ઉમેશચંદ્ર પાન્ડે

ચુંબકીય રસાયણ (magnetochemistry)

ચુંબકીય રસાયણ (magnetochemistry) વૈશ્લેષિક (analytical) અને સંરચનાકીય (structural) રસાયણમાં બહોળો ઉપયોગ ધરાવતી રસાયણવિજ્ઞાનની એક અગત્યની શાખા. પદાર્થની ચુંબકીય ગ્રહણશીલતા(susceptibility)નાં માપનો અને તેમાંથી પ્રાપ્ત થતી ચુંબકીય ચાકમાત્રા(ચુંબકીય આઘૂર્ણ – magnetic moment)ના ઉપયોગ દ્વારા સંયોજનમાં ઇલેક્ટ્રૉનની ગોઠવણી અંગેની સમજૂતી તેનાથી મળે છે. પદાર્થના ચુંબકીય ગુણધર્મોના અગ્રણી અભ્યાસી ફૅરેડેએ દર્શાવ્યું છે કે ચુંબકત્વ…

વધુ વાંચો >

રામન સ્પેક્ટ્રમિકી (Raman spectroscopy)

રામન સ્પેક્ટ્રમિકી (Raman spectroscopy) : રામન અસરના ઉપયોગ દ્વારા અણુઓની સંરચના, તેમની ભૂમિતિ, આણ્વિક સમમિતિ (symmetry) નક્કી કરવાની રાસાયણિક પૃથક્કરણની એક પદ્ધતિ. જ્યારે અણુની સંરચનાનું પરિશુદ્ધ (precise) નિર્ધારણ શક્ય ન હોય ત્યારે પણ પરમાણુ-સમૂહોની લાક્ષણિક રામન આવૃત્તિ(Raman frequency)ની આનુભવિક (empirical, પ્રયોગનિર્ણીત) માહિતી પરથી અણુમાં પરમાણુઓની ગોઠવણી સંબંધી જાણકારી મળી શકે…

વધુ વાંચો >

રાસાયણિક બંધ (chemical bond)

રાસાયણિક બંધ (chemical bond) અણુ અથવા સ્ફટિકમાંના પરમાણુઓને એકબીજા સાથે પ્રબળ રીતે જકડી રાખનારાં આકર્ષણ-બળો. જો બે પરમાણુઓ અથવા સમૂહો વચ્ચે લાગતાં બળો એવાં હોય કે તે એક નવો, પૂરતી સ્થિરતાવાળો એવો સમુચ્ચય (aggregate) બનાવે કે જેને રસાયણવિદ (chemist) સ્વતંત્ર આણ્વીય જાતિ (molecular species) તરીકે ગણાવી શકે તો તેમની વચ્ચે…

વધુ વાંચો >