મ. શિ. દુબળે

શેળો (Hedge hog)

શેળો (Hedge hog) : વાળની જગ્યાએ શૂળો (spines) વડે છવાયેલું કીટભક્ષી (insectivora) શ્રેણીનું Erinaceidae કુળનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Erinaceus collaries Gray. કીટકો ઉપરાંત ગોકળગાય, કૃમિ, પક્ષી અને તેનાં ઈંડાં તેમજ નાનાં કદનાં સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે. બીવે ત્યારે પોતાના શરીરને દડાની જેમ વાળી રક્ષણ મેળવે છે. શૂળોના સ્નાયુઓ…

વધુ વાંચો >

શ્વસન (respiration) (પ્રાણીશાસ્ત્ર)

શ્વસન (respiration) (પ્રાણીશાસ્ત્ર) કાર્યશક્તિની ઉપલબ્ધિ, તેનું વિમોચન અને તેની ઉપયોગિતા(utility)ના અનુસંધાનમાં શરીર દ્વારા પર્યાવરણમાંથી થતો પ્રાણવાયુનો સ્વીકાર અને કાર્બન ડાયૉક્સાઇડનો થતો ત્યાગ. પ્રાણીઓમાં આ વાયુઓનો વિનિમય ત્રણ તબક્કે થાય છે : બાહ્ય શ્વસન, આંતરિક શ્વસન અને કોષીય શ્વસન. બાહ્ય શ્વસનમાં પર્યાવરણ અને શરીર વચ્ચે ઉપર્યુક્ત વાયુઓની આપલે થતી હોય છે.…

વધુ વાંચો >

શ્વાન થિયૉડોર

શ્વાન થિયૉડોર (જ. 1810; અ. 1882) : કોષસિદ્ધાંત(cell theory)નું પ્રતિપાદન કરનાર એક પ્રમુખ જર્મન દેહધર્મવિજ્ઞાની (physio-logist). બ્રિટિશ વિજ્ઞાની રૉબર્ટ હૂકે ઈ.સ. 1665માં બૂચ(cork)નો પાતળો ટુકડો કરી તેને પોતે બનાવેલ સૂક્ષ્મદર્શકની નીચે નિહાળ્યું. તેણે જોયું કે આ ટુકડો અનેક ખાના(compartments)નો બનેલો છે અને તેની ફરતે એક દીવાલ આવેલી છે. આ ખાનાના…

વધુ વાંચો >