શશીધર ગોપેશ્વર ત્રિવેદી
નિમ્નતાપિકી
નિમ્નતાપિકી નિમ્નતાપિકી (Cryogenics) (ગ્રીક Kryos = અત્યંત ઠંડું) : અત્યંત નીચાં તાપમાનો મેળવવાનું, તેમને જાળવી રાખવાનું અને આ તાપમાનોએ દ્રવ્યના ગુણધર્મોના અભ્યાસ અંગેનું વિજ્ઞાન. સામાન્ય રીતે 120 K(કૅલ્વિન)થી લગભગ નિરપેક્ષ શૂન્ય (0K = –273.15° સે.) સુધીના તાપમાનની સીમાને નિમ્નતાપિકી વિસ્તાર તરીકે ગણવામાં આવે છે; કારણ કે આ સીમામાં મિથેન, ઑક્સિજન,…
વધુ વાંચો >ન્યૂટનનાં વલયો (Newton’s Rings)
ન્યૂટનનાં વલયો (Newton’s Rings) : પ્રકાશના વ્યતિકરણ(interference)ના સિદ્ધાંતને આધારે ઉદ્ભવતાં એકકેન્દ્રીય (concentric) વલયો. ચોમાસામાં ડામરની ભીની સડક ઉપર મોટરનું તેલ પથરાયેલું હોય ત્યારે ત્યાં સૂર્યપ્રકાશને કારણે ઉદ્ભવતાં એક-કેન્દ્રીય રંગીન વલયો જોવા મળે છે. કોઈ બિંદુ આગળ પ્રકાશના બે (કે તેથી વધુ) તરંગોનો એકબીજા પર સંપાત થતાં, નીપજતી સંગઠિત અસરને વ્યતિકરણ…
વધુ વાંચો >ન્યૂનતમ ગતિના નિયમો
ન્યૂનતમ ગતિના નિયમો : આઇઝેક ન્યૂટન (1642-1727) નામના વૈજ્ઞાનિકે પદાર્થકણની ગતિ, તેનાં કારણો અને તેની અસરોનો અભ્યાસ કરીને તારવેલા ત્રણ સ્વયંસિદ્ધ (empirical) નિયમો. આ નિયમો યંત્રશાસ્ત્રના પાયાના સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. તેમની સૈદ્ધાંતિક સાબિતી સીધી રીતે મળતી નથી, પરંતુ પ્રશિષ્ટ તંત્રમાં પ્રાયોગિક પરિણામો પરથી તેમની યથાર્થતા સાબિત થાય છે. પહેલો…
વધુ વાંચો >પાશ્ચન-બેક અસર
પાશ્ચન-બેક અસર : ઇલેક્ટ્રૉનના કોણીય અને પ્રચક્રણ વડે વેગમાનના સદિશોની પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, ચુંબકીય ક્ષેત્રની દિશાને અનુલક્ષીને શક્ય એવી જુદી જુદી દિશાઓ ધારણ કરવાની ઘટના. પાશ્ચન અને બેક નામના વૈજ્ઞાનિકોએ 1912માં પ્રાયોગિક રીતે દર્શાવ્યું કે નબળા ચુંબકીય ક્ષેત્રમાં ઝીમન વર્ણપટની ગમે તે બહુમુખી ભાત (multiplet pattern) હોય, પરંતુ ચુંબકીય…
વધુ વાંચો >પ્રકાશનો વેગ (velocity of light)
પ્રકાશનો વેગ (velocity of light) : પ્રકાશ એ વીજચુંબકીય તરંગો છે. આવા વીજચુંબકીય તરંગો હવા અને શૂન્યાવકાશમાંથી કોઈ ચોક્કસ વેગથી ત્વરિત ગતિ કરે છે. પ્રકાશનું પ્રસરણ અત્યંત મોટા વેગથી થતું હોવાથી તેનું ચોકસાઈપૂર્વકનું માપન અત્યંત જરૂરી છે. વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે કોઈ અણુના નાભિ દ્વારા ઉત્સર્જિત ઊર્જાને ε = mc2…
વધુ વાંચો >પ્રકાશ-વિઘટન (photo-disintegration)
પ્રકાશ-વિઘટન (photo-disintegration) : શક્તિશાળી γ–કિરણો (ફોટૉન) વડે લક્ષ્યતત્વ (target) ઉપર પ્રતાડન કરતાં, લક્ષ્યતત્વની નાભિ(nucleus)ના વિઘટનની થતી પ્રક્રિયા. આ પ્રક્રિયા પ્રકાશવિદ્યુત-અસર સાથે સામ્ય ધરાવતી હોવાથી તેને પ્રકાશ-નાભિ-અસર (photonuclear effect) તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકાશ વિઘટનની ઘટનામાં મોટેભાગે ન્યુટ્રૉન ઉત્સર્જન પામતા હોય છે. જો જનિત તત્વની નાભિ અસ્થાયી હોય તો તે…
વધુ વાંચો >પ્રકાશ-વિદ્યુત-અસર (photoelectric effect)
પ્રકાશ-વિદ્યુત-અસર (photoelectric effect) સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર ઊંચી આવૃત્તિ(અર્થાત્ નાની તરંગલંબાઈ)વાળા પ્રકાશને આપાત કરતાં ધાતુની સપાટીમાંથી થતું ઇલેક્ટ્રૉનનું ઉત્સર્જન. આ ઘટનાનું પરીક્ષણ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ઈ.સ. 1887માં કર્યું હતું. ઈ. સ. 1888માં હોલવાસે જસત (ઝિંક) ધાતુની ત્રણ તકતી લઈ, એક તકતી વિદ્યુતભારરહિત (તટસ્થ), બીજી તકતી ધનવિદ્યુતભારિત અને ત્રીજી તકતી…
વધુ વાંચો >ફૅરડે અસર
ફૅરડે અસર : કાચ જેવા સમદિગ્ધર્મી (isotropic) માધ્યમને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકી તેમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ(plane polarized light)ને કિરણક્ષેત્રની દિશામાં પસાર કરવામાં આવે ત્યારે થતી કિરણના ધ્રુવીભવન-તલના પરિભ્રમણની ઘટના. આ ઘટનાને ફૅરડે અસર (faraday effect) કહે છે. માઇકલ ફૅરડેએ ઈ. સ. 1845માં પ્રાયોગિક રીતે આ ઘટના પુરવાર કરી હતી. ચુંબકીય…
વધુ વાંચો >ફૅરડેનો વિદ્યુત-પ્રેરણનો નિયમ
ફૅરડેનો વિદ્યુત-પ્રેરણનો નિયમ : વાહક ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રના ફ્લક્સ(બળરેખાઓની સંખ્યા)માં ફેરફાર થાય ત્યારે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતચાલકબળ પેદા થવાની અને પરિણામે ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થવાની ઘટના. આ ઘટનાને વિદ્યુતચુંબકીય પ્રેરણ કહે છે. ફૅરડેએ ઈ. સ. 1820થી 1831 દરમિયાન સંખ્યાબંધ પ્રયોગો કરી વિદ્યુત-પ્રેરણની ઘટના શોધી, જેનાથી ઔદ્યોગિક વિકાસનો પાયો નંખાયો.…
વધુ વાંચો >બળો અને બળમાપન
બળો અને બળમાપન : ભૌતિકશાસ્ત્રની બધી જ શાખાઓમાં બળનો ખ્યાલ અને તેનું માપન. આપણો સામાન્ય અનુભવ છે કે કોઈ પદાર્થને ચોક્કસ દિશામાં ધકેલવા (push) કે ખેંચવા (pull) તેના પર બળ લગાડવું પડે છે. સર આઇઝેક ન્યૂટને પદાર્થકણની ગતિ અને તેનાં કારણોનો અભ્યાસ કરી સૌપ્રથમ બળનો ખ્યાલ રજૂ કર્યો. ન્યૂટને પદાર્થકણની…
વધુ વાંચો >