પૂરવી ઝવેરી

મહાપાત્ર અશોક કુમાર (ડૉ.)

મહાપાત્ર અશોક કુમાર (ડૉ.) (જ. 29 ડિસેમ્બર 1952, પુરી) : પ્રસિદ્ધ ન્યુરોસર્જન. જે એસ.ઓ.એ.ડી.યુ.ના ચિકિત્સા સલાહકારના રૂપમાં કાર્યરત છે. પ્રો. (ડૉ.) મહાપાત્રએ 1970માં એમ.કે.સી.જી. મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, જ્યાંથી તેમણે 1975માં એમ.બી.બી.એસ. પૂરું કર્યું. તેઓએ એમ્સ (AIIMS) દિલ્હીમાંથી ન્યુરો સર્જરીમાં એમ.એસ. અને એમ.સી.એચ. પણ કર્યું. 1983થી 2017 સુધી તેમણે એમ્સ,…

વધુ વાંચો >

મહેતા, અશ્વિન બાલાચંદ

મહેતા, અશ્વિન બાલાચંદ (ડૉ.) (જ. 3 માર્ચ 1939, સૂરત, ગુજરાત, ભારત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર્ડિયોલૉજિસ્ટ. તેઓ જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈના કાર્ડિયોલૉજીના નિર્દેશક છે. તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. અને એમ.ડી.નું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓએ શિકાગોમાં કાર્ડિયોલૉજીમાં ફેલોશિપ પ્રાપ્ત કરી. 1973માં ભારત પાછા આવ્યા બાદ તેઓને સાયન હૉસ્પિટલમાં કાર્ડિયોલૉજીના માનદ…

વધુ વાંચો >

મહેતા, સિદ્ધાર્થ

મહેતા, સિદ્ધાર્થ (ડૉ.) (જ. 4 ડિસેમ્બર 1947) : પ્રખ્યાત દંતચિકિત્સક. તેઓએ કિંગ જ્યૉર્જ ડેન્ટલ કૉલેજ, લખનઉથી દંતચિકિત્સકની પદવી પ્રાપ્ત કરી અને ઑર્થોડોન્શિયામાં વિશેષજ્ઞતા મેળવી. તેઓએ નવી દિલ્હીસ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(AIIMS)માં થોડો સમય કાર્ય કર્યું. ત્યાર બાદ તેઓએ ક્લૈફ્ટ પેલેટ પ્રૉબ્લેમ્સનું નિદાન કરવા માટે અમેરિકામાં વિશેષજ્ઞના રૂપમાં કામ કર્યું. તેઓએ…

વધુ વાંચો >

માનચંદા, સુભાષ ચન્દ્ર

માનચંદા, સુભાષ ચન્દ્ર (ડૉ.) (જ. 13 સપ્ટેમ્બર 1940) : વિખ્યાત હૃદયરોગ વિશેષજ્ઞ તથા ઉચ્ચ કોટિના સંશોધન વૈજ્ઞાનિક. ડૉ. સુભાષ ચન્દ્ર માનચંદા વર્તમાનમાં હૃદયવિજ્ઞાન વિભાગ, મેટ્રો હૃદય સંસ્થાન, દિલ્હીના અધ્યક્ષ છે. ડૉ. માનચંદાએ ઊંચાઈ પર આવેલાં સ્થળો પર થતી હૃદય સંબંધિત સમસ્યાઓ પર મહત્ત્વપૂર્ણ પાયાનું સંશોધનકાર્ય કર્યું છે. તેઓને વ્યાવસાયિક શિક્ષણ…

વધુ વાંચો >

મામંણમના વિજયન્

મામંણમના વિજયન્  (જ. 16 ઑક્ટોબર 1941, ચેરપુ, કોચીન, ભારત; અ. 24 એપ્રિલ 2022, બૅંગાલુરુ, ભારત) : સુપ્રસિદ્ધ ભૌતિકવિજ્ઞાની. તેમણે પીએચ.ડી.ની પદવી ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બૅંગાલુરુથી 1967માં પ્રાપ્ત કરી. તેમણે 1968–71 દરમિયાન ઑક્સફર્ડસ્થિત પ્રો. ડોરોથી હૉગકિન્સના રિસર્ચ ગ્રૂપમાં પોસ્ટ-ડૉક્ટરલ કાર્ય કર્યું. અહીં તેઓએ ઇન્સ્યુલિનની સંરચના પર કાર્ય કર્યું. જેનાથી તેમનો ઝુકાવ…

વધુ વાંચો >

મૅકડોનાલ્ડ, આર્થર બી. (McDonald, Arthur B.)

મૅકડોનાલ્ડ, આર્થર બી. (McDonald, Arthur B.) (જ. 29 ઑગસ્ટ 1943, સિડની, કૅનેડા) : ન્યૂટ્રીનો દોલનની શોધ કે  જે દર્શાવે છે કે ન્યૂટ્રીનો દળ ધરાવે છે – આ શોધ માટે 2015નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર આર્થર મૅકડોનાલ્ડ તથા તાકાકી કજિતાને સંયુક્તરીતે આપવામાં આવ્યો હતો. આર્થર મૅકડોનાલ્ડ કૅનેડિયન ખગોળશાસ્ત્રી…

વધુ વાંચો >

મેયર, મિશેલ (Mayor, Michel)

મેયર, મિશેલ (Mayor, Michel) જ. 12 જાન્યુઆરી 1942, લોસાન, સ્વિટ્ઝર્લૅન્ડ) : સૂર્ય સમાન તારાની આસપાસ પરિભ્રમણ કરતા તથા સૂર્યમાળાની બહાર આવેલા અક નવીન ગ્રહની (exoplanet) શોધ માટે 2019નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ ડિડિયેર કેલોઝ અને જેમ્સ પીબલ્સને પ્રાપ્ત થયો…

વધુ વાંચો >

મોરુ, જેરાર્ડ (Mourou, Gerard)

મોરુ, જેરાર્ડ (Mourou, Gerard) (જ. 22 જૂન 1944, આલ્બર્ટવિલ, ફ્રાંસ) : ઊચ્ચ-તીવ્રતા તથા અતિલઘુ પ્રકાશીય સ્પન્દનો ઉત્પન્ન કરવાની કાર્યપદ્ધતિ માટેનો 2018નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક-ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ ડૉના સ્ટ્રિક્લૅન્ડ તથા આર્થર ઍશ્કિનને પ્રાપ્ત થયો હતો. જેરાર્ડ મોરુએ યુનિવર્સિટી ઑવ્ ગ્રેનોબલમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ…

વધુ વાંચો >

રિચાર્ડસન, રૉબર્ટ કૉલેમન

રિચાર્ડસન, રૉબર્ટ કૉલેમન (Richardson, Robert Coleman) (જ. 26 જૂન 1937, વૉશિન્ગ્ટન ડી. સી., યુ.એસ.એ.; અ. 19 ફેબ્રુઆરી 2013, ઈથાકા, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : હીલિયમ-3ની અતિતરલતા(superfluidity)ની શોધ માટે 1996નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ડેવિડ લી અને ડગ્લાસ ઓશરોફ સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો (અથવા વિભાજિત થયો હતો.) રિચાર્ડસને…

વધુ વાંચો >

રિઝ, આદમ જી. (Riess, Adam G.)

રિઝ, આદમ જી. (Riess, Adam G.) (જ. 16 ડિસેમ્બર 1969, વૉશિંગ્ટન ડી. સી., યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઓલ પર્લમટર તથા બ્રાયેન શ્મિટ વચ્ચે વિભાજિત થયો હતો. ઍડમ…

વધુ વાંચો >