કિશોર પોરિયા

પ્રકાશનો વેગ (velocity of light)

પ્રકાશનો વેગ (velocity of light) : પ્રકાશ એ વીજચુંબકીય તરંગો છે. આવા વીજચુંબકીય તરંગો હવા અને શૂન્યાવકાશમાંથી કોઈ ચોક્કસ વેગથી ત્વરિત ગતિ કરે છે. પ્રકાશનું પ્રસરણ અત્યંત મોટા વેગથી થતું હોવાથી તેનું ચોકસાઈપૂર્વકનું માપન અત્યંત જરૂરી છે. વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે કોઈ અણુના નાભિ દ્વારા ઉત્સર્જિત ઊર્જાને ε = mc2…

વધુ વાંચો >

પ્રકાશ-વિઘટન (photo-disintegration)

પ્રકાશ-વિઘટન (photo-disintegration) : શક્તિશાળી γ–કિરણો (ફોટૉન) વડે લક્ષ્યતત્વ (target) ઉપર પ્રતાડન કરતાં, લક્ષ્યતત્વની નાભિ(nucleus)ના વિઘટનની થતી પ્રક્રિયા. આ પ્રક્રિયા પ્રકાશવિદ્યુત-અસર સાથે સામ્ય ધરાવતી હોવાથી તેને પ્રકાશ-નાભિ-અસર (photonuclear effect) તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકાશ વિઘટનની ઘટનામાં મોટેભાગે ન્યુટ્રૉન ઉત્સર્જન પામતા હોય છે. જો જનિત તત્વની નાભિ અસ્થાયી હોય તો તે…

વધુ વાંચો >

ફર્માનો સિદ્ધાંત

ફર્માનો સિદ્ધાંત (Fermat’s principle) : ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર(geometrical optics)નો પાયાનો સિદ્ધાંત. આને કેટલીક વખત ફર્માનો ન્યૂનતમ સમય સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. પિયરદ’ ફર્મા (1601–1665) ફ્રેંચ ગણિતશાસ્ત્રી હતા, જેમને કેટલાક લોકો ‘ડિફરન્શિયલ કેલ્ક્યુલસ’ના શોધકનું માન આપે છે. ફર્માએ આપેલા સિદ્ધાંતનું સત્વ એ છે કે તે કુદરતની કરકસરનું બયાન કરે છે. તેમણે…

વધુ વાંચો >

ફિનમાન, રિચાર્ડ ફિલિપ્સ

ફિનમાન, રિચાર્ડ ફિલિપ્સ (જ. 18 મે 1918, ન્યૂયૉર્ક; અ. 15 ફેબ્રુઆરી 1988, લૉસ ઍન્જેલસ, યુ.એસ.) : વિકિરણ, ઇલૅક્ટ્રૉન તથા પૉઝિટ્રૉન વચ્ચે થતી આંતરક્રિયાની સમજૂતી માટેના મૂળ ‘ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉડાઇનૅમિક’ સિદ્ધાંતમાં રહી ગયેલી ક્ષતિઓ સુધારવા માટે, અન્ય બે વિજ્ઞાનીઓ – યુ.એસ.ના જુલિયન એસ. શ્વિંગર તથા જાપાનના સિન ઇન્દ્રિયો ટોમૅન્ગાની સાથે, 1965ના ભૌતિકશાસ્ત્રના…

વધુ વાંચો >

ફ્રેનેલ લેન્સ

ફ્રેનેલ લેન્સ : અવકાશીય ટેલિસ્કોપમાં વિશિષ્ટ સંરચના ધરાવતો લેન્સ. જુદા જુદા પ્રકારનાં ટેલિસ્કોપનો ઉપયોગ મનુષ્યના રોજિંદા જીવનમાં તથા પ્રયોગશાળાઓમાં વ્યાપક રીતે કરવામાં આવે છે. અવકાશમાં અતિ દૂરનાં અંતરે રહેલા અવકાશીય પદાર્થોને વધુ સ્પષ્ટ રીતે જોવા માટે; તેમનાં ચોક્કસ સ્વરૂપ અને લાક્ષણિકતાઓની પૂર્ણ વિગતો મેળવવા માટે ખૂબ જ મોટા પરિઘ ધરાવતા…

વધુ વાંચો >

ફ્રૉનહૉફર રેખાઓ

ફ્રૉનહૉફર રેખાઓ : સૌર વર્ણપટમાં જોવા મળતી કાળી રેખાઓ. શ્વેતપ્રકાશનું કિરણ પ્રિઝમ પર આપાત કરતાં તે જુદા જુદા રંગનાં વક્રીભૂત કિરણો આપે છે. પ્રત્યેક રંગ માટે વક્રીભવનકોણનું મૂલ્ય અલગ અલગ હોય છે. ન્યૂટને દર્શાવ્યું કે સૂર્યમાંથી આવતો પ્રકાશ સળંગ વર્ણપટ આપે છે અને તે રાતા પ્રકાશથી પારજાંબલી પ્રકાશ સુધી વિસ્તરેલો…

વધુ વાંચો >

બ્રેટેઇન, વૉલ્ટર હૌસર

બ્રેટેઇન, વૉલ્ટર હૌસર (જ. 10 ફેબ્રુઆરી 1902, એમોય, ચીન) : 1956ના વર્ષના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે પોતાનું બચપણ અને યુવાની વૉશિંગ્ટન રાજ્યમાં ગાળ્યાં હતાં, અને 1924માં વ્હાઇટમૅન કૉલેજમાંથી બી.એસ.ની પદવી મેળવી. 1926માં ઑરેગન યુનિવર્સિટી દ્વારા એમ.એ.ની પદવી મળી. ત્યારબાદ 1929માં મિનેસોટા યુનિવર્સિટીએ તેમને પીએચ.ડી.ની પદવી એનાયત કરી. બ્રેટેઇન…

વધુ વાંચો >

ભારે પાણી (ડ્યૂટેરિયમ ઑક્સાઇડ heavy water)

ભારે પાણી (ડ્યૂટેરિયમ ઑક્સાઇડ, heavy water) : સામાન્ય પાણી(H2O)માંના હાઇડ્રોજન(1H)નું તેના એક ભારે સમસ્થાનિક (isotope) ડ્યૂટેરિયમ (D અથવા 2H) વડે પ્રતિસ્થાપન થતાં મળતા પાણીનું એક રૂપ (form). સંજ્ઞા D2O અથવા 2H2O. આવર્તક કોષ્ટકમાં આવેલા સ્થાયી (બિનરેડિયોધર્મી, non-radioactive) સમસ્થાનિકોનાં યુગ્મો પૈકી 1H અને 2H વચ્ચે દળનો તફાવત પ્રમાણમાં સૌથી વધુ (એકના…

વધુ વાંચો >

ભૂચુંબકત્વ (geomagnetism) (ભૌતિકવિજ્ઞાન)

ભૂચુંબકત્વ (geomagnetism) (ભૌતિકવિજ્ઞાન) : પૃથ્વી અને  તેના વાતાવરણનું કુદરતી ચુંબકત્વ. પૃથ્વી અને તેના પર રહેલા પદાર્થોમાં ચુંબકત્વના ગુણધર્મોનું મહત્વ પૌરાણિક સમયથી જ રહ્યું છે; જેમ કે, ચુંબકત્વ ધરાવતા ખડકોએ કુતૂહલતા અને જાદુઈ ચિરાગના ખ્યાલ પેદા કર્યા છે. ચુંબક એ લુહારે ટીપીને ઘડેલા (smithy’s forge) લોખંડની ઔદ્યોગિક પેદાશ છે. અર્થાત્, ચુંબક…

વધુ વાંચો >

ભ્રમિલ

ભ્રમિલ (vortex) : પ્રવાહીમાં ઉદભવતી ગતિનો એક પ્રકાર. ધારારેખીય ગતિ કરતાં પ્રવાહી કે વાયુમાં જ્યારે અણી વિનાનો પદાર્થ અવરોધક તરીકે રાખવામાં આવે ત્યારે આવો અવરોધક પદાર્થ પસાર કર્યા બાદ પ્રવાહીમાં ભ્રમિલ આકારો જોવા મળે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યા છે : જ્યારે પ્રવાહ-ધારા કોઈ અવરોધક દ્વારા અવરોધાય ત્યારે તેની બહારની…

વધુ વાંચો >