શિવપ્રસાદ રાજગોર

ખુલના

ખુલના : બાંગ્લાદેશના પાંચ વિભાગો પૈકીનો એક વિભાગ જિલ્લો અને તે જ નામનું મુખ્ય શહેર. ડિવિઝનનું ક્ષેત્રફળ 22,274 ચોકિમી. અને વસ્તી આશરે બે કરોડ (2020) જેટલી છે. ડિવિઝનમાં સિલ્હટ, કોમિલ્લા, નોઆખલી, ચિતાગોંગ, ચિતાગોંગનો પહાડી વિસ્તાર અને બંદારબન મળીને કુલ 15 જિલ્લા આવેલા છે. સમગ્ર પ્રદેશ હૂગલી અને મેઘના વચ્ચેના ગંગાના…

વધુ વાંચો >

ખુંદમીર

ખુંદમીર : અમદાવાદના મુસ્લિમ સંત. સૈયદ ખુંદમીરના વડવા ઈરાનથી પાટણ અને પાટણથી અમદાવાદ આવ્યા હતા. ઉરઝી સૈયદોમાં એમનું નામ ખૂબ જાણીતું છે. ઈ. સ. 1454માં ગુજરાતના સુલતાન કુત્બુદ્દીને સૈયદ ખુંદમીર બિન સૈયદ વડા, બિન સૈયદ યાકુબની મા બીબીજી માટે અમદાવાદમાં સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ હાલતા મિનારાવાળી મસ્જિદ રાજપુર-હીરપુરમાં બંધાવી હતી. તે…

વધુ વાંચો >

ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા : સાબરકાંઠા જિલ્લાનો તાલુકો અને એ જ નામ ધરાવતું તાલુકામથક અને તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન 29° 01′ ઉ. અ. અને 73° 02′ પૂ. રે. આ તાલુકાનું ક્ષેત્રફળ 846.3 ચોકિમી. છે અને 2011માં તેની વસ્તી 2,93,143 હતી. આ તાલુકામાં એક શહેર અને 136 ગામો છે. તાલુકાનો ઉત્તર અને પૂર્વનો રાજસ્થાનને સીમાવર્તી…

વધુ વાંચો >

ખેડા જિલ્લો

ખેડા જિલ્લો : ગુજરાતના ચરોતર પ્રદેશમાં આવેલો ખેડા જિલ્લો. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 22 45´ ઉ. અ. અને 72 41 ´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 4,219 ચો.કિમી. છે. આ જિલ્લો ઉત્તરે અરાવલી (અરવલ્લી), ઈશાને મહીસાગર, પૂર્વે પંચમહાલ, અગ્નિએ વડોદરા, દક્ષિણે આણંદ, નૈઋત્યે અને પશ્ચિમે…

વધુ વાંચો >

ખેડાવાડાનું મંદિર

ખેડાવાડાનું મંદિર : ગુજરાતમાં સોલંકીકાળમાં બંધાયેલાં મંદિરો પૈકી સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામમાં આવેલું પંચાયતન મંદિર. આ પ્રકારનાં મંદિરોમાં મધ્યના મુખ્ય મંદિરની જગતીના ચાર છેડે એક એક નાના મંદિરની રચના જોવામાં આવે છે. ચાર ખૂણે અનુક્રમે શિવ, સૂર્ય, પાર્વતી અને વિષ્ણુનાં મંદિરો હોવાનું જણાય છે જ્યારે વચ્ચે દક્ષિણાભિમુખ મંદિર…

વધુ વાંચો >

ખેદીવ

ખેદીવ : ઇજિપ્તના શાસકનો પાશા જેવો ખિતાબ. ફારસી ભાષામાં ‘ખેદીવ’નો અર્થ પ્રભુ કે સ્વામી થાય છે. તુર્કસ્તાનના ઑટોમન વંશના સુલતાન અબ્દુલ અઝીઝે ઇજિપ્તના રક્ષિત શાસક ઇસ્માઇલ પાશાને 1867માં આ ઇલકાબ વંશપરંપરાગત આપ્યો હતો. ત્વફીક અને અબ્બાસ હિલ્મી બીજાએ આ ઇલકાબ ચાલુ રાખ્યો હતો. 1914માં ઇજિપ્ત અંગ્રેજોનું રક્ષિત રાજ્ય બનતાં પછીના…

વધુ વાંચો >

ખેરસન (ચેરસન)

ખેરસન (ચેરસન) : દક્ષિણ-મધ્ય યુક્રેનનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું મુખ્ય શહેર અને વહીવટી કેન્દ્ર. ભૌ. સ્થાન : 46o 38′ ઉ. અ. અને 32o 35′ પૂ. રે. યુક્રેનમાં આવેલી નીપર નદીના મુખથી ઉપરવાસ 30 કિમી. દૂર તે આવેલું છે. તે પ્રાચીન ગ્રીક વસાહતને સ્થાને વસ્યા બાદ તેનો…

વધુ વાંચો >

ખેરાળુ

ખેરાળુ : મહેસાણા જિલ્લાનો તાલુકો અને તે જ નામનું તાલુકામથક અને નગર. તાલુકાની પૂર્વ સરહદે સાબરમતી નદી અને સાબરકાંઠા જિલ્લો, ઉત્તરે બનાસકાંઠા, પશ્ચિમે સિદ્ધપુર અને વિસનગર તાલુકાઓ અને દક્ષિણે વિજાપુર તાલુકો આવેલા છે. તાલુકાનું ક્ષેત્રફળ 954.8 ચોકિમી. છે અને તેમાં વડનગર અને ખેરાળુ બે શહેરો અને 167 ગામડાં છે. તાલુકાનો…

વધુ વાંચો >

ખૈબરઘાટ

ખૈબરઘાટ : અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને જોડતા બોલન, ગોમલ અને ખૈબરઘાટ પૈકી લશ્કરી અને વેપારી ર્દષ્ટિએ મહત્વનો ઘાટ તથા તે જ નામ ધરાવતો પ્રાંત. ભૌગોલિક સ્થાન 34o 05´ ઉ. અ. અને 71o 10´ પૂ. રે. આ ઘાટ પેશાવરથી 17 કિમી. દૂર સફેદ કોહ ગિરિમાળાને વીંધીને પસાર થાય છે. તેની બંને બાજુની…

વધુ વાંચો >

ખૈરપુર

ખૈરપુર : પાકિસ્તાનના સિંધ પ્રાન્તનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન 27o 32´ ઉ. અ. અને 68o 46´ પૂ. રે. ભૂતકાળમાં તે ખૈરપુર રાજ્યની રાજધાની હતું. કરાંચી-લાહોર રેલવે ઉપર આવેલું તે કરાંચીથી ઈશાને 448 કિમી. દૂર છે. લાહોરકરાંચી ધોરી માર્ગ ખૈરપુર થઈને જાય છે. 1783માં તાલપુરના…

વધુ વાંચો >