શિવપ્રસાદ રાજગોર

વાંસદા

વાંસદા : નવસારી જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 45´ ઉ. અ. અને 73° 22´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 1388ના ‘વસંતામૃત’ નામના હસ્તલિખિત ગ્રંથની પ્રશસ્તિ પ્રમાણે પાટણના કર્ણદેવના ત્રીજા પુત્ર ધવલનો પુત્ર વાસુદેવ દક્ષિણ ગુજરાતમાં નાના…

વધુ વાંચો >

વિજાપુર

વિજાપુર : મહેસાણા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 34´ ઉ. અ. અને 72° 45´ પૂ. રે.ની આજુબાજુનો 943.8 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ખેરાળુ તાલુકો, પૂર્વ તરફ સાબરમતી નદી અને સાબરકાંઠા જિલ્લો, દક્ષિણે કલોલ તાલુકો તથા પશ્ચિમ તરફ વિસનગર અને…

વધુ વાંચો >

વિસનગર

વિસનગર : મહેસાણા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : તે 23° 42´ ઉ. અ. અને 72° 33´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 493 ચોકિમી જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામાં વિસનગર શહેર અને 60 ગામડાં આવેલાં છે. આ તાલુકાનો ઉત્તર વિભાગ સમતળ છે, જ્યારે દક્ષિણ…

વધુ વાંચો >

વિસાવદર

વિસાવદર : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું નગર (તાલુકામથક). ભૌગોલિક સ્થાન : આ તાલુકો  21° 30´ ઉ. અ. અને 70° 55´ પૂ. રે.ની આજુબાજુનો 902 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ગીરના જંગલની ઉત્તર સરહદે આવેલું છે. આ તાલુકામાં વિસાવદર નગર અને 98 ગામો…

વધુ વાંચો >

વેરાવળ

વેરાવળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 45´ ઉ. અ. અને 70° 40´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 688 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લામથક જૂનાગઢથી 83 કિમી. દૂર આવેલું છે. અહીંથી તદ્દન નજીક (માત્ર 4 કિમી.) આવેલું…

વધુ વાંચો >

વ્યારા

વ્યારા : ગુજરાત રાજ્યના સૂરત જિલ્લામાં આવેલો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 73° 24´ પૂ. રે. પર સૂરતથી પૂર્વ તરફ 65 કિમી. દૂર આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 813 ચોકિમી. જેટલું છે. તાલુકામાં વ્યારા ઉપરાંત 148 ગામો આવેલાં છે. તાલુકાનું…

વધુ વાંચો >

શાસ્ત્રી, ગંગાધર

શાસ્ત્રી, ગંગાધર : પેશવા અને વડોદરાના ગાયકવાડ વચ્ચે ખંડણીની તથા અન્ય રકમોની બાબતમાં ઉકેલ લાવવા વડોદરાથી પુણે મોકલવામાં આવેલ મુત્સદ્દી. તેમણે પહેલાં પેશવાની ઑફિસમાં હોશિયાર કારકુન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. ઈ. સ. 1802માં બ્રિટિશ રેસિડેન્સી વડોદરામાં શરૂ થઈ ત્યારે તેઓ વડોદરા આવ્યા, રેસિડેન્સીમાં દેશી સહાયકની નોકરી લીધી. વડોદરામાં બનતી…

વધુ વાંચો >

શિહોર

શિહોર : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 42´ ઉ. અ. અને 71° 72´ પૂ. રે.ની આજુબાજુનો 721 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જિલ્લામથક ભાવનગરથી પશ્ચિમ તરફ 21 કિમી.ને અંતરે તથા ખોડિયાર મંદિર અને રાજપરા ગામથી 5 કિમી.ને…

વધુ વાંચો >

શેત્રુંજી

શેત્રુંજી : સૌરાષ્ટ્રમાં આવેલી નદી. તે અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી પસાર થઈને ખંભાતના અખાતને મળે છે. લંબાઈમાં તે ભાદર પછીના બીજા ક્રમે આવે છે. તેની લંબાઈ 174 કિમી. જેટલી છે. ગીરમાં બગસરાથી દક્ષિણે સીસવાણ ગામ નજીક આવેલા જંગલમાં મથુરામાળ નામની ડુંગરમાળાના ચાંચ શિખરમાંથી તે નીકળે છે. અમરેલી જિલ્લાના ધારી પાસેના…

વધુ વાંચો >

સરખેજ

સરખેજ : અમદાવાદ સિટી તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 59´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે.. તે અમદાવાદ શહેરથી પશ્ચિમ તરફ અમદાવાદ-સૌરાષ્ટ્રના માર્ગ પર આવેલું છે. સરખેજ અને તેની આજુબાજુની ભૂમિ સમતળ અને ફળદ્રૂપ છે. અહીંનાં મે અને જાન્યુઆરીનાં સરેરાશ ગુરુતમ-લઘુતમ તાપમાન અનુક્રમે 41° સે. અને…

વધુ વાંચો >