રમેશ શાહ

શાહી પસંદગી (imperial preference)

શાહી પસંદગી (imperial preference) : ઓગણીસમી સદીનાં અંતિમ વર્ષોથી શરૂ કરીને વીસમી સદીના પ્રથમ ચાર દસકા દરમિયાન ઇંગ્લૅન્ડના સામ્રાજ્યના દેશોએ સામ્રાજ્યના વેપારને વિસ્તારવા માટે અપનાવેલી વેપારનીતિ. બ્રિટિશ સામ્રાજ્યના દેશો વચ્ચેના વેપારને વિસ્તારવાની અને સુદૃઢ કરવાની દિશામાં 1897થી પગલાં ભરવાની શરૂઆત થયેલી. એ વર્ષે કૅનેડાએ ઇંગ્લૅન્ડથી થતી આયાતો પરની જકાતમાં ઘટાડો…

વધુ વાંચો >

શિકાગો સ્કૂલ (Chicago School)

શિકાગો સ્કૂલ (Chicago School) : પ્રજાના આર્થિક વ્યવહારોમાં રાજ્યની દરમિયાનગીરીનો વિરોધ કરતી અર્થશાસ્ત્રની એક વિચારધારા. તેના પાયામાં અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના કેટલાક અર્થશાસ્ત્રીઓ છે. 1930 પછીના દસકામાં શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર-વિભાગે અર્થશાસ્ત્રના ક્ષેત્રે આગળ પડતું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેનું બૌદ્ધિક નેતૃત્વ લગભગ 1950 સુધી ફ્રાન્ક એચ. નાઇટ તથા હેનરી…

વધુ વાંચો >

સહકાર (આર્થિક ક્ષેત્રે)

સહકાર (આર્થિક ક્ષેત્રે) : સ્વહિત માટે લોકો દ્વારા રચવામાં આવતા વેપારી સંગઠનનું એક સ્વરૂપ. સહકારી સંગઠન, વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી, સંયુક્ત મૂડી, કંપની કે રાજ્યસંચાલિત વેપારી-ઔદ્યોગિક સાહસો જેવું જ એક ધંધાદારી સાહસ છે. જોકે તેનાં ઉદ્દેશો અને કાર્યપદ્ધતિની બાબતમાં તે અન્ય ધંધાદારી સંગઠનોથી જુદું પડે છે. ઇંગ્લૅન્ડમાં 1844માં સ્થપાયેલા અને…

વધુ વાંચો >

સીમાવર્તી પૃથક્કરણ (marginal analysis)

સીમાવર્તી પૃથક્કરણ (marginal analysis) : વસ્તુની કિંમત અને તેના ઉત્પાદિત જથ્થા અંગે સમજૂતી આપવા માટે 19મી સદીના નવ્ય-પ્રશિષ્ટ (neo-classical) તરીકે ઓળખાતા અર્થશાસ્ત્રીઓ દ્વારા વિકસાવવામાં આવેલી વિશ્લેષણની પદ્ધતિ. આ અર્થશાસ્ત્રીઓમાં જિવોન્સ, મેન્જર, વોલરા(સ), ક્લાર્ક, એજવર્થ, માર્શલ, ફિશર, પરેટો વગેરેનો સમાવેશ થાય છે. પ્રશિષ્ટ (ક્લાસિકલ) અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રની વૃદ્ધિ અને તેમાં મૂડીસંચયની ભૂમિકા…

વધુ વાંચો >

સ્વરાજ

સ્વરાજ : પોતાનું રાજ. ભારતના રાજકીય ઇતિહાસના સંદર્ભમાં આ એક રાજકીય પરિમાણ ધરાવતો શબ્દપ્રયોગ છે. ભારત પરના અંગ્રેજોના શાસનને દૂર કરીને પ્રજાકીય–લોકશાહી શાસન સ્થાપવામાં આવે તે સ્વરાજ એવો તેનો અર્થ ઘટાવવામાં આવ્યો હતો. તેના વિકલ્પે સ્વાતંત્ર્ય અને આઝાદી જેવા શબ્દો પણ પ્રયોજાયા છે. એ બધાનો અર્થ એક જ થાય છે…

વધુ વાંચો >

હરિયાળી ક્રાંતિ (Green Revolution)

હરિયાળી ક્રાંતિ (Green Revolution) : નવી ટૅક્નૉલૉજી પ્રયોજાવાથી ભારતમાં કૃષિક્ષેત્રે સમયના ટૂંકા ગાળામાં થયેલી મોટી ઉત્પાદનવૃદ્ધિ. ઊંચી ઉત્પાદકતા ધરાવતાં સંકર બીજ પર આધારિત આ ટૅક્નૉલૉજીનો ઉપયોગ 1966ના ચોમાસુ પાકથી કરવામાં આવ્યો હતો. ઘઉં, ચોખા, મકાઈ જેવાં કેટલાંક ધાન્યો માટે આ પ્રકારનાં બીજ શોધાયાં હતાં. આ ટૅક્નૉલૉજીના ત્રણ ઘટકો હતા :…

વધુ વાંચો >

‘હિંદ સ્વરાજ’

‘હિંદ સ્વરાજ’ : ગાંધીવિચારના બીજરૂપ ગાંધીજીનું પ્રથમ પુસ્તક. ‘હિંદ સ્વરાજ’ 1909ના નવેમ્બરની 13થી 22મી તારીખના દિવસોમાં ગુજરાતીમાં લખાયું હતું. સમગ્ર પુસ્તક ઇંગ્લૅન્ડથી દક્ષિણ આફ્રિકા જતાં સ્ટીમર કિલડોનન કૅસલ પર મુસાફરી દરમિયાન લખાયેલું. પુસ્તક વાચક અને અધિપતિ વચ્ચેના સંવાદરૂપે રચાયેલું છે. વાચકે હિંદના સ્વરાજ સંબંધે પ્રશ્નો પૂછ્યા છે અને અધિપતિ(ગાંધીજી)એ તેના…

વધુ વાંચો >