જયંતી પટેલ

અરાજકતાવાદ

અરાજકતાવાદ (anarchism) : રાજ્યસત્તાવિહીન તંત્રની હિમાયત કરતી વિચારધારા. કોઈની પણ અધિસત્તા નહિ સ્વીકારવાનું વ્યક્તિ કે સમૂહનું વલણ અરાજકતાવાદના પાયામાં રહેલું છે. આ મતના પુરસ્કર્તાઓ માને છે કે સાર્વભૌમત્વ અને સરકાર દ્વારા રાજ્ય મુખ્ય અધિસત્તા બને છે. આથી અરાજકતાવાદીઓ આ બંને(સરકાર અને રાજ્ય)ના વિસર્જનની માંગ કરે છે. તેઓ માને છે કે…

વધુ વાંચો >

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર (જ. 8 ફેબ્રુઆરી 1796, પૅરિસ; અ. 1 સપ્ટેમ્બર 1864, પૅરિસ) : માર્કસ પૂર્વેના ‘યુરોપિયન’ ગણાતા સમાજવાદી ચિંતકોની પ્રણાલીનો તથા સમાજ, રાજકારણ અને અર્થકારણ વિશે વિચારનાર ફ્રેંચ તરંગી ચિંતક. તેમણે ઇકોલ પૉલિટૅકનિકમાં અભ્યાસ કર્યા બાદ વ્યાપક પ્રવાસો ખેડ્યા. મૂળે ઇજનેર એવા આ ચિંતકે સુએઝ તથા પનામા નહેરની યોજનાઓની…

વધુ વાંચો >

આફ્રિકા

આફ્રિકા દુનિયાના સાત ખંડોમાં પ્રાદેશિક વિશાળતાની દૃષ્ટિએ બીજા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો ખંડ. આ ખંડમાં જે દેશો યુનો સાથે સંકળાયેલા છે તેની સંખ્યા 54 છે. ભૌગોલિકસ્થાન : તે 370 ઉ. અ.થી 350 દ. અ. અને 180 પ. રે.થી 510 પૂ. રે. વચ્ચેનો આશરે 3,00,97,000 ચો. કિમી. જેટલો…

વધુ વાંચો >

એનક્રુમા, ક્વામે

એનક્રુમા, ક્વામે (જ. 21 સપ્ટેમ્બર 1909; અ. 27 એપ્રિલ 1972, બુખારેસ્ટ, રોમાનિયા) : પશ્ચિમ આફ્રિકાના અગ્રણી સ્વાધીનતાસેનાની, સામ્રાજ્યશાહી-વિરોધી ચળવળના પ્રમુખ નેતા, સ્વતંત્ર ઘાનાના પ્રથમ પ્રધાનમંત્રી (1952) તથા પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ (1960). રોમન કૅથલિક ધર્મની દીક્ષા લીધા બાદ તે પંથના નેજા હેઠળની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. 1930માં સ્નાતક થયા અને કૅથલિક…

વધુ વાંચો >

કાસાવુબુ, જોસેફ

કાસાવુબુ, જોસેફ (જ. 1910, ત્શેલે, પ્રાંત લિયોપોલ્ડવિલે; અ. 24 નવેમ્બર 1965, વેમ્બ) : સ્વાધીન ઝૈર(બેલ્જિયન-કૉંગો, લિયોપોલ્ડવિલે-કૉંગો કિન્સાશા-કાગો)ના પ્રથમ પ્રમુખ. તેમનાં માતા મુકોન્ગો ટોળીનાં હતાં અને પિતા રેલવેના બાંધકામ ખાતામાં કામ કરતા ચીની મજૂર હતા. રોમન કૅથલિક શાળા અને સેમિનરીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. પાદરી બનવાને બદલે તેમણે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો…

વધુ વાંચો >

કોલ જી. ડી. એચ.

કોલ, જી. ડી. એચ. (જ. 1889; અ. 1958) : બ્રિટિશ ચિંતક અને મહાજન સમાજવાદ(guild socialism)ના પ્રવક્તા. મહાજન સમાજવાદના વ્યવહારમાં સક્રિય કામગીરી બજાવવા માટે કોલનું નામ જાણીતું છે. તેમની દલીલ હતી કે યંત્રો અને મૂડી નિર્જીવ ચીજો છે તેમાં જીવંત કામદારનો શ્રમ ઉમેરાતાં વસ્તુ મૂલ્ય પ્રાપ્ત કરે છે. આમ, મૂલ્ય-સર્જનમાં કામદાર…

વધુ વાંચો >

ક્રાંતિ

ક્રાંતિ : રાજ્યસત્તા કે સમાજમાં લવાતું મૂળભૂત અને ધ્યેયલક્ષી પરિવર્તન. ક્રાંતિ એક ઘટના છે. વિવિધ પરિબળોનાં સંયોજન અને આંતરક્રિયામાંથી તે આકાર પામે છે. જ્યારે કોઈ ઘટનાને ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે જ તે ઘટનાની પ્રક્રિયામાં અમુક ચોક્કસ પરિબળોની ભૂમિકા અપેક્ષિત છે. ક્રાંતિના સંદર્ભમાં પ્રક્રિયા ઉપરાંત પરિણામ પણ મહત્વનું…

વધુ વાંચો >

ક્રોપોટકિન, પીટર

ક્રોપોટકિન, પીટર (જ. 21 ડિસેમ્બર 1842, મૉસ્કો; અ. 8 ફેબ્રુઆરી 1921, દમિત્રૉવ, મૉસ્કો પાસે) : અરાજકતાવાદી વિચારસરણીમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર રશિયાના સુપ્રસિદ્ધ ચિંતક. તેમના અભ્યાસી અભિગમ, સૌમ્ય વ્યક્તિત્વ અને રંગદર્શી ર્દષ્ટિકોણને કારણે તે અલગ તરી આવે છે. રશિયાના પીટર ઍલેક્ઝેવિચ કૉપોટકિવ અમીર કુટુંબનું સંતાન હોવાથી મોભો, શિક્ષણ અને કારકિર્દી માટેની…

વધુ વાંચો >

ખામા, સેરેત્સે

ખામા, સેરેત્સે (જ. 1 જુલાઈ 1921, સિરોઈ; અ. 13 જુલાઈ 1980, ગાબ્રોર્ની) : દક્ષિણ આફ્રિકાના ભૂમિ-અંતર્ગત (દરિયાકાંઠા વિનાના) બોત્સ્વાના(જૂના બેચુઆના લૅન્ડ)ના વડા. ખામાએ આ દરિદ્ર પ્રદેશમાં સ્થિરતા લાવીને જ નહિ પરંતુ વિકાસની કેડી કંડારીને અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહત્વની ત્સ્વાના (બામાન્ગ્વાટો) ટોળીના વંશગત વડા હોવાને નાતે ખામા પ્રત્યે પરંપરાગત…

વધુ વાંચો >

ગાર્વી, માર્ક્સ મોઝિયા

ગાર્વી, માર્ક્સ મોઝિયા (જ. 17 ઑગસ્ટ 1887, સેન્ટ એન્સ-બે, જમૈકા; અ. 10 જૂન 1940, લંડન) : સર્વ-આફ્રિકીવાદ(pan-Africanism)ની ચળવળના એક વિવાદાસ્પદ નેતા. તેમણે ન્યૂયૉર્ક શહેરના હાર્લેમ વિસ્તારમાં અમેરિકાના અશ્વેત રાષ્ટ્રવાદીઓની ચળવળની સ્થાપના કરી (1919–26). જમૈકાની શાળામાં 14 વર્ષની ઉંમર સુધી તેમણે અભ્યાસ કર્યો હતો. ગરીબીને કારણે તે આગળ અભ્યાસ કરી શક્યા…

વધુ વાંચો >