વ્રિજવિહારી દીનાનાથ દવે
ઑલિગોક્લેઝ
ઑલિગોક્લેઝ : પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર વર્ગનું એક ખનિજ. રા. બં. mNaAlSi3O8 સાથે nCaAl2Si2O8. Ab90 – An10 – Ab70 An30; સ્ફ. વ. ટ્રાઇક્લિનિક; સ્વ. – ‘b’ અક્ષ ઉપર ચપટા બનેલા મેજઆકાર સ્ફટિક (જોકે અસામાન્ય) કે દળદાર, યુગ્મતા આલ્બાઇટ પ્રમાણે; રં. – રંગવિહીન, સફેદ, રાખોડી, કથ્થાઈ, રાતો, લીલો; સં. – બેઝલ પિનેકોઇડને સમાંતર;…
વધુ વાંચો >ઓલિવિન
ઓલિવિન (પેરિડોટ, ક્રાયસોલાઇટ) : ઓલિવિન વર્ગનું ખનિજ. રા. બં. : મૅગ્નેશ્યમ સમૃદ્ધ હોય તો ફૉર્સ્ટીરાઇટ અને લોહસમૃદ્ધિ હોય તો ફાયલાઇટ. સ્ફ. વ. – ઑર્થોરહૉમ્બિક; સ્વ. – દાણાદાર, દળદાર કે ડોમ અને પિરામિડથી બંધાયેલા સ્ફટિક; રં. – ઝાંખો લીલો, ઓલિવ-લીલો, રાખોડી-લીલો, કથ્થાઈ, ભાગ્યે જ પીળો, ફોર્સ્ટીરાઇટ સફેદ કે પીળો, ફાયલાઇટ કથ્થાઈ…
વધુ વાંચો >કણરચના
કણરચના (textures) : વિવિધ પ્રકારના ખડકોમાં જોવા મળતી ઘટકોની પરસ્પર ગોઠવણી અથવા ખનિજસ્ફટિકો અને સૂક્ષ્મ દાણાદાર ખનિજદ્રવ્ય કે કાચદ્રવ્યની ગોઠવણી. પૃથ્વીના બંધારણમાં રહેલા ખડકોમાં ખનિજો કે ખડક-ટુકડા જેવા ઘટકોની પરસ્પર ભૌમિતિક ગોઠવણી અથવા ખનિજકણો વચ્ચે ગોઠવણીનો આંતરસંબંધ જોવા મળે છે. જુદા જુદા ખડકોમાં જુદી જુદી કણરચના હોઈ શકે છે, જેના…
વધુ વાંચો >કણસહજાત ખનિજો
કણસહજાત ખનિજો (authigenic minerals) : જળકૃત ખડકોની રચના દરમિયાન ઘનિષ્ઠ થતા જતા ઘટક કણોની પારસ્પરિક પ્રક્રિયા દ્વારા બનતા નવા ખનિજો. જળકૃત ખડકોના અભ્યાસમાં તેમના બંધારણમાં રહેલાં ખનિજોની ઉત્પત્તિ અને તેનાં લક્ષણો આર્થિક, સ્તરવિદ્યાત્મક તેમજ પ્રાચીન ભૌગોલિક પર્યાવરણના સંદર્ભમાં મહત્વનાં બની રહે છે. જળકૃત ખડકોના બંધારણમાં રહેલા ખનિજોને બે વર્ગોમાં વિભાજિત…
વધુ વાંચો >કયાલ
કયાલ : નાનાં ખાડીસરોવરો. ભારતનો પશ્ચિમ દરિયાકિનારો પ્રમાણમાં એકધારો વ્યવસ્થિત છે અને તેમાં થોડીક જ ગણીગાંઠી ખાડીઓ, ખાંચાખૂંચી અને ભૂશિર જોવા મળે છે. ફક્ત મલબાર કિનારા પર જ નાનાંમોટાં અસંખ્ય સરોવરો અને ખાડીસરોવરો નજરે પડે છે, જે આ કિનારાનું નોંધપાત્ર લક્ષણ બની રહે છે. અહીં કિનારાને સમાંતર, ખાસ કરીને કેરળને…
વધુ વાંચો >કંકણાકાર પ્રવાલદ્વીપ
કંકણાકાર પ્રવાલદ્વીપ (atolls) : પ્રવાલખડકોથી રચાયેલું કંકણાકાર માળખું. જીવંત પરવાળાંના માળખામાંથી ઉદભવતી આ એક રચના છે. તેના કેન્દ્રીય ભાગમાં ખાડીસરોવર (lagoon) આવેલું હોય છે અને આજુબાજુ ગોળાકાર, લંબગોળાકાર કે નાળાકાર સ્વરૂપે પ્રવાલખડકો ગોઠવાયેલા હોય છે. કંકણાકાર પ્રવાલદ્વીપની ઉત્પત્તિ એક વિવાદાસ્પદ બાબત રહી છે. ડાર્વિનના મંતવ્ય મુજબ આ પ્રવાલદ્વીપની રચનામાં વચ્ચે…
વધુ વાંચો >કાયનાઇટ
કાયનાઇટ : રા. બં. – Al2O3.SiO2; સ્ફ. વ. – ટ્રાયક્લિનિક; સ્વ. – ચપટા, લાંબા પાનાકાર સ્ફટિક, વિકેન્દ્રિત તંતુમય કે દળદાર; રં. – સામાન્યત: વાદળી, ક્યારેક સફેદ રાખોડી, લીલો, પીળો કે લગભગ કાળો; સં. – પિનેકોઇડને સમાંતર; ચ. – સંભેદ સપાટી પર મૌક્તિક, કાચમય; ચૂ. – સફેદ; ક. – જુદી જુદી…
વધુ વાંચો >કાર્નેલિયન
કાર્નેલિયન : સૂક્ષ્મ સ્ફટિકમય ક્વાર્ટ્ઝનો પ્રકાર. આ ખનિજ રાતા કે પીળાશ પડતા રાતા રંગનો પારભાસકથી અર્ધપારદર્શક કેલ્સિડોની સિલિકાનો પ્રકાર છે. તે લાલથી કેસરી લાલ રંગમાં મળે છે. અર્ધકીમતી ખનિજ તરીકે ઝવેરાતમાં તેનો ઉપયોગ થાય છે. આ ખનિજ જ્વાળામુખી ખડકોનાં કોટરોમાં તેમજ કૉંગ્લોમરેટ ખડકમાં ગોળાશ્મ સ્વરૂપે જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના…
વધુ વાંચો >કાર્નોટાઇટ
કાર્નોટાઇટ : રા. બં. – K2(UO2)2(VO4)2 1-3H2O; સ્ફ. વ. – મૉનોક્લિનિક; સ્વ. – ર્હોમ્બોઇડલ કે ડાયમંડ આકારના ‘b’ અક્ષ પર લંબાયેલા ચપટા સૂક્ષ્મ સ્ફટિકો વેરવિખેર જથ્થામાં, આવરણ સ્વરૂપે, ચૂર્ણ સ્વરૂપે અથવા સૂક્ષ્મ સ્ફટિકમય સમૂહ તરીકે; રં. – સોનેરી કે ખુલ્લો લાલાશ પડતો પીળો; સં. – (001) સ્વરૂપને સમાંતર સુવિકસિત, અબરખની…
વધુ વાંચો >કાર્બન-14 કાળગણના
કાર્બન-14 કાળગણના : પૃથ્વીના વયનિર્ધારણ માટેની પદ્ધતિ. તેમાં ભૂસ્તરીય, ભૌતિકશાસ્ત્રીય, ખગોલીય તેમજ કિરણોત્સારી જેવી જુદી જુદી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવેલી છે, પરંતુ ટૂંકી ભૂસ્તરીય કાળગણના માટે કાર્બન-14 (14C) પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિ પુરાતત્વીય તેમજ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વના ગણાતા નમૂનાના વય-નિર્ધારણ માટે અખત્યાર કરવામાં આવે છે. કાર્બન-14 એ કિરણોત્સારી…
વધુ વાંચો >