ભૂસ્તરશાસ્ત્ર

ખનિજશિરાઓ

ખનિજશિરાઓ (mineral veins) : ખડક-ફાટોમાં શિરાસ્વરૂપે જોવા મળતો અવક્ષેપિત (precipitated) ખનિજનિક્ષેપ. ઉષ્ણજળજન્ય દ્રાવણોની નિક્ષેપક્રિયામાં ઘટતા જતા તાપમાનના તબક્કામાં તે જ્યારે 200o સે.થી 50o સે.ની કક્ષાએ પહોંચે છે ત્યારે તેમાંનું ખનિજદ્રવ્ય સંતૃપ્ત થતાં ક્યારેક સ્ફટિકસ્વરૂપે તો ક્યારેક અવક્ષેપ(precipitation)સ્વરૂપે નાનીમોટી ખડક-ફાટોમાં જમા થાય છે. તાપમાનના ગાળા મુજબ ઉષ્ણજળજન્ય દ્રાવણમાંથી ખનિજદ્રવ્ય પૂર્ણસ્ફટિક કે…

વધુ વાંચો >

ખનિજસંપત્તિ

ખનિજસંપત્તિ ધરતીમાં સંગ્રહાયેલ ખનિજભંડારો અને તેની ઉત્પત્તિ પ્રદેશને આર્થિક રીતે પગભર થવામાં ઘણો ફાળો આપે છે. કૃષિસંપત્તિ જેટલું જ ખનિજસંપત્તિનું મૂલ્યાંકન થાય છે. પૃથ્વીના ઉદભવ સાથે ખડકોનું સર્જન, ભૂસ્તરીય રચના, ખડકોનું બંધારણ, સ્તરરચના, સ્તરભંગો, પર્વતો, ખીણો, સરોવરો, નદીઓ, મેદાનોની હયાતી, ભૂપૃષ્ઠનાં પડોની ગોઠવણી, ગિરિમાળાઓની ગોઠવણી ઇત્યાદિ સંકળાયેલ છે. ભૂપૃષ્ઠનું ઘડતર…

વધુ વાંચો >

ખનિજ-સ્ફટિક

ખનિજ-સ્ફટિક : લીસા, સપાટ ફલકો ધરાવતું અને આંતરિક આણ્વિક રચનાને કારણે અમુક ચોક્કસ પ્રકારના વિશિષ્ટ આકારો ધરાવતું ખનિજ. ‘સ્ફટિક’ શબ્દ ગ્રીક પર્યાય ‘ક્રુસ્ટલોઝ’ અર્થાત્ ‘ચોખ્ખો બરફ’ પરથી બન્યો છે. કુદરતમાં મળતા પારદર્શક ક્વાર્ટ્ઝનો સ્ફટિકીય દેખાવ બરફ જેવો લાગતો હોવાથી આ શબ્દનો ઉપયોગ પ્રથમ વાર ક્વાર્ટ્ઝ માટે થયેલો જે કાળક્રમે બધા…

વધુ વાંચો >

ખનિજસ્વરૂપો

ખનિજસ્વરૂપો : સ્ફટિકીકરણ દરમિયાન અનુકૂળ સંજોગો મળે તો કુદરતી ખનિજ, સ્ફટિકનું જે ચોક્કસ ભૌમિતિક સ્વરૂપ ધારણ કરે છે તે. ખનિજને ઓળખવામાં તેનો ઉપયોગ થાય છે. ખનિજ-સ્ફટિકના સ્વરૂપને સામાન્ય રીતે નીચેના મુદ્દાઓ દ્વારા વર્ણવી શકાય : પૂર્ણ સ્ફટિકમયતા : વિકસિત સ્ફટિકરચના ધરાવતાં ખનિજોને પૂર્ણ સ્ફટિકમય ખનિજો કહે છે; દા.ત., કુદરતમાં મળી…

વધુ વાંચો >

ખનિજીય ઝરા

ખનિજીય ઝરા : પૂરતા પ્રમાણમાં ખનિજદ્રવ્ય ધરાવતા વિશિષ્ટ સ્વાદવાળા પાણીના ઝરા. આ પ્રકારના ઝરા ખૂબ જ ઊંડાઈએ જ્યાં ગેડીકરણ પામેલા ખડકો ગરમ બને છે ત્યાં જોવા મળે છે. સક્રિય જ્વાળામુખીવાળા વિસ્તારોમાં કે ભૂસ્તરશાસ્ત્રીય ર્દષ્ટિએ અર્વાચીન જ્વાળામુખી-પ્રક્રિયાવાળા વિસ્તારોમાં આવા ઝરા મોટે ભાગે મળી આવે છે. ખનિજીય ઝરાની ઉત્પત્તિ અંગે સૂચવવામાં આવ્યું…

વધુ વાંચો >

ખનિજો

ખનિજો : ખનિજોની પરમાણુરચના : ખનિજોનું વર્ગીકરણ : કુદરતી રીતે બનેલા ચોક્કસ રાસાયણિક બંધારણવાળા તેમજ ચોક્કસ પરમાણુરચનાવાળા અકાર્બનિક પદાર્થો. ખનિજો મર્યાદિત ર્દષ્ટિએ, રાસાયણિક સૂત્રો દ્વારા દર્શાવી શકાય એવા ચોક્કસ બંધારણ સાથેનાં સંયોજનો કે તત્વો છે. ખનિજની વ્યાખ્યાના બીજા ભાગ પરથી ફલિત થાય છે કે ખનિજ માટે ચોક્કસ પરમાણુરચના આવશ્યક બની…

વધુ વાંચો >

ખંડીય છાજલી

ખંડીય છાજલી : સમુદ્રતળ-આલેખ પ્રમાણે ભૂમિ-વિસ્તાર પછી તરત જ શરૂ થતો સમુદ્રતળનો ભાગ. ખંડીય છાજલીનો ઢોળાવ પ્રમાણમાં આછો હોય છે અને તે 180 મી. ઊંડાઈ સુધી વિસ્તરેલો હોય છે, પરંતુ તેની પહોળાઈ બદલાતી રહે છે. ખંડીય છાજલી (1) સમુદ્રનાં પાણીની સપાટી ઊંચી જવાને કારણે અથવા નજીકની ભૂમિના અધોગમનને કારણે, (2)…

વધુ વાંચો >

ખંડીય ઢોળાવ

ખંડીય ઢોળાવ : ખંડીય છાજલી પછી તરત જ શરૂ થતો સમુદ્રતળનો ભાગ. ખંડીય છાજલીના પ્રમાણમાં તેનો ઢોળાવ વધુ હોય છે. ખંડીય ઢોળાવ 180 મી. માંડીને 3600 મી. સુધી વિસ્તરેલો સમુદ્રતળ ભાગ છે. વીસમી સદી દરમિયાન દૂર દેશોના સંદેશાવ્યવહાર માટે અહીં કેબલ નાખવામાં આવ્યા હતા, જેનું સ્થાન હવે ઉપગ્રહોએ લીધું છે.…

વધુ વાંચો >

ખંડીય પ્રવહન

ખંડીય પ્રવહન : ખંડોની ખસવાની ક્રિયા. પૃથ્વીની ઉત્પત્તિ પછીના કોઈ કાળમાં મૂળ ભૂમિજથ્થાઓની ખંડન તેમજ સ્થાનાંતરની ક્રિયાને કારણે અસ્તિત્વમાં આવેલી ભૂમિખંડો અને મહાસાગરોની આજે જોવા મળતી ગોઠવણી. ખંડોના આકારો પર ર્દષ્ટિ કરતાં માલૂમ પડે છે કે સમુદ્રો અને મહાસાગરોને કારણે ખંડો એકમેકથી જુદા પડી ગયેલા દેખાય છે. ખંડો-મહાસાગરોની આ પ્રકારની…

વધુ વાંચો >

ખાણ

ખાણ ખાણ; ખાણ-ઇજનેરી; ખાણ-નકશા અને પ્રતિરૂપો; ખાણ-નિમ્નતંત્ર; ખાણ-જલનિકાસ; ખાણ-પર્યાવરણ; ખાણમાં પ્રકાશની વ્યવસ્થા; ખાણ-સંવાતન; ખાણ-સલામતી અને ખાણ અને ખાણ ધારા; ખાણિયાઓને થતા રોગો. પૃથ્વીના પોપડામાંથી ખનિજ પદાર્થો મેળવવા કરવામાં આવતાં ખોદકામ(excavation)ને ખાણ (mine) અને ખાણ અંગે ખોદકામ કરવાની પ્રક્રિયાને ખાણ-ઉત્ખનન (mining) કહેવામાં આવે છે. ખનિજ પદાર્થોમાં વિવિધ ધાતુઓ, કોલસો, પથ્થર, રેતી,…

વધુ વાંચો >