દિનેશ કોઠારી

અનુકરણ (કાવ્યશાસ્ત્ર)

અનુકરણ (કાવ્યશાસ્ત્ર) (mimesis) : ગ્રીક વિવેચનશાસ્ત્રની સંજ્ઞા. ગ્રીક સંજ્ઞા ‘માઇમેસિસ’(mimesis)ના અંગ્રેજી પર્યાય ‘ઇમિટેશન’નો ગુજરાતી પર્યાય. ગ્રીક વિવેચનામાં આ સંજ્ઞાનો પ્રથમ પ્રયોગ ક્યારે અને કોના હાથે થયો તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. ગોર્જીઆસ ટ્રેજિડીને ‘હિતકારક ભ્રમણા’ કહીને ઓળખાવે છે તેમાં તેનો અણસાર જોઈ શકાય. ડિમોક્રિટસ એમ માનતો કે કલાનો ઉદ્ભવ…

વધુ વાંચો >

આર્સ પોએટિકા

આર્સ પોએટિકા (Ars Poetica/Art of Poetry – કાવ્યકલા) (ઈ. સ. પૂ. 68-5 દરમિયાન) : પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રનો પદ્યગ્રંથ. લેખક રોમન કવિ-વિવેચક હૉરેસ. પોતાના મિત્ર પિસો અને તેના બે પુત્રોને કાવ્યશાસ્ત્રનો પરિચય આપવા પદ્યપત્ર રૂપે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથનું મૂળ શીર્ષક ‘Epistola ad Pisones’ (પિસોને પત્ર) હતું; પરંતુ પછીથી…

વધુ વાંચો >

ઍનૅગ્નૉરિસિસ

ઍનૅગ્નૉરિસિસ (recognition) : ગ્રીક કાવ્યશાસ્ત્રની સંજ્ઞા, જેનો અર્થ છે નિર્ભ્રાંત જ્ઞાન અથવા ઓળખ. સાહિત્યકૃતિમાં પાત્રને પોતાની સાચી ઓળખ થવાની પળ. એ એવી અનન્ય ઘડી છે, જ્યારે અજ્ઞાનનું અંધારું અર્દશ્ય થઈને જ્ઞાન અથવા સાચી ઓળખનો પ્રકાશ પ્રગટે છે. ‘પોએટિક્સ’ના ‘ટ્રૅજેડી’ ઉપરના છઠ્ઠા પ્રકરણમાં ઍરિસ્ટૉટલ ‘ઍનૅગ્નૉરિસિસ’ને નાટકના વસ્તુના અનિવાર્યપણે આવશ્યક એવા મહત્વના…

વધુ વાંચો >

ઍરિસ્ટોટલ

ઍરિસ્ટોટલ : (ઈ. પૂ. 384, સ્ટેગિરસ, મેસેડોનિયા; અ. 322, ચાલ્કિસ, યુબિયા, ગ્રીસ) : ગ્રીક દાર્શનિક. પ્લેટોનો શિષ્ય અને મહાન ઍલેક્ઝાન્ડરનો ગુરુ. પશ્ચિમમાં વિકસેલી અનેક વિદ્યાશાખાઓનો તે આદ્ય પિતા ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં તેનો ફાળો અનન્ય છે. તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો તો તેણે પાયો નાંખ્યો. ઉપરાંત રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે…

વધુ વાંચો >

કૅથાર્સિસ

કૅથાર્સિસ (catharsis/katharsis) : ગ્રીક કાવ્યશાસ્ત્રની પરિભાષામાં વપરાયેલી સંજ્ઞા. ટ્રૅજેડી લાગણીઓના અતિરેકથી માનવમનને નિર્બળ બનાવનારી હાનિકારક અસર જન્માવે છે એવા પ્લેટોએ કરેલા આક્ષેપનો જવાબ આપતાં પોતાના ગ્રંથ ‘પોએટિક્સ’માં ઍરિસ્ટોટલે કહ્યું કે ‘દયા’ અને ‘ભય’ની લાગણીઓનું તેમના ઉદ્રેક દ્વારા ‘કૅથાર્સિસ’ થતું હોય છે. વિશેષ સ્પષ્ટીકરણના અભાવે રૂપકાત્મક રીતે પ્રયોજાયેલી આ સંજ્ઞાના નિશ્ચિત…

વધુ વાંચો >