પ્રવીણસાગર સત્યપંથી

ટ્રેસર–પ્રવિધિ

ટ્રેસર–પ્રવિધિ : સહેલાઈથી પારખી શકાય તેવા સ્થિર (stable) અથવા વિકિરણધર્મી (radioactive) સમસ્થાનિકોને તત્વ કે સંયોજન રૂપે રાસાયણિક, જૈવવૈજ્ઞાનિક, ભૌતિક, ભૂસ્તરશાસ્ત્રીય કે અન્ય પ્રણાલીમાં કોઈ કસોટી કે પ્રયોગ માટે દાખલ કરી તે સમસ્થાનિકને પારખીને તે પ્રણાલીનો અભ્યાસ કરવાની પ્રવિધિ. સમસ્થાનિકોનો ટ્રેસરપ્રવિધિમાં અભ્યાસ 1930 પછી શરૂ થયો. ટ્રેસર તરીકે વપરાતા સમસ્થાનિક પદાર્થના…

વધુ વાંચો >

ડાયઑક્સિજન લિગેન્ડ

ડાયઑક્સિજન લિગેન્ડ : સંક્રમણ ધાતુ તત્ત્વોનાં સંકીર્ણોમાં અકબંધ રહી ઉમેરાતો ઑક્સિજન અણુ. સંક્રમણ ધાતુ સાથે અણુમય ઑક્સિજનની મોટાભાગની પ્રક્રિયા ઉપચયનની હોય છે. તેમાં ધાતુ ઇલેક્ટ્રૉન દાતા તરીકે કામ કરે છે અને ઑક્સિજન પોતાની ઓળખ ગુમાવી દે છે. હાલમાં એમ માલૂમ પડ્યું છે કે કેટલીક પ્રક્રિયાઓમાં ઑક્સિજન અણુ એટલે કે ડાયઑક્સિજન…

વધુ વાંચો >

ડાયનાઇટ્રોજન સંકીર્ણો

ડાયનાઇટ્રોજન સંકીર્ણો : ધાતુ સાથે સંયોજિત ડાયનાઇટ્રોજન અણુ (N2) ધરાવતાં સંકીર્ણ સંયોજનો. કાર્બન મૉનૉક્સાઇડ (CO) અને N2 સમઇલેક્ટ્રૉનીય (isoelectronic) હોવાથી વર્ષો સુધી એમ ધારવામાં આવતું હતું કે M–CO બંધની માફક M–NN બંધ પણ બનતો હોવો જોઈએ. આણ્વીય નાઇટ્રોજન ઘણી ધાતુઓના સપાટી ઉપરના પરમાણુઓ સાથે જોડાય છે તેવી જાણ હતી પણ…

વધુ વાંચો >

ડાયાલિસિસ (રસાયણશાસ્ત્ર)

ડાયાલિસિસ (રસાયણશાસ્ત્ર) : અર્ધપારગમ્ય (semipermeable) પટલ(membrane)નો ઉપયોગ કરી દ્રાવણમાં રહેલા સ્ટાર્ચ અથવા પ્રોટીન જેવા મોટા અણુઓને ગ્લુકોઝ અથવા ઍમિનોઍસિડ જેવા નાના અણુઓ તથા આયનોને વરણાત્મક (selective) પ્રસરણ (diffusion) દ્વારા છૂટા પાડવાની પદ્ધતિ. તેના કાર્યક્ષેત્રની સીમા (scope) અને ઉપયોગિતા મહદ્અંશે યોગ્ય પારગમ્યતા (permeability) ધરાવતી ત્વચાની પ્રાપ્યતા ઉપર આધાર રાખે છે. બ્રિટિશ…

વધુ વાંચો >

ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત

ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત : અંગ્રેજ રસાયણવિદ જ્હૉન ડાલ્ટને 1803માં એક સાર્વજનિક વ્યાખ્યાનમાં અને 1808માં ‘એ ન્યૂ સિસ્ટિમ ઑવ્ કેમિકલ ફિલૉસૉફી’માં દ્રવ્યના બંધારણ અંગે રજૂ કરેલો સિદ્ધાંત. તેના અભિગૃહીતો (postulates) નીચે પ્રમાણે છે : પ્રત્યેક તત્વ પરમાણુ (atom) તરીકે ઓળખાતા અત્યંત નાના, અવિભાજ્ય કણોનું બનેલું હોય છે. એક જ તત્વના પરમાણુઓનાં…

વધુ વાંચો >

ડી-બ્લૉક તત્વો

ડી-બ્લૉક તત્વો (d-block elements) : પરમાણુની ઇલેક્ટ્રૉન સંરચનાની ર્દષ્ટિએ જેમનાં બાહ્ય ક્વચ-(shell)ને બદલે ઉપાન્ત્ય (penultimate) કવચનાં d કક્ષકો ઇલેક્ટ્રૉન વડે ભરાતા હોય તેવાં, આવર્તક કોષ્ટકના 3થી 12મા સમૂહમાં આવેલાં રાસાયણિક તત્વો. આવાં તત્વોની બાહ્ય ઇલેક્ટ્રૉન–સંરચના સામાન્ય રીતે (n-1)dxns2 હોય છે. (n = મુખ્ય ક્વૉન્ટમ અંક, x= 1 થી 10) અપવાદ…

વધુ વાંચો >

ડ્યુલૉંગ અને પેટિટનો નિયમ

ડ્યુલૉંગ અને પેટિટનો નિયમ : ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી પીરે લુઈ ડ્યુલૉંગ (Pierre-Louis Dulong) અને ફ્રેન્ચ ભૌતિકવિદ ઍલેક્સી-થેરે પેટિટ(Alexis-Therese Petit)એ 1819માં રજૂ કરેલો પારમાણ્વિક ઉષ્માધારિતા (heat capacity) અંગેનો નિયમ. આ નિયમ પ્રમાણે દરેક ઘન તત્વ માટે તેના પરમાણુભાર અને વિશિષ્ટ ઉષ્માધારિતાનો ગુણાકાર એક અચળ મૂલ્ય ધરાવે છે. તત્વના એક ગ્રામ-પરમાણુ (પરમાણુભાર ગ્રામમાં)…

વધુ વાંચો >

તટસ્થીકરણ

તટસ્થીકરણ (neutralization) : ઍસિડ અને બેઇઝ પારસ્પરિક ક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરતાં હોય તેવી રાસાયણિક પ્રક્રિયા. ઍસિડ અને બેઇઝનાં વજનો તુલ્યપ્રમાણમાં લેવાથી સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. કદમાપક વિશ્લેષણમાં આવી તત્વપ્રમાણ-મિતીય (stoichiometric) પ્રક્રિયા થાય ત્યારે તટસ્થીકરણબિંદુ અથવા અંતિમ બિંદુ યોગ્ય સૂચક(indicator)ના ઉપયોગ દ્વારા નક્કી થઈ શકે છે. ઍસિડ અથવા…

વધુ વાંચો >

તટસ્થીકરણ ઉષ્મા

તટસ્થીકરણ ઉષ્મા (heat of neutralisation) : મંદ દ્રાવણમાં એક મોલ ઍસિડ અને એક મોલ બેઇઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા. તટસ્થીકરણ પ્રક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા છે. તેથી તટસ્થીકરણ ઉષ્માને પ્રક્રિયા ઉષ્મા (heat of reaction) પણ ગણી શકાય. ઍસિડ + બેઇઝ = ક્ષાર + પાણી + ઉષ્મા…

વધુ વાંચો >

તુલા

તુલા (balance) : પદાર્થનું વજન કરવા અથવા બે પદાર્થોનાં દ્રવ્યમાન સરખાવવા માટે વપરાતું સાધન. સરખી દાંડીવાળી તુલાનો પ્રથમ ઉપયોગ ઈ. સ. પૂર્વે 5000માં ઇજિપ્તના લોકોએ કરેલો. જૂના વખતની તુલામાં દાંડીની મધ્યમાં આધારબિંદુ (fulcrum) રાખવામાં આવતું જ્યારે બન્ને છેડે પદાર્થ તથા વજન મૂકવા માટેનાં સરખા વજનનાં પલ્લાં દોરીથી લટકાવવામાં આવતાં. જિસસ…

વધુ વાંચો >