જગદીશચંદ્ર જૈન

અંગવિજ્જા

અંગવિજ્જા (ઈ. સ. ચોથી સદી) : અંગવિદ્યાને લગતો જૈન આચાર્યો દ્વારા પ્રણીત, પ્રાકૃતનો એક મહત્વપૂર્ણ ગ્રંથ. તેમાંથી મનુષ્યની વિવિધ ચેષ્ટાઓના નિરીક્ષણ દ્વારા તેના ભવિષ્યનું જ્ઞાન મળી શકે છે. બૌદ્ધોના ‘દીઘનિકાય’ પછી ‘બ્રહ્મજાલસુત્ત’(1, પૃષ્ઠ 1૦)માં તથા કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ (1.11.17) અને ‘મનુસ્મૃતિ’(6.5૦)માં અંગવિદ્યાનો ઉલ્લેખ છે. વરાહમિહિરકૃત ‘બૃહત્સંહિતા’(51)માં આનું 88 શ્લોકોમાં વિવેચન કરવામાં…

વધુ વાંચો >

પ્રાકૃત ભાષા અને સાહિત્ય

પ્રાકૃત ભાષા અને સાહિત્ય ‘પ્રાકૃત’ શબ્દ ‘પ્રકૃતિ’ શબ્દમાંથી બનેલો છે અને એ ર્દષ્ટિએ ‘પ્રાકૃત’ ભાષા એટલે પ્રકૃતિ(જનતા)ની ભાષા. એટલે કે જનભાષા અથવા લોકભાષા કહી શકાય. ભારતમાં પ્રચલિત ભાષાઓનાં મુખ્યત્વે બે કુળ છે : (1) ભારતીય આર્ય કુળ, એટલે ઉત્તર ભારતની ભાષાઓ, જેનો સંબંધ ભારતીય–ઈરાન  (Indo-Iranian) અને ભારોપીય (Indo-European) નામના પરિવાર…

વધુ વાંચો >

શીલાંક

શીલાંક (નવમી સદી) : જૈન સાહિત્ય અને પ્રાકૃત ભાષાના કવિ અને ટીકાકાર. જૈન પરંપરામાં શીલાંક અથવા શીલાચાર્ય નામના એકથી વધારે વિદ્વાન થઈ ગયા છે. ‘ચઉપ્પન્નમહાપુરિસચરિય’ના કર્તા પ્રસ્તુત શીલાંક, શીલાચાર્ય અથવા વિમલમતિ કે તત્ત્વાદિત્ય નામથી પણ પ્રખ્યાત છે. ગ્રંથની પ્રશસ્તિ દ્વારા માત્ર એટલી જ માહિતી મળે છે કે તેઓ નિર્વૃતિ-કુલોત્પન્ન માનદેવસૂરિના…

વધુ વાંચો >