 2024, પૂણે, મહારાષ્ટ્ર) : કિરાના ઘરાનાની છતાં સ્વતંત્ર શૈલી ધરાવતાં ઉત્તર હિંદુસ્તાની સંગીતનાં વિખ્યાત ગાયિકા. 13 વર્ષની વયથી પાંચ વર્ષ સુધી વિજય કરંદીકર પાસે સંગીતશિક્ષણ લીધા પછી વાસ્તવિક શિક્ષણ સુરેશબાબુ માને પાસેથી લીધું હતું. સંગીત વિષયમાં એમ.એ.ની પદવી લીધા…
વધુ વાંચો >અત્રોલી-જયપુર ઘરાણા
અત્રોલી-જયપુર ઘરાણા : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયકીનો એક પ્રકાર. આ ઘરાણાના સ્થાપક અલ્લાદિયાખાં હતા. એમના ખાનદાનમાં ચારસો વર્ષથી અનેક ઉચ્ચ કોટીના ગાયકો થઈ ગયા. એમનું મૂળ વતન ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલું અત્રોલી હતું, પણ કેટલીક પેઢીથી એમના પૂર્વજો જયપુર રાજ્યમાં આવેલી ઉણિયારા નામની એક જાગીરમાં વસ્યા હતા, તે કારણે એમણે…
વધુ વાંચો >અનુઆધુનિકતાવાદ
અનુઆધુનિકતાવાદ : જુઓ આધુનિકતા,અનુઆધુનિકતા અને અનુઆધુનિકતાવાદ
વધુ વાંચો >અન્નપૂર્ણાદેવી
અન્નપૂર્ણાદેવી (જ. 15 એપ્રિલ 1927, મૈહર, મધ્યપ્રદેશ; અ. 13 ઑક્ટોબર 2018, મુંબઈ, મહારાષ્ટ્ર) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં કલાકાર. મધ્યપ્રદેશના મૈહર નામના કસ્બામાં જન્મ. પિતા મશહૂર ગાયક અલાઉદ્દીનખાં. નાનપણમાં જ તેમણે અન્નપૂર્ણાને સિતારનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેમણે ઈ. સ. 1940 સુધી સિતારનું શિક્ષણ લીધું. ત્યારબાદ સૂરબહાર વગાડવાની કલા પણ હસ્તગત…
વધુ વાંચો >અબ્દુલ કરીમખાં
અબ્દુલ કરીમખાં (જ. 11 નવેમ્બર 1872, કૈરાના, કુરુક્ષેત્ર પાસે ઉત્તરપ્રદેશ; અ. 27 ઑક્ટોબર 1937, મિરજ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાના સુપ્રસિદ્ધ ગાયક. પિતા કાલેખાં પણ જાણીતા ગાયક હતા. પિતા, કાકા અબ્દુલખાં અને એક સગા હૈદરબક્ષ પાસે તે ગાયકી શીખ્યા હતા. છ વર્ષની ઉંમરે એક જાહેર મહેફિલમાં ગાઈને તેમણે…
વધુ વાંચો >અબ્દુલ હલીમ જાફરખાં
અબ્દુલ હલીમ જાફરખાં (જ. 18 ફેબ્રુઆરી 1927, જાવરા, મધ્ય પ્રદેશ; અ. 4 જાન્યુઆરી 2017, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી સિતારવાદક. પૈતૃક પરંપરાથી જ તેમને સંગીતની સિદ્ધિ મળી હતી. સતત અભ્યાસને કારણે તેઓ કલાસાધનામાં એટલે ઊંચે પહોંચી ગયા કે જ્યાં કોઈ પ્રતિસ્પર્ધી ન હતો. તેઓ સિતારવાદન તંત્રની વ્યાખ્યા કરવા ઉપરાંત મસીતખાની…
વધુ વાંચો >અભિષેકી જિતેન્દ્ર
અભિષેકી, જિતેન્દ્ર (જ. 14 સપ્ટેમ્બર 1932, મંગેશી, ગોવા; અ. 16 નવેમ્બર 1998 મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક. પિતા બળવંત અભિષેકી સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત કીર્તનકાર હોવાને નાતે સારા ગાયક હતા. તેમણે સંગીતની તાલીમ શંકરબુવા ગોખલે પાસેથી મેળવી હતી. જિતેન્દ્રના દાદા અને પિતા પણ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા.…
વધુ વાંચો >અમજદઅલીખાં
અમજદઅલીખાં (જ. 9 ઑક્ટોબર 1945, ગ્વાલિયર, મધ્યપ્રદેશ) : વિખ્યાત સરોદવાદક. તેઓ ઉસ્તાદ હાફિઝઅલીખાંના નાના પુત્ર થાય. તેમના વંશમાં સંગીતનો પ્રવાહ વહેતો આવેલો છે. હાફિઝઅલીખાં વિખ્યાત સરોદવાદક હતા. અમજદઅલીએ પિતા પાસેથી પાંચ વર્ષની વયથી સંગીતશિક્ષણ શરૂ કરેલું. 13 વર્ષની વયે પિતા તેમને સંગીત-સમારોહમાં લઈ જતા, જેથી તે સંગીત-શ્રોતાવર્ગનો પરિચય પામે. અમજદઅલીખાંનો…
વધુ વાંચો >