રસાયણશાસ્ત્ર

ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી

ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી (crystal field theory – CFT) : સંકીર્ણ સંયોજનોમાં રાસાયણિક આબંધન (bonding) માટેનો મુખ્યત્વે આયનિક અભિગમ, જે જૂના સ્થિરવૈદ્યુતિક (electrostatic) સિદ્ધાન્તને પુનર્જીવિત (revitalize) કરે છે. તેની મદદથી સંક્રાંતિક ધાતુ-આયનોનાં સંયોજનોનાં શોષણ-વર્ણપટો અને ચુંબકીય ગુણધર્મો સમજાવી શકાય છે તેમજ વિવિધ લિગેન્ડો (સંલગ્નીઓ, Ligands) સાથે જુદી જુદી ધાતુઓનાં સંકીર્ણોની સ્થિરતા,…

વધુ વાંચો >

ક્રિસ્ટલ સિસ્ટમ

ક્રિસ્ટલ સિસ્ટમ : અવકાશ-જાળી (space lattice) (સ્ફટિકમાં પરમાણુઓની ત્રિપરિમાણી ગોઠવણી) દ્વારા નક્કી કરાતું સ્ફટિકનું સ્વરૂપ. સમમિતિ તત્વો(elements of symmetry)નું સહયોજન (combination) એ પ્રત્યેક સ્ફટિક પ્રણાલીની લાક્ષણિકતા હોય છે. સ્ફટિકની બાજુઓ અથવા ફલકો (faces) અને સ્ફટિકમાંનાં સમતલો(planes)ને ત્રણ વિષમતલીય (noncoplanar) અક્ષોની શ્રેણી વડે ઓળખાવી શકાય. આકૃતિ 1માં a, b અને c…

વધુ વાંચો >

ક્રિસ્ટલોગ્રાફી

ક્રિસ્ટલોગ્રાફી સ્ફટિકોના બાહ્ય તેમજ આંતરિક ગુણધર્મો, સ્ફટિક- અવસ્થાની રચના, એમાં અણુ-પરમાણુ વચ્ચેનાં બંધનો, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ. ગ્રીક શબ્દ ‘krystallos’ (વિશુદ્ધ બરફ) પરથી ‘ક્રિસ્ટલ’ (સ્ફટિક) શબ્દ આવ્યો છે. તેનો સૌપ્રથમ ઉપયોગ સ્વિસ આલ્પ્સમાંથી મળેલા ક્વાર્ટ્ઝ સ્ફટિક માટે કરવામાં આવેલો, કારણ કે પહેલાં એમ માનવામાં આવતું કે કવાર્ટ્ઝ સ્ફટિક…

વધુ વાંચો >

ક્રિસ્ટોબેલાઇટ

ક્રિસ્ટોબેલાઇટ : સિલિકાવર્ગની ખનિજનો સ્ફટિકમય પ્રકાર. રા. બં. : SiO2 (ક્વાર્ટ્ઝ, ટ્રિડીમાઇટ, કોએસાઇટ-સ્ટિશોવાઇટ સાથે બહુરૂપતાના ગુણથી સંબંધિત); સ્ફ.વ. : ક્યૂબિક, ટેટ્રાગોનલ ઊંચા તાપમાને ઉદભવતા ક્રિસ્ટોબેલાઇટ તરીકે ઓળખાતો પ્રકાર સાવર્તિક (isotropic) હોઈ ક્યૂબિક છે, જે 275°થી 220° સે. તાપમાન ગાળામાં ટેટ્રાગોનલ α-ક્રિસ્ટોબેલાઇટમાં પરિવર્તિત થાય છે. સ્વ. – 4.00 મિમી.થી નાના ઑક્ટાહેડ્રા,…

વધુ વાંચો >

ક્રુટ્ઝન, પૉલ

ક્રુટ્ઝન, પૉલ (જ. 3 ડિસેમ્બર 1933, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ; અ. 28 જાન્યુઆરી 2021, મેઇન્ઝ, જર્મની) : સમતાપમંડલીય (sratospheric) ઓઝોનના વિઘટન માટે નાઇટ્રોજન ઑક્સાઇડ સંયોજનો જવાબદાર હોવાનું નિદર્શન કરનાર અને 1995ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા ડચ રસાયણવિદ ક્રુટ્ઝને 1954માં ઍમ્સ્ટરડૅમમાંથી સિવિલ ઇજનેરીનો અભ્યાસ પૂરો કરી 1968માં મોસમવિજ્ઞાનમાં (meteorology) પીએચ.ડી. પદવી…

વધુ વાંચો >

ક્રૂક્સ, વિલિયમ (સર)

ક્રૂક્સ, વિલિયમ (સર) (જ. 17 જૂન 1832; લંડન, ઇંગ્લૅન્ડ; અ. 4 એપ્રિલ 1919, લંડન, ઇંગ્લૅન્ડ) : ઓગણીસમી સદીના અંતભાગમાં ભૌતિકશાસ્ત્ર તેમજ રસાયણશાસ્ત્રમાં શોધાયેલાં અનેક નવાં ક્ષેત્રોમાં પ્રદાન કરનાર અંગ્રેજ પ્રાયોગિક વિજ્ઞાની (experimentalist). 1950માં ફોટોગ્રાફીની પ્રક્રિયામાં તેમણે કરેલું અન્વેષણ વર્ણપટવિદ્યા-(spectroscopy)ની નવી શાખાના તેમના કાર્ય માટે પ્રેરક બન્યું હતું. તેની તકનીકનો ઉપયોગ…

વધુ વાંચો >

ક્રેગ સી. મેલો

ક્રેગ સી. મેલો (જ. 18 ઑક્ટોબર 1960, ન્યૂ હેવન) : 2006ના નોબેલ પુરસ્કારના સહવિજેતા જૈવરસાયણવિજ્ઞાની. તેમણે બ્રાઉન યુનિવર્સિટી, પ્રોવિડન્સ, આર.આઇ.માંથી જૈવરસાયણમાં બી.એસ.ની પદવી 1981માં અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કોષીય અને વિકાસાત્મક (developmental) જીવવિજ્ઞાનમાં પીએચ.ડી.ની પદવી 1990માં પ્રાપ્ત કરી. ડૉક્ટરેટ પદવી મેળવ્યા પછી ફ્રેડ હચિન્સન કૅન્સર રિસર્ચ સેન્ટર, સિયેટલમાં ફેલો તરીકે તેમણે…

વધુ વાંચો >

ક્રૅમ, ડોનાલ્ડ જેમ્સ

ક્રૅમ, ડોનાલ્ડ જેમ્સ (જ. 22 એપ્રિલ 1919, ચેસ્ટર, યુ.એસ; અ. 17 જૂન 2001, પાસ ડેઝર્ટ, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને સજીવ સૃષ્ટિમાં જોવા મળતા અણુઓ માટે વિશિષ્ટ એવી રાસાયણિક અને જૈવિક વર્તણૂકનું અનુસરણ કરી શકે તેવા અણુઓનું પ્રયોગશાળામાં સર્જન કરવા બદલ 1987ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ક્રૅમે 1941માં…

વધુ વાંચો >

ક્રેસૉલ

ક્રેસૉલ : હાઇડ્રૉક્સિટૉલ્યુઇન અથવા ક્રૅસિલિક ઍસિડ. સૂત્ર C7H8O. તે ફીનૉલનાં મિથાઇલ વ્યુત્પન્ન છે. સામાન્ય રીતે તે રંગવિહીન પ્રવાહી અથવા સ્ફટિક-સ્વરૂપમાં મળે છે. હવા અને પ્રકાશની હાજરીમાં તે લાલાશ પડતો રંગ ધારણ કરે છે. તે બાષ્પનિસ્યંદિત (steam-volatile) હોય છે. જસત વડે અપચયન કરતાં તે ટૉલ્યુઇનમાં રૂપાંતર પામે છે. તેના ત્રણ સમાવયવોના…

વધુ વાંચો >

ક્રોટો, હેરોલ્ડ વૉલ્ટર (સર)

ક્રોટો, હેરોલ્ડ વૉલ્ટર (સર) (જ. 7 ઑક્ટોબર 1939, વિઝબેક, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 30 એપ્રિલ 2016, ઇસ્ટ સસેક્સ, ઇંગ્લૅન્ડ) : કાર્બનના નવા અપરરૂપ (allotrope) એવાં ફુલેરીનના શોધક અને 1996ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ક્રોટોએ 1964માં યુનિવર્સિટી ઑવ્ શેફિલ્ડ (યુ.કે.)માંથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી હતી. 1967માં તેઓ યુનિવર્સિટી ઑવ્ સસેક્સની ફૅકલ્ટીમાં…

વધુ વાંચો >