ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ

સુગલન(ગલન-ક્રાંતિક eutectic)-બિંદુ

સુગલન(ગલન–ક્રાંતિક, eutectic)-બિંદુ : પ્રવાહી અવસ્થામાં એકબીજામાં દ્રાવ્ય હોય તેવા બે અથવા વધુ પદાર્થો (સામાન્ય રીતે ધાતુઓ) ધરાવતી પ્રણાલીનું એવું ન્યૂનતમ તાપમાન કે જ્યારે પ્રવાહીમાંથી એક અથવા બીજો ઘટક ઘન સ્વરૂપે અલગ પડવાને બદલે સમગ્ર જથ્થો એક ઘટક હોય તે રીતે ઠરી જાય. આ સમયે મિશ્રણનું જે સંઘટન હોય તેને સુગલનસંઘટન…

વધુ વાંચો >

સુવર્ણ-આંક (gold number)

સુવર્ણ–આંક (gold number) : વિશિષ્ટ રીતે બનાવેલા (0.5થી 0.06 ગ્રા./લિ. સોનું ધરાવતા) સોના(gold)ના લાલ વિલય(sol)માં 10 % સોડિયમ ક્લોરાઇડના દ્રાવણના 1 મિલિ.ને ઝડપથી ઉમેરવામાં આવે ત્યારે વિલયનું ઘટ્ટીભવન (coagulation) થતું અટકાવવા માટે ઉમેરવામાં આવતા સંરક્ષક (protective) કલિલનો મિગ્રા.માં જથ્થો. કોઈ એક ધાતુના વિલયમાં સરેશ જેવો સ્થાયી (stable) કાર્બનિક કલિલી પદાર્થ…

વધુ વાંચો >

સોડિયમ-પોટૅશિયમ પંપ (Sodium-Potassium Pump)

સોડિયમ-પોટૅશિયમ પંપ (Sodium-Potassium Pump) : ઉચ્ચ કોટિનાં પ્રાણીઓના ઘણા (સંભવત: બધાં જ) કોષોમાં જોવા મળતી એવી ક્રિયાવિધિ કે જે પોટૅશિયમ આયનો(K+)ની આંતરિક (અંત:સ્થ, internal) સાંદ્રતા આસપાસના માધ્યમ [લોહી, શરીરદ્રવ (body fluid), પાણી] કરતાં ઊંચી જ્યારે સોડિયમ આયનો(Na+)ની સાંદ્રતા આસપાસના માધ્યમ કરતાં નીચી જાળવી રાખે છે. આ પંપ કોષ-પટલ (cell membrane)…

વધુ વાંચો >

હાઇડ્રોજન આયન (hydrogen ion)

હાઇડ્રોજન આયન (hydrogen ion) : પાણીના અણુઓ સાથે સંયોજિત હાઇડ્રોજન નાભિક (nucleus) અથવા પ્રોટૉન. આમ તો હાઇડ્રોજન કેટાયન (cation) એ હાઇડ્રોજન પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રૉન ગુમાવી દે ત્યારે ઉદભવતો ખુલ્લો (bare) પ્રોટૉન છે જે અજોડ (unique) ગુણધર્મો ધરાવે છે; જેમ કે, પાણી (H2O) માટે તેને એટલું પ્રબળ આકર્ષણ હોય છે…

વધુ વાંચો >