તરલાબહેન દેસાઈ

રમણ મહર્ષિ

રમણ મહર્ષિ (જ. 30 ડિસેમ્બર 1879; તિરુચ્ચુળી, તમિલનાડુ, અ. 14 એપ્રિલ 1950, તિરુવન્નમલૈ) : અર્વાચીન ભારતીય તત્વજ્ઞ સંત. તેમનો જન્મ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના રામનાડ જિલ્લામાં મદુરાઈ પાસે આવેલા તિરુચ્ચુળીમાં પિતા સુંદરઅય્યર અને માતા અળગમ્માળને ત્યાં થયેલો. મૂળ નામ વેંકટરમણ. પાછળથી તેઓ ‘રમણ મહર્ષિ’ બન્યા. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામમાં…

વધુ વાંચો >