ઝુબેર કુરેશી

ઇબ્નુલ અરબી

ઇબ્નુલ અરબી (જ. 1165, મુરસિયા (સ્પેન); અ. 1240, દમાસ્કસ) : જાણીતા અરબી વિદ્વાન શેખ અબૂ બક્ર મુહયિઉદ્દીન મુહમ્મદ બિન અલી. તેઓ ‘ઇબ્નુલ અરબી’ના ઉપનામથી વધારે જાણીતા છે. એમને ‘અશ્-શયખુલ અકબર’ (સૌથી મહાન વિદ્વાન) પણ કહે છે. વતનમાંથી તેઓ ઇશ્બીલિયા આવતા રહ્યા અને 30 વર્ષ વિદ્યાપ્રાપ્તિમાં ગાળ્યાં. ત્યાંથી તેઓ 38 વર્ષની…

વધુ વાંચો >

ઉન્સુરી

ઉન્સુરી (જ. ?; અ. 1039-40) : સુલતાન મહમૂદ ગઝનવીના રાજકવિ. મૂળ નામ અબુલ કાસિમ હસન બિન અહમદ. ‘ઉન્સુરી’ તખલ્લુસ. એવું કહેવાય છે કે સુલતાનના દરબારમાં 400 કવિઓ રહેતા હતા, તેમાં ઉન્સુરી મુખ્ય હતા. એણે ફારસીમાં રચેલા 180 શેરના કસીદામાં સુલતાન મહમૂદનાં યુદ્ધો અને વિજયોને આવરી લીધેલાં. સુલતાને એને રાજકવિ બનાવ્યા.…

વધુ વાંચો >

ઉમ્મીદ કિઝિલબાશખાન

ઉમ્મીદ કિઝિલબાશખાન : ફારસી-ઉર્દૂના કવિ. મિર્ઝા મોહંમદ રઝા નામ. ઉમ્મીદ તખલ્લુસ અને કિઝિલબાશખાન ખિતાબ. તુર્કી ભાષામાં કિઝિલ એટલે લાલ, બાશ એટલે માથું. લાલ માથાવાળા. મૉંગોલ સિપાઈઓ લાલ રંગની ટોપી પહેરતા. ઈરાની લશ્કરમાં સર્વોત્તમ લડવૈયા તરીકે તેમની ખ્યાતિ હતી. ઉમ્મીદ કિઝિલબાશખાન તેમના વંશજ હતા. તે ઈરાનના પ્રખ્યાત શહેર હમદાનના મૂળ વતની…

વધુ વાંચો >