બાળકૃષ્ણ માધવરાવ મૂળે
કોલ્હાપુર (જિલ્લો)
કોલ્હાપુર (જિલ્લો) : મહારાષ્ટ્રની દક્ષિણ સીમા પર આવેલો જિલ્લો, અને જિલ્લામથક તેમજ શહેર. ભૌગોલિક સ્થાન : તે 15°થી 17° ઉ.અ. અને 73° થી 74° પૂ. રે. 7685 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે સાંગલી, વાયવ્યે રત્નાગિરિ, પશ્ચિમે સિંધુદુર્ગ તથા દક્ષિણ અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યનો બેલગામ જિલ્લો આવેલા છે. ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ…
વધુ વાંચો >કોશિયા, ભૈરવી હેમંત
કોશિયા, ભૈરવી હેમંત (જ. 1 સપ્ટેમ્બર 1962, અમદાવાદ) : નૃત્યાંગના, નૃત્ય-નિર્દેશિકા, અભિનેત્રી, સમાચાર-વાચક અને ઉદઘોષિકા જેવાં કલાનાં વિવિધ ક્ષેત્રોમાં નામાંકિત ગુજરાતી મહિલા. વતન વીરમગામ. પિતાનું નામ નરેન્દ્ર વ્યાસ, જેઓ અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના અર્થશાસ્ત્ર વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ બકુલાબહેન. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. ભૈરવીબહેને એસ.એસ.સી.ની પરીક્ષા 1981માં, બી.એ.(અર્થશાસ્ત્ર–આંકડાશાસ્ત્ર)ની પરીક્ષા…
વધુ વાંચો >કોસિજિન અલેક્સી નિકોલાયેવિચ
કોસિજિન, અલેક્સી નિકોલાયેવિચ (જ. 20 ફેબ્રુઆરી 1904, સેંટ પિટર્સબર્ગ, રશિયા; અ. 8 ડિસેમ્બર 1980, મોસ્કો) : રશિયાના વડા પ્રધાન (1964–1980). પિતા ખરાદી. 1919માં રેડ આર્મીમાં જોડાયા તથા આંતરવિગ્રહમાં ભાગ લીધો. સામ્યવાદી ક્રાંતિની સફળતા પછી કાપડની મિલમાં કામ કર્યું તથા લેનિનગ્રાડની ટૅક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ લીધી. 1927માં રશિયાના સામ્યવાદી પક્ષ(CPSUB)માં જોડાયા. લેનિનગ્રાડના…
વધુ વાંચો >કોસ્ટારિકા
કોસ્ટારિકા : ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડતી પટ્ટી ઉપર આવેલો પ્રજાસત્તાક દેશ. તેની ઉત્તરે નિકારાગુઆ, પૂર્વમાં કૅરિબિયન સમુદ્ર, દક્ષિણમાં પનામા તથા પશ્ચિમમાં પૅસિફિક મહાસાગર છે. 300 વર્ષ સુધી તે સ્પેનની વસાહત હતી. વિસ્તાર : 50,900 ચોકિમી. વસ્તી : 49.25 હજાર (2023). વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. 82.6 છે. સાન હોઝે…
વધુ વાંચો >કોંડકે દાદા
કોંડકે, દાદા (જ. 8 ઑગસ્ટ 1932, ભોર, પુણે; અ. 14 માર્ચ 1998, મુંબઈ) : મરાઠી લોકનાટ્ય તથા ચલચિત્રના લોકપ્રિય અભિનેતા. આખું નામ કૃષ્ણા ખંડેરાવ કોંડકે. હોશિયાર હોવા છતાં ગણિત વિષય જરા પણ ફાવતો ન હોવાથી ભણી શક્યા નહિ. તેથી ભરણપોષણના સાધન તરીકે મુંબઈના ભોઈવાડા ખાતેના શ્રીકૃષ્ણ બૅન્ડ જૂથમાં સામેલ થયા.…
વધુ વાંચો >કૉંદૉર્સે – મારી-ઝાં-ઍન્ટૉની-નિકોલાસ દ કૅરિતા – માર્કિવસ દ
કૉંદૉર્સે, મારી-ઝાં-ઍન્ટૉની-નિકોલાસ દ કૅરિતા, માર્કિવસ દ (જ. 17 સપ્ટેમ્બર 1743, રૉબેમૉન્ટ, ફ્રાન્સ; અ. 29 માર્ચ, 1794, બોર્ગલા-રાઈન) : ફ્રેન્ચ દાર્શનિક, ગણિતશાસ્ત્રી તથા શિક્ષણ-સુધારણાના પ્રખર હિમાયતી. પ્રાચીન કૅરિટાટ કુટુંબના વંશજ. ડાઉફાઇન કાઉન્ટીના કૉંદૉર્સે નગર પરથી કુટુંબનું નામ પડ્યું. રીમ્સ ખાતેની જેસ્યુઇટ કૉલેજ તથા પૅરિસની કૉલેજમાં શિક્ષણ દરમિયાન ગણિતશાસ્ત્ર પ્રત્યે અભિરુચિ થતાં…
વધુ વાંચો >ક્યૂલ્પે ઓસ્વાલ્ટ
ક્યૂલ્પે, ઓસ્વાલ્ટ (જ. 3 ઑગસ્ટ 1862, કૅન્ડૉ-લૅટવિયા; અ. 30 ડિસેમ્બર 1915, મ્યૂનિક) : વિખ્યાત જર્મન માનસશાસ્ત્રી તથા મનોવિજ્ઞાનના વૂર્ટ્ઝબર્ગ સંપ્રદાયના પ્રવર્તક. 1887માં લાઇપઝિગ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા પછી આઠ વર્ષ સુધી વિખ્યાત માનસશાસ્ત્રી તથા વૂર્ટ્ઝબર્ગ સંપ્રદાયના સ્થાપક વૂન્ડીઝના સહાયક તરીકે ત્યાંની પ્રયોગશાળામાં કાર્ય કર્યું. તે પછી લાઇપઝિગ…
વધુ વાંચો >ક્યોટો
ક્યોટો : જાપાનની જૂની રાજધાની. જાપાનનાં મોટાં નગરોમાંનું એક. આ નગર 35° 5′ ઉ. અ. અને 135° 45′ પૂ. રે. ઉપર આવેલું છે. તે જાપાનની પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક ગણાય છે. નવી રાજધાની ટોકિયોની પશ્ચિમે 510 કિમી. અંતરે તથા ઓસાકા બંદરના ઈશાન ખૂણા તરફ 46 કિમી. અંતરે તે આવેલું…
વધુ વાંચો >ક્રગમન, પૉલ રૉબિન
ક્રગમન, પૉલ રૉબિન (જ. 28 ફેબ્રુઆરી 1953, લૉંગ આયર્લૅન્ડ, ન્યૂયૉર્ક) : સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના જ્ઞાતા અને વર્ષ 2008 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા. તેઓ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના તથા આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસરના પદ પર કાર્યરત છે. સાથોસાથ વર્ષ 2000થી ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના નિયમિત કટારલેખક પણ છે. યહૂદી પરિવારમાં જન્મ તથા ન્યૂયૉર્કના લૉંગ…
વધુ વાંચો >