જિગીશ પંડ્યા

મીર કાસિમ

મીર કાસિમ (જ. ? ; અ. 8 મે, 1777, દિલ્હી) : બંગાળનો નવાબ. મીર કાસિમે બંગાળના નવાબ મીર જાફર વિરુદ્ધ કાવતરું કરીને અંગ્રેજોની મદદથી તેમાં સફળતા મેળવી. તેથી અંગ્રેજોએ 20 ઑક્ટોબર, 1760ના રોજ તેને બંગાળનો નવાબ બનાવ્યો હતો. તે મુશ્કેલીઓને સાચી રીતે સમજનાર, યોગ્ય અને મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. તેનામાં લશ્કરી…

વધુ વાંચો >

મીર જાફર

મીર જાફર (રાજ્યકાલ : 1757–1765) : બંગાળનો એક સ્વતંત્ર નવાબ. તેણે બ્રિટિશ અધિકારી ક્લાઇવ સાથે કાવતરું કરીને પુરોગામી નવાબ સિરાજુદૌલાને 23 જૂન, 1757ના રોજ પ્લાસીના યુદ્ધમાં હરાવ્યો. તેથી ક્લાઇવે મીર જાફરને નવાબ બનાવ્યો. શાસક તરીકે તે અયોગ્ય, અશક્તિમાન અને દૂરંદેશી વિનાનો સાબિત થયો. મીર જાફર ધર્માન્ધ હોવાથી તેણે હિંદુ કર્મચારીઓના…

વધુ વાંચો >

મૈસૂર વિગ્રહો

મૈસૂર વિગ્રહો (1766–1799) : અંગ્રેજો અને મૈસૂરના મુસ્લિમ શાસકો વચ્ચે થયેલા વિગ્રહો. મૈસૂરના હિંદુ રાજાનો સિપાઈ, હૈદરઅલી, આપબળે ક્રમશ: સેનાપતિ અને ત્યારબાદ રાજાને ઉથલાવીને મૈસૂરનો શાસક બની ગયો હતો. 1766માં હૈદરાબાદના નિઝામ, મરાઠા અને અંગ્રેજોએ હૈદરઅલી વિરુદ્ધ જોડાણ કરીને તેના રાજ્ય પર હુમલો કર્યો, ત્યારે પ્રથમ મૈસૂર વિગ્રહ શરૂ થયો.…

વધુ વાંચો >