ઉર્દૂ સાહિત્ય
કૈફી – પંડિત બ્રિજમોહન દત્તાત્રેય : જુઓ પંડિત – બ્રિજમોહન દત્તાત્રેય.
કૈફી, પંડિત બ્રિજમોહન દત્તાત્રેય : જુઓ પંડિત, બ્રિજમોહન દત્તાત્રેય
વધુ વાંચો >કોમલ બલરાજ
કોમલ, બલરાજ (જ. 25 સપ્ટેમ્બર 1928, સિયાલકોટ, હાલ પાકિસ્તાનમાં; અ. 25 નવેમ્બર 2013, દિલ્હી) : ઉર્દૂના નામી લેખક. તેમના કાવ્યસંગ્રહ ‘પરિંદોં ભરા આસમાન’ને 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. દિલ્હી પ્રશાસનતંત્રના શિક્ષણ વિભાગમાં જોડાયા. ઉર્દૂ સાહિત્ય-જગતમાં નામના પામેલા કોમલે કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાઓ,…
વધુ વાંચો >ખોજી
ખોજી : ઉર્દૂ સાહિત્યના નામાંકિત લેખક અને ગદ્યકાર પંડિત રત્નનાથ ‘સરશાર’(જ. 1845, લખનૌ; અ. 1902, હૈદરાબાદ)ની ખ્યાતનામ કૃતિ ‘ફસાન-એ-આઝાદ’નું યાદગાર પાત્ર. મોટા કદનાં ત્રણ હજારથી વધારે પૃષ્ઠો ધરાવતો દળદાર ગ્રંથ ‘ફસાન-એ-આઝાદ’ કે ‘આઝાદકથા’ ખૂબ લોકપ્રિય બન્યો કારણ કે તે આખા ગ્રંથમાં હિન્દુસ્તાનના પતનશીલ યુગની તેજસ્વી ગાથા આલેખાઈ છે. આ સમગ્ર…
વધુ વાંચો >ગદ્દી, ઇલયાસ અહમદ
ગદ્દી, ઇલયાસ અહમદ (જ. 24 એપ્રિલ 1934, ઝારખંડ; અ. 27 જુલાઈ 1997, ઝરિયા) : બિહારના જાણીતા ઉર્દૂ નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ફાયર એરિયા’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ એક વેપારી હતા. તેમણે નવલકથાઓ અને વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. તેમણે ફણીશ્વરનાથ રેણુની ચૂંટેલી…
વધુ વાંચો >ગવ્વાસી (મુલ્લાં)
ગવ્વાસી (મુલ્લાં) : સોળમી સદીનો ગોલકોંડા રાજ્યનો દરબારી કવિ. સોળમી શતાબ્દીના આરંભમાં દક્ષિણ ભારતમાં બહમની શાસનના પતનમાંથી જે પાંચ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમાં ગોલકોંડા (કુતુબશાહી) અને બિજાપુર (આદિલશાહી) રાજ્યોએ સાહિત્યકળા અને સ્થાપત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ગોલકોંડાના શાસકો મોહંમદ કુલી કુતુબશાહ, મોહંમદ કુતુબશાહ તેમજ અબ્દુલ્લા કુતુબશાહ પોતે સારા કવિઓ…
વધુ વાંચો >ગાલિબ, અસદુલ્લાહખાન મિર્ઝા
ગાલિબ, અસદુલ્લાહખાન મિર્ઝા (જ. 27 ડિસેમ્બર 1797, આગ્રા; અ. 15 ફેબ્રુઆરી 1869, દિલ્હી) : શ્રેષ્ઠ ઉર્દૂ અને ફારસી કવિ. તેમનું નામ અસદુલ્લાહખાન, મિર્ઝા નૌશા ઉર્ફ હતું અને ‘ગાલિબ’ તેમનું તખલ્લુસ રાખ્યું હતું. શરૂઆતમાં ‘અસદ’ ઉપનામથી પણ તેમણે ગઝલો લખી હતી. તેમના પૂર્વજો અયબક તુર્કમાન હતા અને અઢારમી સદીમાં શાહઆલમના શાસનકાળ…
વધુ વાંચો >ગુજરી
ગુજરી : પંદરમી-સોળમી સદીમાં ગુજરાતમાં બોલાતી ઉર્દૂ-હિન્દી. ઉર્દૂ-હિન્દીની વિવિધ શૈલીઓ અને સ્વરૂપોને હિન્દી, હિન્દવી, હિન્દુઈ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. વિદ્વાનોના મત મુજબ આ જ હિન્દી ભાષા જ્યારે દેશના અન્ય ભાગોમાં કેટલાક સ્થાનિક ફેરફાર સાથે બોલાવા લાગી ત્યારે ત્યાંની સ્થાનિક ભાષાના પ્રભાવ અને સમન્વયથી તે ભાષાનું એક આગવું સ્વરૂપ…
વધુ વાંચો >ગોરખપુરી, ફિરાક રઘુપતિસહાય
ગોરખપુરી, ફિરાક રઘુપતિસહાય (જ. 18 ઑગસ્ટ 1896, ગોરખપુર, ઉત્તરપ્રદેશ; અ. 3 માર્ચ 1982, દિલ્હી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ અને જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા. તે સમીક્ષક તરીકે પણ નામના પામ્યા હતા. તેમના પિતા પણ ઉર્દૂના એક સારા કવિ હોઈ ફિરાકને કવિતાના સંસ્કાર વારસામાં મળ્યા હતા. 1913માં જ્યુબિલી સ્કૂલ, ગોરખપુરમાં માધ્યમિક શિક્ષણ મેળવીને અલ્લાહાબાદની…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચિશ્તી, ખૂબ મુહમ્મદ (અહમદાબાદી)
ચિશ્તી, ખૂબ મુહમ્મદ (અહમદાબાદી) (જ. 1539, અમદાવાદ; અ. 1614, અમદાવાદ) : અમદાવાદમાં થઈ ગયેલા ઉર્દૂ ભાષાના સૂફી કવિ. શાહખૂબ અને ખૂબમિયાં એ તેમનાં ઉપનામ. તેમણે શેખ કમાલ મુહમ્મદ સીસ્તાની (1572) પાસેથી ધાર્મિક તથા આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું અને ચિશ્તિયા સિલસિલા(સંપ્રદાય)ના શિષ્ય બન્યા. સમગ્ર જીવન તેમણે ચિશ્તિયા ખાનકાહ(મઠ)માં શિક્ષક તરીકે અર્પણ કર્યું.…
વધુ વાંચો >