મત્સ્યોદ્યોગ

કૉડ માછલી

કૉડ માછલી : ઉત્તરીય સમુદ્રનાં પાણીમાં વાસ કરનાર અને આર્થિક ર્દષ્ટિએ અગત્યની એવી ગેડસ પ્રજાતિની માછલીઓ. જોકે સાચી કૉડ ઉપરાંત બ્રેગ્મૅસેરાટિડે, દરિયાની ઊંડાઈએ રહેતી મોરિડે અને હેક માછલીઓ પણ કૉડ તરીકે ઓળખાય છે. સાચી કૉડને 3 પૃષ્ઠ-મીનપક્ષો (dorsal fins) અને 2 ગુદા-મીનપક્ષો (anal fins) હોય છે અને હડપચી (chin) પર…

વધુ વાંચો >

મત્સ્યોદ્યોગ (Fisheries)

મત્સ્યોદ્યોગ (Fisheries) આર્થિક ર્દષ્ટિએ અગત્યના જલજ સજીવોનાં ઉત્પાદન, વેચાણ સાથે સંકળાયેલ ઔદ્યોગિક સાહસ (enterprise). માછલી, જિંગા, કરચલા, છીપ જેવા જલજીવો માનવીનો અગત્યનો ખોરાક બને છે. મોતીછીપ જેવાં પ્રાણીઓ ખોરાક તરીકે તો ઉપયોગી થાય જ છે, ઉપરાંત આર્થિક ર્દષ્ટિએ અગત્યનું એવું મોતીનું ઉત્પાદન પણ કરી આપે છે. વળી છીપલાંનું પણ ઉત્પાદન…

વધુ વાંચો >

સાંઢા

સાંઢા : જુઓ મત્સ્યોદ્યોગ.

વધુ વાંચો >

હોરા સુંદરલાલ

હોરા, સુંદરલાલ (જ. 1896, લાહોર; અ. 1955, કૉલકાતા) : ભારતના વીસમી સદીના એક પ્રખ્યાત મત્સ્યવિજ્ઞાની. ભારતની મીઠા પાણીની માછલીઓ અને ખાસ કરીને વાતજીવી (air breathing) માછલીઓ ઉપરનું તેમનું સંશોધન પ્રશંસનીય છે. 1919માં લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એસસી. પદવી મેળવી અને ત્યારબાદ લાહોર યુનિવર્સિટીમાંથી તે જ વિષય પર ડી.એસસી.(ડૉક્ટર ઑવ્ સાયન્સ)ની પદવી…

વધુ વાંચો >