ચેક સાહિત્ય

કુન્દેરા મિલાન

કુન્દેરા, મિલાન (જ. 1 એપ્રિલ 1929, બ્રૂનો, ચેકોસ્લોવૅકિયા) : ચેક નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને કવિ. શિક્ષણ પ્રેગમાં. પોતે સામ્યવાદી વિચારધારામાં પરોવાયા હોવાં છતાં સામ્યવાદી શાસકોનું કટુ વિવરણ હાસ્યની પછવાડે તેમણે પ્રયોજ્યું છે. પિતા સંગીતકારોની મંડળીના જાણીતા પિયાનોવાદક અને નિર્દેશક હતા. ‘ક્લો વૅક્ ઝાહરાદા શીરા’ (‘મૅન : ઍ બ્રૉડ…

વધુ વાંચો >

ચાપેક, કરેલ

ચાપેક, કરેલ (જ. 9 જાન્યુઆરી 1890, બોહેમિયા, ચેકોસ્લોવાકિયા; અ. 25 ડિસેમ્બર 1938) : ચેકોસ્લોવાકિયાના નવલકથાકાર અને નાટ્યકાર. ડૉક્ટર પિતાના આ પુત્રે પૅરિસ, બર્લિન તથા પ્રાગની યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. ચિત્રકાર તથા સ્ટેજ-ડિઝાઇનર બનેલા પોતાના ભાઈ જોસેફ ચાપેક(1887–1945)ના સહયોગમાં તેમણે 1910થી નાટકો લખવાનો આરંભ કર્યો. આ સહલેખનના પરિણામે લખાયેલાં નાટકો પૈકી…

વધુ વાંચો >

ચેક ભાષા (Czech language)

ચેક ભાષા (Czech language) : ભાષા બોલનારાઓની સંખ્યાની ર્દષ્ટિએ આ ભાષાની ગણતરી પ્રમુખ ભાષાઓમાં ન થાય; પરંતુ ઐતિહાસિક ર્દષ્ટિએ એનું મહત્વ છે. મધ્ય યુગમાં બોહેમિયા રાજ્યનો વિસ્તાર ઘણો મોટો હતો અને ત્યાંના લોકો ચેક-ભાષી હતા. ચેક ભાષાને એ કારણે બોહેમિયન ભાષા તરીકે પણ ઓળખવામાં આવતી. આ ભાષા ભારત-યુરોપીય કુળની છે.…

વધુ વાંચો >