જેમ્સ ડાભી

જિહોવાના સાક્ષીઓ

જિહોવાના સાક્ષીઓ : ચાર્લ્સ ટેઝ રસેલે પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.માં 1872માં શરૂ કરેલા ‘આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થી સંમેલન’માંથી વિકસેલી સંસ્થા. જોકે જિહોવાના સાક્ષીઓ એવું નામાભિધાન તો રસેલના અનુગામી જૉસેફ ફ્રૅન્કલિન રુથરફૉર્ડે કર્યું. તેમના અનુગામી નાથાન હોમર નૉરે ‘વૉચ ટાવર બાઇબલ સ્કૂલ ઑવ્ ગિલ્યાદ’ની સ્થાપના કરી. અન્ય સંપ્રદાયોમાંથી અને રાજકારણથી તે પોતાને તદ્દન…

વધુ વાંચો >

દસ આદેશ

દસ આદેશ : યહૂદી પ્રજાને ઈસુ ભગવાને આપેલા ધર્માચરણના દસ આદેશો. અંગ્રેજીમાં તેને ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ કહે છે. બાઇબલમાં વર્ણવાયેલી ઇઝરાયલી પ્રજાની કથાને આધારે જાણવા મળે છે કે તે પ્રજા આજના ઇજિપ્તમાં લગભગ ચાર સો વર્ષથી વસવાટ કરે છે. ઇજિપ્તમાંનો એનો અંતિમ કાળ વેઠવૈતરું કરવામાં અને ત્યાંના રાજા અને પ્રજાને હાથે…

વધુ વાંચો >

પૉલ સંત

પૉલ, સંત (જ. આશરે ઈ. સ. 5, તાર્સસ, સિલિસિયા; અ. 29 જૂન 64, રોમ) : ખ્રિસ્તી ધર્મના મહાન પ્રચારક સંત. તેમનો જન્મ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં થોડાં વર્ષોમાં થયો હતો. તેમનાં મા-બાપ યહૂદી ધર્મનાં બિન્જામિન કુળનાં હતાં. તેઓ યહૂદી ધર્મની નિયમસંહિતાના મુખ્ય ભાગો શીખ્યા હતા. તેમનું જન્મસ્થળ રોમન હકૂમત હેઠળ…

વધુ વાંચો >

પ્રતિજ્ઞાપત્ર

પ્રતિજ્ઞાપત્ર : યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં પ્રભુની દસ આજ્ઞાઓ ચોક્કસ પાળવાનો કરાર ધરાવતો પત્ર. આવો કરાર એક વિધિ દ્વારા થતો, જેમાં એક પ્રાણીનું બલિદાન આપવામાં આવતું. પ્રાણીનું બલિદાન એ સૂચવતું કે કરારનો ભંગ કરનારના હાલ આ પ્રાણી જેવા થશે. યહૂદી ધર્મમાં પ્રભુ યહૂદીઓ અથવા ઇઝરાયલીઓ સાથે આવો કરાર કરે છે.…

વધુ વાંચો >

પ્રૉટેસ્ટન્ટ

પ્રૉટેસ્ટન્ટ : ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય. ઈ. સ.ની સોળમી સદીમાં પશ્ચિમના ખ્રિસ્તી ધર્મમાં માર્ટિન લ્યૂથર(1483–1546)ની રાહબરી હેઠળ એક ધાર્મિક ક્રાંતિ થઈ, જેને કારણે ખ્રિસ્તી ધર્મની ત્રણ મુખ્ય શાખાઓમાંની જે એક શાખા અસ્તિત્વમાં આવી, તેનું નામ પ્રૉટેસ્ટન્ટ. આ સંપ્રદાય રોમના ખ્રિસ્તી ધર્મથી તબક્કાવાર અલગ થઈ ગયો. ખ્રિસ્તી ધર્મસંઘ અને વિશેષ કરીને…

વધુ વાંચો >

બાઇબલ

બાઇબલ : ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ. પૂરું નામ ‘હોલી બાઇબલ’ એટલે કે પવિત્ર શાસ્ત્ર. ગ્રીક ભાષાના તેના મૂળ શબ્દનો અર્થ ‘પોથીસંગ્રહ’ એવો થાય છે. બાઇબલ કુલ 73 નાનામોટા ગ્રંથોનો સમૂહ છે. તેના બે મુખ્ય ગ્રંથો ‘જૂનો કરાર’ (Old Testament) અને ‘નવો કરાર’ (New Testament) છે. લખાણ અધ્યાય તથા કાવ્યપંકિતઓમાં છે. જૂનો કરાર…

વધુ વાંચો >

બાપ્તિસ્મા

બાપ્તિસ્મા : ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશવા માટેનો સ્નાનવિધિ. ‘બાપ્તિસ્મા’ શબ્દ મૂળ ગ્રીકમાંથી આવેલ છે અને ગ્રીકમાં એનો અર્થ ‘સ્નાન’ થાય છે. તેથી બાપ્તિસ્મા એટલે ‘સ્નાનસંસ્કાર’. આ સંસ્કાર સ્વીકાર્યાથી ભક્ત ખ્રિસ્તી ધર્મસંઘમાં પ્રવેશ પામે છે. ખ્રિસ્તી ધર્મસંઘમાં કુલ 7 સંસ્કારો છે, તેમાંનો સૌથી પહેલો તે સ્નાનસંસ્કાર. આ સંસ્કાર સ્વીકાર્યા પછી જ ખ્રિસ્તી…

વધુ વાંચો >

બિશપ

બિશપ : ખ્રિસ્તી ધર્મના વડા અધિકારી. કૅથલિક અને  ઍન્ગલિકન્સના ધર્મસંઘના માળખામાં બિશપ એક પદાધિકારી છે; દા.ત., કૅથલિક સંપ્રદાયમાં સર્વોચ્ચ સ્થાને પોપ છે. સંપ્રદાય હેઠળના સમગ્ર વૈશ્વિક વિસ્તારને સફળ સંચાલન માટે, ભૌગોલિક સીમાડાઓના અનુસંધાનમાં જુદા જુદા ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. આ ભાગને ધર્મપ્રાંત કહેવામાં આવે છે. હાલ ગુજરાતમાં ત્રણ કૅથલિક…

વધુ વાંચો >

મસીહ

મસીહ : ઈશ્વરનો મોકલેલ પુરુષ ભવિષ્યમાં પયગંબર તરીકે આવશે અને બધાંનો ઉદ્ધાર કરી ઈશ્વરનું રાજ્ય સ્થાપશે એવી યહૂદી પ્રજાની વિશિષ્ટ ભાવના. હિબ્રૂ ભાષાના આ શબ્દનો મૂળ અર્થ છે અભિષિક્ત. ઇઝરાયલમાં રાજાની જગ્યાએ ગાદીએ બેસનાર રાજકુંવરનો રાજ્યાભિષેક તેલ ચોળીને કરવામાં આવતો. તેથી પ્રત્યેક રાજા અભિષિક્ત ગણાતો. ઈ. પૂ. આઠમી સદીમાં ઇઝરાયલ…

વધુ વાંચો >

મેથોડિસ્ટ

મેથોડિસ્ટ : ખ્રિસ્તી ધર્મની એક વિચારધારા. મેથોડિસ્ટ ચળવળના પ્રણેતા જૉન વેસ્લીના મતે મેથોડિસ્ટ એટલે બાઇબલમાં દર્શાવેલી ‘મેથડ’ પ્રમાણે જીવનારા. તેઓ (વેસ્લી) ‘ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ’ના પુરોહિત હતા. ઈ. સ. 1738માં એક પ્રાર્થનાસભા દરમિયાન તેમને મુક્તિ મળ્યાનો એક ઊંડો આધ્યાત્મિક અનુભવ થયો. તે પછી તેમણે લંડનમાં એક સંઘની સ્થાપના કરી. આ સંઘનો…

વધુ વાંચો >