કીટકશાસ્ત્ર,

કીડી

કીડી : માનવને સૌથી વધુ પરિચિત ત્વક્પક્ષ (hymenoptera) શ્રેણીના ફૉર્મિસિડે કુળનો કીટક. સમૂહમાં રહેનાર આ કીટક સામાન્યપણે પોતે બનાવેલા દરમાં રહે છે, જેને કીડિયારું કહે છે. ત્યાં રહેતી કીડીઓની સંખ્યા ઓછી હોય અથવા કરોડ કરતાં પણ વધારે હોઈ શકે. કીડિયારામાં રહેતી કીડી સામાન્યપણે માદા હોય છે; રાણી અને કામદાર. સામાન્યપણે…

વધુ વાંચો >

કૂદકૂદિયાં

કૂદકૂદિયાં : શેરડી, જુવાર, મકાઈ અને ઘઉં જેવા પાકને નુકસાન પહોંચાડતી ચૂસિયા જીવાત. આ ચૂસિયાનો સમાવેશ વર્ગ કીટક, શ્રેણી અર્ધપક્ષ(hemiptera)ના લોફોપિડી કુળમાં કરવામાં આવે છે. ભારતમાં શેરડીનું વાવેતર કરતા બધા પ્રદેશોમાં કૂદકૂદિયાંનો ઉપદ્રવ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આ જીવાતને હવામાન અનુકૂળ હોવાથી ત્યાં તેનો ઉપદ્રવ વધારે હોય છે. પુખ્ત…

વધુ વાંચો >

કૃમિ

કૃમિ (worms) : ઉપાંગ વગરનું ગોળ અથવા ચપટું અને મૃદુ શરીર ધરાવતાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ. તેની સાચી શરીરગુહા હોય કે ન પણ હોય. કૃમિ-કાચંડા (worm-lizard) અને કૃમિ-મત્સ્ય (worm-fish) જેવાં પૃષ્ઠવંશી પ્રાણીઓ કૃમિ જેવા આકારનાં હોવા છતાં તે વાસ્તવિક રીતે કૃમિ નથી. કેટલાક કીટકોની ઇયળોને પણ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. કૃમિનાં…

વધુ વાંચો >

ચાંચ

ચાંચ : ખોરાકને પકડવા કે માળો બનાવવા માટેનું પક્ષીનું એક અગત્યનું અંગ. ઉડ્ડયન કરવાની ક્ષમતા ધરાવતા પક્ષી માટે ઉષ્ણ કટિબંધ, અતિશીત ઉત્તર ધ્રુવપ્રદેશ, ઊંચા પહાડનું શિખર, ખીણમાં આવેલી ગુફા, હિમપ્રદેશ કે ગીચ વન જેવાં રહેઠાણો અનુકૂળ હોય છે. તે ત્યાં ઉપલબ્ધ વિવિધ પ્રકારનો આહાર લે છે. અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓની જેમ…

વધુ વાંચો >

જીવાણુજન્ય રોગો

જીવાણુજન્ય રોગો વિવિધ પ્રકારના જીવાણુઓને કારણે પ્રાણીઓમાં અનેક રોગ ઉદભવે છે. તેની વિગતો નીચે મુજબ છે : 1. કાળિયો તાવ આ રોગ ઍન્થ્રેક્સ તથા વૂલ સૉર્ટર્સ ડિસીઝના નામે પણ જાણીતો છે. આ રોગ ગાય, બળદ, ભેંસ, ઘેટાંબકરાં, ઘોડા, ડુક્કર, ઊંટ તથા કૂતરાંને થાય છે. આ રોગનો ચેપ પશુઓમાંથી માણસને પણ…

વધુ વાંચો >

જૈવિક નિયંત્રણ

જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…

વધુ વાંચો >

જૈવિક યુદ્ધ

જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…

વધુ વાંચો >

જોગીડો

જોગીડો : ફૂગથી બાજરામાં થતો રોગ. તે પીલિયો, કુતુલ, બાવા, ખોડિયા, ડાકણની સાવરણી વગેરે નામે ઓળખાય છે. તેના માટે જવાબદાર ફૂગનું નામ Sclerospora graminicola છે. આ રોગનો ઉપદ્રવ બીજની સાથે અથવા જમીનમાં રહેલી રોગપ્રેરક ફૂગના બીજાણુ મારફત થાય છે. ગરમ તથા ભેજવાળું વાતાવરણ રોગને વધારે અનુકૂળ આવે છે. ધરુની અવસ્થાથી…

વધુ વાંચો >

ઝીંઝણી

ઝીંઝણી : ઢાલપક્ષ (coleoptera) શ્રેણીનો કુકુજિડી કુળનો એક કીટક. વૈજ્ઞાનિક નામ Orzaphilus surinamensis છે. તેના વક્ષની બાજુની બંને ધાર પર કરવતના જેવા કાકર હોવાથી તે સૉ-ટુથેડ ગ્રેઇન બીટલ તરીકે ઓળખાય છે. સૌપ્રથમ 1767માં આ કીટક નોંધાયો. પુખ્ત કીટક બદામી રંગનો, સાંકડો, ચપટો અને 2થી 3 મિમી. લાંબો હોય છે. આ…

વધુ વાંચો >

ટપકાંવાળી ઇયળ

ટપકાંવાળી ઇયળ : શ્રેણી રોમપક્ષ(Lepidoptera)ની ફૂદીની કેટલીક ઇયળાવસ્થાની જીવાત. કુળ નૉક્ટયુડી. આ જીવાત ભૂખરા રંગની સફેદ ધાબાવાળી અને કાળા માથાવાળી તથા શરીરે કાળાં અને બદામી રંગનાં ટપકાં ધરાવતી હોવાથી તે ટપકાંવાળી ઇયળ અથવા કાબરી ઇયળ અથવા પચરંગી ઇયળના નામે ઓળખાય છે. તેનો ઉપદ્રવ કપાસ અને ભીંડાના પાકમાં જોવા મળે છે.…

વધુ વાંચો >