કમલેશ ચોકસી

કાંગડી ગુરુકુળ

કાંગડી ગુરુકુળ : ગુરુને ત્યાં કુટુંબી તરીકે રહીને વિદ્યાભ્યાસ કરવાની પ્રાચીન પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપતી આર્યસમાજીઓની એક પ્રસિદ્ધ સંસ્થા. 2 માર્ચ 1902ના રોજ મહાત્મા મુન્શીરામે (સંન્યાસી થયા પછી જેઓ સ્વામી શ્રદ્ધાનંદના નામે પ્રસિદ્ધ થયા) તેની સ્થાપના કરી. હરિદ્વારની સામે ગંગા નદીના પૂર્વીય તટ ઉપર કાંગડી નામના ગામમાં સ્થાપના થવાથી તે…

વધુ વાંચો >

જૈનેન્દ્ર વ્યાકરણ

જૈનેન્દ્ર વ્યાકરણ (ઈ. સ.ની પાંચમી સદી) : પાણિનીય વ્યાકરણના આધારે દેવનંદીએ રચેલો ગ્રંથ. સ્વર અને વૈદિક પ્રકરણને બાદ રાખી તે 5 અધ્યાયોમાં પૂરો કરાયો છે. આ વ્યાકરણનાં અત્યારે 2 સંસ્કરણો મળે છે : (1) ઔદીચ્ય, તેમાં 3 હજાર સૂત્રો છે અને (2) દાક્ષિણાત્ય, તેમાં 3,700 સૂત્રો છે. દાક્ષિણાત્ય સંસ્કરણમાં સૂત્રોની…

વધુ વાંચો >

ધાતુ

ધાતુ : સંસ્કૃત ક્રિયાપદની પ્રકૃતિ. પાણિનીય વ્યાકરણમાં આ એક સંજ્ઞા છે. પાણિનિએ તેની કોઈ વ્યાખ્યા ન આપતાં એક સૂચિ આપી છે. તેમાં સંગૃહીત થયેલા 2,200 જેટલા भू વગેરે શબ્દો કે જે ક્રિયાનો અર્થ બતાવતી પ્રકૃતિ છે, તેમને ધાતુ કહે છે. પતંજલિએ ક્રિયાવાચક પ્રકૃતિને ધાતુ કહેવાય એવી વ્યાખ્યા આપી છે. નવ્યવૈૈયાકરણો…

વધુ વાંચો >

ધાતુપાઠ

ધાતુપાઠ : સંસ્કૃત વ્યાકરણનું એક અંગ. સંસ્કૃત ભાષામાં મુખ્ય ચાર પ્રકારનાં પદો છે : નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત. આ પૈકી આખ્યાત પદો એટલે કે ક્રિયાપદોની પ્રકૃતિ (મૂળ) એવા ધાતુઓનો તેમના અર્થની સાથેનો પાઠ કે સૂચિ તે ધાતુપાઠ કહેવાય છે. વિભિન્ન सं. વ્યાકરણોના વિભિન્ન ધાતુપાઠ મળે છે. સૌથી વધારે પ્રસિદ્ધ…

વધુ વાંચો >

નાગેશ

નાગેશ (જ. ઈ. સ. 1650, તાસગાંવ, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ. 1730) : પ્રસિદ્ધ સંસ્કૃત વૈયાકરણ. તે નાગોજી ભટ્ટ એવા નામે ઓળખાય છે. પિતાનું નામ શિવભટ્ટ અને માતાનું નામ સતી હતું. કાશીમાં ભટ્ટોજી દીક્ષિતના પૌત્ર હરિદીક્ષિત પાસે તેઓ વ્યાકરણ ભણ્યા હતા. શૃંગવેરના (હાલનું સિંગરૌર) રાજા રામસિંહના તેઓ આશ્રિત વિદ્વાન હતા. વાગીશ્વરીની…

વધુ વાંચો >

બોપદેવ (વોપદેવ)

બોપદેવ (વોપદેવ) (જ. 1260; અ. 1335) : સંસ્કૃત ભાષાના કવિ અને વૈયાકરણ. તેઓ વિદર્ભ રાજ્યના ‘વરદા’ નદીને કાંઠે આવેલા ‘વેદપદ’(કેટલાકના મતે ‘સાર્થગ્રામ’)ના રહેવાસી હતા. એમના પિતાનું નામ કેશવ અને વૈદકશાસ્ત્રના ગુરુનું નામ ધનેશ હતું. દેવગિરિ(= હાલનું દૌલતાબાદ)ના યાદવ રાજાના સચિવ હેમાદ્રિ પંત બોપદેવના આશ્રયદાતા હતા. હેમાદ્રિના કહેવાથી બોપદેવે અનેક ગ્રંથો…

વધુ વાંચો >