પ્રહલાદ છ. પટેલ

હૉફસ્ટેડ્ટર રૉબર્ટ

હૉફસ્ટેડ્ટર, રૉબર્ટ (જ. 5 ફેબ્રુઆરી 1915, ન્યૂયૉર્ક; અ. 1990) : પારમાણ્વિક ન્યૂક્લિયસમાં ઇલેક્ટ્રૉન-પ્રકીર્ણનના પ્રારંભિક અભ્યાસ અને ન્યૂક્લિયૉનના બંધારણ(સંરચના)ને લગતી શોધો માટે રૂડોલ્ફ લુડ્વિગ મોસબૌર(Mossbauer)ની ભાગીદારીમાં 1961નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક અને ઉચ્ચ શાલેય શિક્ષણ ન્યૂયૉર્ક શહેરમાં લીધું. ત્યાંની કૉલેજમાંથી 1935માં બી.એસ.ની ઉપાધિ મેળવી. કૉલેજમાંથી સ્નાતક થતાં હૉફસ્ટેડ્ટરને ગણિતશાસ્ત્ર…

વધુ વાંચો >

હોયલ ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)]

હોયલ, ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)] (જ. 24 જૂન 1915, બિંગ્લે, યૉર્કશાયર, બ્રિટન; અ. 20 ઑગસ્ટ 2001, બોર્નમથ, ઇંગ્લૅન્ડ) : વિશ્વની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને તેના ભાવિને લગતાં રહસ્યોની જાણકારી ઉપલબ્ધ કરવાના પ્રયાસો કરનાર બ્રિટિશ ખગોળ-ભૌતિકવિજ્ઞાની (Astrophysicist). (સર) ફ્રેડ હોયલ પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. એક દિવસે તેમની વર્ગશિક્ષિકાએ બાળકોને પાંચ પાંખડીનું…

વધુ વાંચો >

હોલરિથ હર્મન

હોલરિથ, હર્મન (જ. 29 ફેબ્રુઆરી 1860, બફેલો, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 17 નવેમ્બર 1929, વૉશિંગ્ટન ડી.સી.) : ઇલેક્ટ્રૉનિક કમ્પ્યૂટરના પુરોગામી તરીકે સારણીકોષ્ટક તૈયાર કરવા માટેના યંત્રનો શોધક, આંકડાશાસ્ત્રી અને વ્યવસાયી. હર્મન હોલરિથ 1879માં તે કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ માઇન્સમાંથી સ્નાતક થયો. 1880માં માઇનિંગ ઇજનેર તરીકે બહાર પડ્યો તે પછી કોલંબિયા યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

હ્યુજીન્સ ક્રિશ્ચિયન

હ્યુજીન્સ, ક્રિશ્ચિયન (જ. 14 એપ્રિલ 1629, હેગ, નેધરલૅન્ડ્ઝ; અ. 8 જુલાઈ 1695, હેગ, નેધરલૅન્ડ્ઝ) : લોલક-ઘડિયાળ અને પ્રકાશની પ્રકૃતિ સંબંધે સિદ્ધાંત રજૂ કરનાર પ્રખર અભ્યાસી અને વિજ્ઞાની. કવિ સંગીતકાર, નોંધનીય ઉસ્તાદ (gymnast) અને સમાજના પ્રતિભાશાળી નાગરિકના તેઓ પુત્ર હતા. હ્યુજીન્સે નાનપણથી ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાનમાં ભારે રસ દાખવ્યો હતો. તેમણે લેડન…

વધુ વાંચો >