પ્રહલાદ છ. પટેલ

હાયપેરૉન (Hyperon)

હાયપેરૉન (Hyperon) : પ્રોટૉન અને ન્યૂટ્રૉન સિવાય દીર્ઘ આયુ (long-life) ધરાવતા મૂળભૂત કણોનો સમૂહ. દીર્ઘ આયુવાળા કણો એ અર્થમાં છે કે તે પ્રબળ આંતરક્રિયા (strong interaction) દ્વારા ક્ષય પામતા નથી. એટલે કે તેમનો સરેરાશ જીવનકાળ (life-time) 10–24 સેકન્ડથી ઘણો વધારે હોય છે. લૅમડા (Lamda), સિગ્મા (Sigma), ક્ષાય (Xi) અને ઓમેગા-ઋણ…

વધુ વાંચો >

હિપાર્કસ

હિપાર્કસ (જ. ઈ. પૂ. 190; અ. ઈ. પૂ. 120) : ગ્રીક ખગોળવિદ અને ગણિતશાસ્ત્રી. ખગોળવિદ્યાનો પદ્ધતિસર અભ્યાસ કરનારાઓમાં અગ્રેસર. ત્રિકોણમિતિની શોધ કરી. ચાંદ્ર-માસ અને સૌરવર્ષનો સમયગાળો ગણતરીથી નક્કી કર્યો. વિષુવ (equinoxes) પુરસ્સીણ(precession)ની શોધ કરનાર સંભવત: તે પ્રથમ હતા. 850 સ્થિર તારાઓનું કૅટલૉગ તૈયાર કર્યું. તારાઓના માનાંક (magni-tudes) નિર્દેશિત કર્યા. ચંદ્રનું…

વધુ વાંચો >

હેમિલ્ટન વિલિયમ રૉવન (સર)

હેમિલ્ટન, વિલિયમ રૉવન (સર) [જ. 3 ઑગસ્ટ 1805, ડબ્લિન (આયર્લૅન્ડ); અ. 2 સપ્ટેમ્બર 1865, ડબ્લિન] : આયર્લૅન્ડના ન્યૂટન તરીકે ખ્યાતનામ, અનેક ભાષાઓના જાણકાર અને મહાન ગણિતશાસ્ત્રી. વિલિયમ રૉવન હેમિલ્ટન (સર) ત્રણ વર્ષની ઉંમરે તેમણે અસાધારણ પ્રતિભા દર્શાવી હતી. પાંચ વર્ષની ઉંમરે તે લૅટિન, ગ્રીક અને હિબ્રૂ વાંચી શકતા અને ભાષાંતર…

વધુ વાંચો >