ગ્રંથાલયશાસ્ત્ર,

પ્રાચ્યવિદ્યા મંદિર [Oriental Institute (1927)]

પ્રાચ્યવિદ્યા મંદિર [Oriental Institute (1927)] : ભારતીય પ્રાચીન સાહિત્યનાં દુર્લભ પુસ્તકો તથા હસ્તપ્રતોનો સંગ્રહ, તેમનું સંરક્ષણ અને પ્રકાશન કરતી સંસ્થા. એવાં પુસ્તકોનો વિદ્વાનો અને સામાન્ય પ્રજા સુધી પ્રચાર-પ્રસાર કરવો એ આ સંસ્થાનો પ્રમુખ ઉદ્દેશ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (1863–1939) પોતાની પ્રજા અને સમાજના સર્વતોમુખી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા…

વધુ વાંચો >

બિબ્લિયોતેક નાસિયોનાલ

બિબ્લિયોતેક નાસિયોનાલ (આશરે ઈ. 1367) : ફ્રાંસનું રાષ્ટ્રીય ગ્રંથાલય. વિશ્વનું સૌથી પ્રાચીન ગ્રંથાલયોમાંનું એક. આ ગ્રંથાલયની સ્થાપના ચાર્લ્સ પાંચમાના શાસનકાળ (1340–1380) દરમિયાન 1,200 હસ્તપ્રતોથી રાજમહેલમાં રૉયલ લાઇબ્રેરીની સ્થાપના સમયે 1367ના અરસામાં થયેલી. ફ્રાંસના ઘણાખરા રાજવીઓ અંગત રસથી રજવાડી ગ્રંથાલયો ઊભા કરતા હતા. આ ગ્રંથાલયોમાં ગ્રીક ભાષા અને સાહિત્યનો, તેમજ પૌરસ્ત્ય…

વધુ વાંચો >

બોર્ડન, વિલિયમ એલન્સન

બોર્ડન, વિલિયમ એલન્સન (જ. 1853, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 1931) : પૂર્વ વડોદરા રાજ્યનાં નગરો તથા ગામોમાં પ્રશંસનીય ગ્રંથાલય-પ્રણાલીની રચના કરનાર અમેરિકી ગ્રંથાલયશાસ્ત્રી. અમેરિકાના તત્કાલીન પ્રખ્યાત ગ્રંથાલયવિદ ચાર્લ્સ કટર પાસે શિક્ષા લીધી અને તેમના સહાયક તરીકે લાંબો અનુભવ મેળવ્યો. કોલમ્બિયા વિશ્વવિદ્યાલયમાં  મેલવિલ ડ્યુઇએ સ્થાપેલા ગ્રંથાલય-શિક્ષણના વર્ગોમાં તેઓ વ્યાખ્યાતા હતા. કનેક્ટિકટની યંગમૅન્સ…

વધુ વાંચો >

બ્રિટિશ લાઇબ્રેરી

બ્રિટિશ લાઇબ્રેરી : વિશ્વનાં ગ્રંથાલયોમાં નોંધપાત્ર ગણાતું બ્રિટનનું ગ્રંથાલય. બ્રિટિશ લાઇબ્રેરી ઍક્ટ (1972) અનુસાર 1 જુલાઈ 1973થી બ્રિટિશ મ્યુઝિયમ અને બ્રિટિશ લાઇબ્રેરી એમ બે ભિન્ન સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. 1973માં બ્રિટિશ લાઇબ્રેરીની સ્થાપના થઈ; જેને કારણે યુ.કે.માં રાષ્ટ્રીય ગ્રંથાલય તેમજ ગ્રંથાલય અને માહિતીનું માળખું રચાયું. બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહ સાથે નૅશનલ…

વધુ વાંચો >

બ્લિસ, હેન્રી

બ્લિસ, હેન્રી (જ. 29 જાન્યુઆરી 1870, ન્યૂયૉર્ક સિટી; અ. 9 ઑગસ્ટ 1955, પ્લેઇન ફિલ્ડ) : ગ્રંથાલય-ક્ષેત્રે બ્લિસ વર્ગીકરણ નામની મહત્વની પદ્ધતિના પ્રણેતા. પિતા ડેવિડ બ્લિસ. માતા ઇવલિના  માટિલ્ડા. પ્રારંભે વર્ષો સુધી ન્યૂયૉર્કમાં નિવાસ કર્યો. પાછલાં વર્ષો ન્યૂજર્સી રાજ્યમાં ડેવસિસ એસ્ટેટ ખાતે ગાળ્યાં. 1901માં તેમણે એલન ડી. કોસ્ટર સાથે લગ્ન કર્યું.…

વધુ વાંચો >

ભારત ભવન

ભારત ભવન : મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે આવેલું સાંસ્કૃતિક સંકુલ. 1980ના દશકામાં તેનો મૂળ વિચાર ઉદભવ્યો હતો અને તેની સ્થાપના થઈ હતી. સ્થાપના પછી આ ભવનમાંનાં સંગ્રહસ્થાન, ગ્રંથાલય, રંગભૂમિ તથા સંગીતકેન્દ્રે સાંપ્રત કલા પરત્વે દૂરગામી પ્રભાવ સર્જ્યો છે. સમસ્ત દેશ તેમ પરદેશમાંથી લલિત કલાઓ તથા રંગમંચીય કલાઓના કલાકારો માટે તે આકર્ષણ-કેન્દ્ર…

વધુ વાંચો >

મૌલવી, ખુદાબક્ષ મહંમદબક્ષ

મૌલવી, ખુદાબક્ષ મહંમદબક્ષ (જ. 2 ઑગસ્ટ 1842, ચાપરા, જિ. સરન, બિહાર; અ. 3 ઑગસ્ટ 1908) : પટણાની પ્રસિદ્ધ ઓરિયેન્ટલ લાઇબ્રેરીના સ્થાપક. તેમના પિતા મહંમદબક્ષ વકીલ હતા. ખુદાબક્ષ પણ એક વકીલ તથા અરબી, પર્શિયન તથા ઇજિપ્શિયન સંસ્કૃતિનો પરિચય આપતી હસ્તપ્રતોના સંગ્રાહક તથા ચાહક હતા. સને 1857ના વિપ્લવ બાદ અંગ્રેજ સરકારે અપનાવેલી…

વધુ વાંચો >

રંગનાથન્, શિયાલી રામામૃત

રંગનાથન્, શિયાલી રામામૃત (જ. 9 ઑગસ્ટ 1892, શિયાલી, જિ. તાંજોર, તામિલનાડુ; અ. 27 સપ્ટેમ્બર, 1972, બૅંગલોર) : ગ્રંથાલયશાસ્ત્રને અન્ય શાસ્ત્રોની સાથે વિદ્યાકીય જગતમાં સમાન હક્ક અપાવનાર ભારતના એક પ્રતિભાશાળી ગ્રંથપાલ. વિદ્યાકીય જગત અને વ્યવહારજગતમાં ગ્રંથાલયને અને ગ્રંથપાલને માનાર્હ દરજ્જો (status) પ્રદાન કરાવવાનું શ્રેય ડૉ. રંગનાથન્ને ફાળે જાય છે. રંગનાથન્નો જન્મ…

વધુ વાંચો >

રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય

રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય (જ. 1903 કાહેન, જિ. મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 30 ઑગસ્ટ 1981) : કલાસૌંદર્યના ઉપાસક, ઇતિહાસ અને સાહિત્યક્ષેત્રના એક પ્રતિભાવંત વિદ્યાપુરુષ. બ્રાહ્મોસમાજના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા મહેન્દ્રરાય એક આદર્શ શિક્ષક અને બંગભંગ તથા સ્વદેશીની ચળવળના રંગે રંગાયેલા. પિતાનો સ્વદેશપ્રેમનો વારસો પુત્રે જાળવ્યો. અનુશીલન સમિતિમાં અને ક્રાંતિકારી દળ…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત

રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત : ભારતનું સૌથી મોટું અને વિશાળ રાષ્ટ્રીય ગ્રંથાલય. ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલયના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એનું સંચાલન થાય છે. કોલકાતાના બેલવેડેર એસ્ટેટની 30 એકર ભૂમિમાં આવેલું આ રાષ્ટ્રીય ગ્રંથાલય મુદ્રણ અને પુસ્તક-નોંધણી અધિનિયમના કાયદા હેઠળ દેશમાં પ્રકાશિત થતી તમામ મુદ્રિત સામગ્રી પ્રાપ્ત કરવાને હકદાર…

વધુ વાંચો >