ગિરીશભાઈ પંડ્યા

મછલીપટણમ્ (મચિલીપટણમ્, મસુલીપટણમ્)

મછલીપટણમ્ (મચિલીપટણમ્, મસુલીપટણમ્) : આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 16° 10´ ઉ. અ. અને 81° 08´ પૂ. રે. પૂર્વ કિનારાનાં સૌથી જૂનાં બંદરો પૈકીનું એક. તે બંદર તાલુકામાં આવેલું છે અને ‘બંદર’ નામથી પણ ઓળખાય છે. 1949માં આ શહેરને અપાયેલું મછલીપટણમ્ નામ આ નગર માટે બાંધેલા…

વધુ વાંચો >

મત્તાનચેરી

મત્તાનચેરી : કેરળ રાજ્યમાં અરબી સમુદ્રકાંઠે, કોચીન પાસે આવેલું એક જૂનું નગર. 197૦માં આ નગરને કોચીનમાં ભેળવી દેવામાં આવેલું છે. આ નગર વિશેષે કરીને તો યહૂદી કોમના ‘પરદેશી દેવળ’ તેમજ કોચીનના રાજાઓના મહેલ માટે જાણીતું છે. આ પરદેશી દેવળ 1568માં બાંધવામાં આવેલું. 1664માં પૉર્ટુગીઝો દ્વારા તેના કેટલાક ભાગનો નાશ થયેલો,…

વધુ વાંચો >

મથુરા

મથુરા : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના પશ્ચિમ છેડા પર આગ્રા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 270 14´થી 270 58´ ઉ. અ. અને 770 17´થી 780 12´ પૂ. રે. વચ્ચેનો 3,811 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અપૂર્ણ અર્ધચંદ્ર જેવો છે.…

વધુ વાંચો >

મદીના

મદીના : સાઉદી અરેબિયાના પશ્ચિમ ભાગમાં આવેલા હેજાઝ વિસ્તારનો પ્રાંત. ભોગોલિક સ્થાન : 240 28´ ઉ. અ. અને 390 36´ પૂ. રે. તે તિહામહના મેદાન સુધી વિસ્તરેલો છે. મદીના શહેર તેનું પ્રાંતીય પાટનગર છે. તેની ઉત્તરે અન-નાફુડ ઈશાનમાં અલ કાસિમ, પૂર્વમાં અલ રિયાધ, દક્ષિણે મક્કા તથા પશ્ચિમ અને વાયવ્યમાં તબુક…

વધુ વાંચો >

મદુરાઈ

મદુરાઈ : તમિલનાડુ રાજ્યનો પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 90 56´ ઉ. અ. અને 780 07´ પૂ. રે.ની આજુબાજુનો 7,057 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મન્નાર થિરુમલાઈ અને દીરન ચિમ્મામલાઈ જિલ્લા, પૂર્વમાં પાસુમપન મુથુ રામલિંગમ્ જિલ્લો, દક્ષિણમાં કામારાજર…

વધુ વાંચો >

મધુબની

મધુબની : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં નેપાળની સરહદે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 22´ ઉ. અ. અને 86° 05´ પૂ. રે.ની આજુબાજુનો 3,501 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળનો પહાડી પ્રદેશ (જે જિલ્લાની દક્ષિણ સરહદ સુધી વિસ્તરે છે.),…

વધુ વાંચો >

મધ્ય જીવયુગ

મધ્ય જીવયુગ (Mesozoic Era) : ભૂસ્તરીય ઇતિહાસના મુખ્ય યુગો પૈકીનો એક. ભૂસ્તરીય કાળ દરમિયાન થયેલી જીવનસ્વરૂપોની ઉત્ક્રાંતિના સંદર્ભમાં ‘મધ્ય જીવયુગ’ શબ્દનું અર્થઘટન કરતાં કહી શકાય કે પ્રથમ જીવયુગ (palaeozoic era) અને તૃતીય જીવયુગનાં જીવનસ્વરૂપોની વચગાળાની કક્ષાનું જીવન આ યુગ દરમિયાન અસ્તિત્વ ધરાવતું હોવાથી આ નામ સાર્થક બની રહે છે. પ્રથમ…

વધુ વાંચો >

મધ્યપાષાણયુગ

મધ્યપાષાણયુગ (Mesolithic Age) : પ્રાગ્-ઐતિહાસિક માનવસંસ્કૃતિના વિકાસની કક્ષા અને કાળગાળો. પાષાણયુગ અંતર્ગત પુરાપાષાણયુગની પછીનો અને નવપાષાણયુગ પહેલાંનો કાળ. પ્રાગ્-ઐતિહાસિક માનવજીવન અને તેના વિકાસના સંદર્ભમાં તેને પ્લાયસ્ટોસીન કાલખંડ પછીનો સમય ગણવામાં આવે છે. આ સમય દરમિયાન પાષાણ-ટુકડાઓમાંથી ઝીણવટભરી રીતે તત્કાલીન માનવોએ તૈયાર કરેલાં અને ઉપયોગમાં લીધેલાં સાધનો-ઓજારોનો સમાવેશ થાય છે. શિકાર…

વધુ વાંચો >

મધ્ય મહાસાગરીય ડુંગરધારો

મધ્ય મહાસાગરીય ડુંગરધારો (Mid-oceanic Ridges) દુનિયાનાં બધાં જ મહાસાગરતળના મધ્યભાગને આવરી લેતી, આજુબાજુના ખંડોના કિનારાઓને લગભગ સમાંતર અને સળંગ ચાલુ રહેતી પર્વતમાળાઓ. અન્યોન્ય જોડાયેલી આ પર્વતમાળાઓ વળાંકો લઈને શાખાઓમાં વિભાજિત પણ થયેલી છે. તેમની કુલ લંબાઈ 65,000 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 500થી 5,000 કિમી. જેટલી છે. તે મહાસાગરીય મધ્યતળના લગભગ…

વધુ વાંચો >

મધ્યરંગી ખડકો

મધ્યરંગી ખડકો (mesocratic rocks) : રંગ પર આધારિત વર્ગીકૃત–અગ્નિકૃત ખડકો પૈકીનો પ્રકાર. જે અગ્નિકૃત ખડકમાં 30થી 60 ટકા ઘેરા રંગનાં ખનિજો હોય તેને મધ્યરંગી ખડક કહેવાય, અર્થાત્ આછા(શુભ્ર)રંગી અને ઘેરારંગી ખડકો વચ્ચેનું રંગનિદર્શન કરતો ખડક. ખાસ કરીને, આવા ખડકો, અગ્નિકૃત ખડકોનું રંગ મુજબનું વર્ગીકરણ કરવા બ્રોગરે પ્રયોજેલા ‘આછારંગી’ અને ‘ઘેરારંગી’…

વધુ વાંચો >