રસાયણશાસ્ત્ર
હાઇડ્રાઇડ (hydride)
હાઇડ્રાઇડ (hydride) : હાઇડ્રોજનનાં ધાતુ અથવા ઉપધાતુ (meta-lloid) તત્વો સાથેનાં દ્વિઅંગી (binary) સંયોજનો. તત્વ કયા પ્રકારનો હાઇડ્રાઇડ બનાવશે તે તેની વિદ્યુતઋણતા (electro-negativity) ઉપર આધાર રાખે છે. હાઇડ્રાઇડ સંયોજનોને નીચેના વર્ગોમાં વહેંચી શકાય : (1) આયનિક (ionic) અથવા ક્ષાર જેવા (salt-like) હાઇડ્રાઇડ, (2) સહસંયોજક (covalent) અથવા આણ્વિક (molecular) હાઇડ્રાઇડ, (3) ધાત્વીય…
વધુ વાંચો >હાઇડ્રેટ (hydrate)
હાઇડ્રેટ (hydrate) : એવું ઘન સંયોજન કે જેમાં પાણી H2O અણુઓ રૂપે જોડાયેલું હોય છે. ઘણા સ્ફટિકીય ક્ષારો સંયોજનના એક મોલ-દીઠ પાણીના 1, 2, 3 અથવા વધુ મોલ ધરાવતા હાઇડ્રેટ બનાવે છે; દા. ત., નિર્જળ કૉપર સલ્ફેટ એ CuSO4 સૂત્ર ધરાવતો સફેદ ઘન પદાર્થ છે. પાણીમાંથી તેનું સ્ફટિકીકરણ કરતાં તે…
વધુ વાંચો >હાઇડ્રોકાર્બનો (hydrocarbons)
હાઇડ્રોકાર્બનો (hydrocarbons) : માત્ર કાર્બન અને હાઇડ્રોજન તત્ત્વો ધરાવતાં રાસાયણિક સંયોજનો. જે હાઇડ્રોકાર્બનોનાં કાર્બન પરમાણુઓ સળંગ [અખંડ, અવિચ્છિન્ન (continuous)] કે અશાખાન્વિત (nonbranched) ક્રમમાં જોડાયેલાં હોય તેમને સામાન્ય (normal) હાઇડ્રોકાર્બનો કહે છે. તેમને રેખીય અથવા સરળ શૃંખલાવાળાં હાઇડ્રોકાર્બન પણ કહે છે. કુદરતી વાયુમાં વધુ પ્રમાણમાં મળી આવતો મિથેન (CH4) તથા થોડા…
વધુ વાંચો >હાઇડ્રૉક્લોરિક ઍસિડ
હાઇડ્રૉક્લોરિક ઍસિડ : જુઓ હાઇડ્રોજન ક્લોરાઇડ.
વધુ વાંચો >હાઇડ્રૉક્સાઇડ (hydroxide)
હાઇડ્રૉક્સાઇડ (hydroxide) : એક અથવા વધુ હાઇડ્રૉક્સાઇડ (OH–) સમૂહ ધરાવતું રાસાયણિક સંયોજન. હાઇડ્રૉક્સાઇડ સમૂહમાં ઑક્સિજન અને હાઇડ્રોજન દરેકનો એક એક પરમાણુ પરસ્પર સહસંયોજક (covalent) બંધ વડે આબંધિત (bonded) હોય છે અને તે ઋણાયન (ઋણ વીજભારિત આયન, enion) તરીકે વર્તે છે. હાઇડ્રૉક્સાઇડ સંયોજનમાં ધનાયન (ધનવીજભારિત આયન, cation) સામાન્ય રીતે ધાતુનો (દા.…
વધુ વાંચો >હાઇડ્રોજન (hydrogen)
હાઇડ્રોજન (hydrogen) : આવર્તક કોષ્ટકમાંના 1લા (અગાઉના IA) સમૂહમાં આવેલું પ્રથમ તત્વ. સંજ્ઞા H. બ્રહ્માંડમાં તે સૌથી વધુ વિપુલતા ધરાવતું અને હલકામાં હલકું રાસાયણિક તત્વ છે. પૃથ્વીની સપાટી ઉપર આવેલાં તત્વોનાં પરમાણુઓની સંખ્યાની દૃષ્ટિએ તેની વિપુલતા ઑક્સિજન અને સિલિકન પછી આવે છે. તેના સંગલન(fusion)થી ઉદભવતી ઉષ્માનાભિકીય (thermonuclear) ઊર્જા એ સૂર્ય…
વધુ વાંચો >હાઇડ્રોજન આયન (hydrogen ion)
હાઇડ્રોજન આયન (hydrogen ion) : પાણીના અણુઓ સાથે સંયોજિત હાઇડ્રોજન નાભિક (nucleus) અથવા પ્રોટૉન. આમ તો હાઇડ્રોજન કેટાયન (cation) એ હાઇડ્રોજન પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રૉન ગુમાવી દે ત્યારે ઉદભવતો ખુલ્લો (bare) પ્રોટૉન છે જે અજોડ (unique) ગુણધર્મો ધરાવે છે; જેમ કે, પાણી (H2O) માટે તેને એટલું પ્રબળ આકર્ષણ હોય છે…
વધુ વાંચો >હાઇડ્રોજન-ક્લોરાઇડ (hydrogen chloride) અથવા હાઇડ્રોક્લોરિક ઍસિડ
હાઇડ્રોજન-ક્લોરાઇડ (hydrogen chloride) અથવા હાઇડ્રોક્લોરિક ઍસિડ : હાઇડ્રોજન અને ક્લોરિનનું સંયોજન. સૂત્ર HCl. તેનું જલીય દ્રાવણ હાઇડ્રોક્લોરિક ઍસિડ તરીકે ઓળખાય છે. 1648માં ગ્લોબરે સામાન્ય મીઠું અને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણને ગરમ કરીને તે મેળવ્યો હતો. પ્રીસ્ટલીએ તેનું નામ ખનિજ ઍસિડ રાખ્યું, જ્યારે લેવોઇઝિયરે તેને મ્યુરિયેટિક (muriatic) ઍસિડ તરીકે ઓળખાવ્યો હતો.…
વધુ વાંચો >હાઇડ્રોજન પેરૉક્સાઇડ (hydrogen peroxide)
હાઇડ્રોજન પેરૉક્સાઇડ (hydrogen peroxide) : હાઇડ્રોજન અને ઑક્સિજન તત્વોનું બનેલું દ્વિઅંગી સંયોજન. અણુસૂત્ર H2O2. સંરચનાકીય સૂત્ર H–O–O–H. કુદરતમાં ઘણું કરીને તે અલ્પ પ્રમાણમાં વરસાદી તથા કુદરતી બરફમાં મળી આવે છે. આંતરતારાકીય (interstellar) અવકાશમાં તે પારખી શકાયું નથી. 1818માં ફ્રેંચ રસાયણજ્ઞ લૂઇ-જેક્સ થેનાર્ડે તેની શોધ કરેલી અને તેને eau oxygenee નામ…
વધુ વાંચો >હાઇડ્રોજન બંધ
હાઇડ્રોજન બંધ : જુઓ રાસાયણિક બંધ.
વધુ વાંચો >