રાજ્યશાસ્ત્ર

દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ

દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ (જ. 18 સપ્ટેમ્બર 1909, સૂરત; અ. 8 ઑક્ટોબર 1998, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, ગાંધીવાદી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક. કુટુંબનો પરંપરાગત વ્યવસાય હાથીદાંતની વસ્તુઓ વેચવાનો હોવાથી કુટુંબની અટક દાંતવાલા પડી. પિતા મહારાષ્ટ્રના ધુળે ખાતે એક જિનિંગ અને પ્રેસિંગ ફૅક્ટરીના મૅનેજર. તેથી મૅટ્રિક સુધીનું તેમનું શિક્ષણ તે…

વધુ વાંચો >

દાંતોં, ઝોર્ઝ ઝાક

દાંતોં, ઝોર્ઝ ઝાક (જ. 21 ઑક્ટોબર 1759, આર્સી સ્યુર ઓબ; અ. 5 એપ્રિલ 1794) : ફ્રાન્સની ક્રાંતિના અગ્રણી નેતા અને પ્રતિભાશાળી વક્તા. તેમણે 1784માં કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને કાનૂની વ્યવસાય માટે પૅરિસ આવ્યા. 1789માં દાંતોં એસ્ટેટ્સ-જનરલમાં ચૂંટાયા. પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સશક્ત નેતૃત્વ અને વાક્છટાને લીધે થોડા સમયમાં તે પૅરિસની ક્રાંતિકારી…

વધુ વાંચો >

દુઆર્તે, જોઝ નેપોલિયાં

દુઆર્તે, જોઝ નેપોલિયાં (જ. 23 નવેમ્બર 1925, અલ સાલ્વાડૉર; અ. 23 ફેબ્રુઆરી 1990, અલ સાલ્વાડૉર) : [Duarte (Fuentes) Jose’ Napole’on]. અલ સાલ્વાડૉરના પ્રમુખ 1946માં નોત્રદામ યુનિવર્સિટી(ઇન્ડિયાના)ના સ્નાતક. 1960 સુધી બિનસરકારી હોદ્દાઓ પર કામ કર્યું. અલ સાલ્વાડૉરમાં ક્રિશ્ચિયન ડેમૉક્રેટિક પક્ષની સ્થાપનામાં મદદ કરી. 1964–70 સુધી સાન સાલ્વાડૉરના મેયર તરીકે સેવાઓ આપી.…

વધુ વાંચો >

દુબચેક, ઍલેક્ઝાન્ડર

દુબચેક, ઍલેક્ઝાન્ડર [જ. 27 નવેમ્બર 1921, ચૅકોસ્લોવૅકિયા (હાલનું સ્લોવાકિયા); અ. 7 નવેમ્બર 1992, પ્રાગ (હાલનું ચૅક રિપબ્લિક)] : ચૅકોસ્લોવૅકિયાના રાજપુરુષ તથા ચૅકોસ્લોવૅકિયાના સામ્યવાદી પક્ષના પ્રથમ મંત્રી (5 જાન્યુઆરી, 1968થી 17 એપ્રિલ, 1969). ચૅકોસ્લોવૅકિયાને આર્થિક-રાજકીય સુધારાઓ અને ઉદારીકરણના માર્ગે અગ્રેસર કરનાર આ મુત્સદ્દીએ પ્રાથમિક શિક્ષણ સોવિયેત મધ્ય એશિયાના કિરગીઝિયા ખાતે લીધું…

વધુ વાંચો >

દૂત

દૂત : જુઓ, એલચી.

વધુ વાંચો >

દેવગૌડા, હારડાનાહલ્લી

દેવગૌડા, હારડાનાહલ્લી (જ. 18 મે 1933, હારડાનાહલ્લી, કર્ણાટક) : ભારતના ભૂતપૂર્વ (1996–97) વડાપ્રધાન, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળના નેતા. પિતા દોદેગૌડા તથા માતા દયાવમ્મા સામાન્ય ખેડૂત પરિવારનાં હતાં. નબળી આર્થિક સ્થિતિને લીધે દેવગૌડાને બપોર સુધીનો સમય ખેતીકામમાં ગાળવો પડતો અને ત્યારપછીના સમય દરમિયાન તેઓ લક્ષમ્મા વેંકટસ્વામી પૉલિટેકનિકમાં અભ્યાસ કરતા.…

વધુ વાંચો >

દેવરસ, બાળાસાહેબ

દેવરસ, બાળાસાહેબ (જ. 5 નવેમ્બર 1915, નાગપુર; અ. 17 જૂન 1996, પુણે) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક. પૂરું નામ મધુકર દત્તાત્રેય દેવરસ. તેમનું કુટુંબ આંધ્રપ્રદેશથી આવી મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના કારંજ ગામે વસેલું. સંસ્કૃત અને તત્વજ્ઞાન સાથે 1935માં બી.એ. થયા બાદ 1937માં એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. કિશોર વયે તેમને…

વધુ વાંચો >

દેશપાંડે, પાંડુરંગ ગણેશ

દેશપાંડે, પાંડુરંગ ગણેશ (જ. 19 ડિસેમ્બર 1900, નારાયણગામ, જિ. પુણે; અ. 15 જૂન 2002, પણજી, ગોવા) : સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી લેખક. પિતાનું નામ ગણેશરાવ તથા માતા સરસ્વતીબાઈ. પાંડુરંગના શિક્ષણની શરૂઆત પરંપરિત રીતે થઈ. વડદાદા રામચંદ્ર માધવ દેશપાંડે પાસેથી શિક્ષણના પ્રારંભિક પાઠ શીખ્યા. પાંડુરંગે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના ચિંચોડી અને વડગામમાં મેળવ્યું.…

વધુ વાંચો >

દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ

દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ (જ. 18 જુલાઈ 1903, વાલોડ, સૂરત જિલ્લો; અ. 19 જાન્યુઆરી 1979, સૂરત) : લેખક, પીઢ પત્રકાર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા વ્યારામાં તલાટી હોવાથી ત્યાં રહ્યા. પિતાનું અવસાન થતાં તેમણે ધરમપુર, મુંબઈ અને સૂરતમાં રહીને મૅટ્રિક સુધી અભ્યાસ કર્યો. 1921માં અસહકારની લડતમાં ભાગ લેવા  સૂરતની મિશન હાઈસ્કૂલમાંથી અભ્યાસ…

વધુ વાંચો >

દેસાઈ, કાનજીભાઈ

દેસાઈ, કાનજીભાઈ (જ. 1886, સૂરત; અ. 6 ડિસેમ્બર 1961, સૂરત) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. તેમનું નામ ક્ધૌયાલાલ નાનાભાઈ દેસાઈ હતું. એમના પૂર્વજો ઓલપાડના જાગીરદાર હતા. એમના દાદા રતિલાલ સૂરતમાં રહેતા હતા. કાનજીભાઈ 1901માં મૅટ્રિક પાસ થયા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. ત્યાં પ્રીવિયસની પરીક્ષા પસાર કર્યા પછી પિતાની માંદગીને…

વધુ વાંચો >