કુસુમ વ્યાસ

આર્દ્રતા

આર્દ્રતા (વનસ્પતિશાસ્ત્ર) : હવામાં રહેલા ભેજનું માપ. સામાન્યત: તે સાપેક્ષ (relative) કે નિરપેક્ષ (absolute) આર્દ્રતા તરીકે માપવામાં આવે છે અને ટકાવારીમાં દર્શાવાય છે. આંતરકોષીય અવકાશ (intercellular space), વાયુકોટરો અને રંધ્રો (stomata) દ્વારા એક સળંગ વાતાયન (ventilation) વનસ્પતિમાં રચાય છે. તેની મારફતે ભેજ આવજા કરે છે. સાપેક્ષ આર્દ્રતા વાતાવરણમાં રહેલાં બે…

વધુ વાંચો >

ખાડીપ્રદેશ

ખાડીપ્રદેશ (estuary) : ભૂમિ પરથી દરિયા તરફ વહેતું પાણી અને દરિયાનું પાણી જ્યાં મુક્તપણે એકબીજામાં ભળતાં હોય તેવા સમુદ્રકિનારે આવેલા અને અંશત: બંધિયાર એવા પાણીના વિસ્તારો. મોટા ભાગના આ વિસ્તારો નદીના મુખપ્રદેશ રૂપે હોય છે. તે વિસ્તાર નદીનાળ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં વહીને ખંભાતના અખાતમાં અરબી સમુદ્ર સાથે જોડાતા…

વધુ વાંચો >

ગર્ભવિકાસ

ગર્ભવિકાસ (embryonic development) : વનસ્પતિઓમાં યુગ્મનજ(zygote)ના સમવિભાજનો અને વિભેદનો(differen-tiations)ને પરિણામે પૂર્ણ ગર્ભ (= ભ્રૂણ) બનવાની પ્રક્રિયા. પ્રજનન પ્રત્યેક સજીવનું એક આગવું લક્ષણ છે. લિંગી પ્રજનન કરતી દરેક વનસ્પતિનું જીવનચક્ર બે અવસ્થાઓમાં વહેંચાયેલું હોય છે. જન્યુજનક(gametophyte)અવસ્થા જન્યુઓ(gametes)નું નિર્માણ કરતી એકગુણિત (haploid) અવસ્થા છે; જ્યારે બીજાણુજનક-(sporophyte)અવસ્થા બીજાણુઓ(spores)નું નિર્માણ કરતી દ્વિગુણિત (diploid) અવસ્થા…

વધુ વાંચો >

ગાજર

ગાજર : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Daucus carota Linn. var. Sativa DC. (સં. ગાર્જર, ગૃંજન, શિખા-મૂલ; હિં., મ., બં., પં., ગુ. ગાજર; ક. ગર્જરી; તે. ગાજરગેડ્ડા, પિતકંદ; તા. ગાજરકિલાંગુ, કરેટ્ટુકીઝાંગુ; ફા. ગર્દક, ગજર; અ. જજરેબરી; અં. કૅરટ) છે. સ્વરૂપ : તે એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ (biennial)…

વધુ વાંચો >

ગ્લાઇકેનિયેસી કુળ

ગ્લાઇકેનિયેસી કુળ : વનસ્પતિસૃષ્ટિની ત્રિઅંગી વનસ્પતિના ટેરોપ્સિડા વર્ગ અંતર્ગત એક કુળ (Sporne 1970). ભારતમાં તેની માત્ર એક જાતિ ગ્લાઇકેનિયાનાં વૃક્ષો જોવા મળે છે. તે લગભગ 130 જાતિઓમાં વહેંચાયેલી છે. કૅમ્પબેલે (1911) તેને ડાઇક્રેનોપ્ટેરિસ, ઇયુગ્લાઇકેનિયા અને પ્લેટીઝોમા જેવી ત્રણ ઉપપ્રજાતિઓમાં વહેંચી છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં જોવા મળતી કેટલીક જાતિઓ…

વધુ વાંચો >