નરેન્દ્ર પ. ભામોરે

ચલ (variable)

ચલ (variable) : ચલ એ નિર્દિષ્ટ ગણની કોઈ સંખ્યાઓ કે બીજી રાશિને વ્યક્ત કરતો સંકેત છે. ચલને દર્શાવવા x,y, z, t, u, v, w, …. જેવા મૂળાક્ષરો વાપરવામાં આવે છે. ગણનો ઘટક ચલનું મૂલ્ય કે ચલની કિંમત દર્શાવે છે. પૂરો ગણ એ ગણનો વિસ્તાર (range) છે. ગણને એક જ ઘટક…

વધુ વાંચો >

પાયથાગોરાસ

પાયથાગોરાસ [જ. આશરે ઈ. પૂ. 58૦, સેમોસ, આયોનિયા (હાલનું એશિયા માઇનોર); અ. : આશરે ઈ. પૂ. 5૦૦, મેટાપોન્ટમ લ્યુકેનિયા, દક્ષિણ ઇટાલી] : ગ્રીક ફિલસૂફ અને ગણિતશાસ્ત્રી. તેઓ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી થેઇલ્સના શિષ્ય હતા. થેઇલ્સના સૂચનથી તેમણે ઇજિપ્ત અને બીજા દેશોની મુલાકાત લઈ ઘણું જ્ઞાન સંપાદન કર્યું હતું. તેમને ઘણા શિષ્યો હતા.…

વધુ વાંચો >

પાસ્કલ બ્લેઝ

પાસ્કલ, બ્લેઝ (જ. 19 જૂન 1623, ક્લેરમૉન્ટ ફરાન્ડ, ફ્રાંસ; અ. 19 ઑગસ્ટ 1662, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ફિલસૂફ અને ફ્રેંચ ગદ્યના પ્રખર પંડિત. શાળાએ ગયા વગર જ પિતા પાસેથી પ્રાચીન ગ્રીક અને લૅટિન કલા અને સાહિત્ય શીખ્યા હતા. 12 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભૂમિતિનો અભ્યાસ કરી લીધો…

વધુ વાંચો >

માપનસૂત્રો (Mensuration Formulae)

માપનસૂત્રો (Mensuration Formulae) : વક્રોની લંબાઈ, સતમલ પરની વિવિધ આકૃતિઓનાં ક્ષેત્રફળ, વિવિધ ઘન પદાર્થોનાં ઘનફળ અને વક્ર સપાટીઓનાં પૃષ્ઠફળ વગેરે શોધવાનાં સૂત્રો. તેનો ઉપયોગ રોજિંદા વ્યવહારમાં અને ખાસ કરીને ઇજનેરી વિદ્યાશાખામાં કરવામાં આવે છે; જેમ કે, જમીનના સર્વેક્ષણ (survey) માટે, રેલવે એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક પ્રકલ્પ (project) વગેરેમાં. આ સૂત્રોનો અભ્યાસ…

વધુ વાંચો >

સપાટીઓ (surfaces)

સપાટીઓ (surfaces) : યામાવકાશમાં z =  f(x,y) અથવા f(x,y,z) = 0 જેવાં સમીકરણો કે x = x (u, v), y = y(u, v), z = z (u, v) જેવાં પ્રાચલ સમીકરણોનું સમાધાન કરતાં (x, y, z) બિંદુઓ દ્વારા રચાતી ભૌમિતિક રાશિ. ગોલક, નળાકાર, શંકુ, સમતલ વગેરે સપાટીનાં દૃષ્ટાંતો છે. ગોલકનું…

વધુ વાંચો >