આબિદા મોમીન

ઉટાંટિયું

ઉટાંટિયું (whooping cough pertussis) : શિશુઓ અને બાળકોમાં બૉર્ડેટેલા પર્ટુસિસ (bordetella pertussis) નામના જીવાણુના ઉગ્ર ચેપથી થતો શ્વસનમાર્ગનો અતિશય ઉધરસ કરતો રોગ. ક્યારેક (5 % – 10 %) બૉર્ડેટેલા જાતિના પેરાપર્ટુસિસ અને બ્રોન્કીસેપ્ટિકા જીવાણુઓ પણ આ જ પ્રકારનો વિકાર સર્જે છે. બિ. પર્ટુસિસ કવચધારી, 0.5થી 1.0 m લંબાઈના હલનચલન ન…

વધુ વાંચો >

ઓરી

ઓરી (measles, rubeola) : તાવ, ખાંસી, શરદી, નેત્રકલાશોથ (conjuctivitis) અને ચામડી તથા શ્લેષ્મકલા (mucosa) પર નાના ડાઘા અને ફોલ્લીરૂપ સ્ફોટ (rash) કરતો ઉગ્ર અને અતિશય ચેપી વિષાણુજન્ય (viral) રોગ. દસમી સદીમાં રહેઝેસે (Rhezes) અને સત્તરમી સદીમાં સિડેન્હામે (Sydenham) તેનું વર્ણન કર્યું હતું. વળી 1905 અને 1911માં પ્રયોગો દ્વારા જાણી શકાયું…

વધુ વાંચો >

કમળો – નવજાત શિશુનો

કમળો, નવજાત શિશુનો : નવા જન્મેલા શિશુને થતો કમળો. જ્યારે લોહીની અંદર પિત્તવર્ણક (bilirubin) નામના પીળા રંગના વર્ણકદ્રવ્ય(pigment)નું પ્રમાણ વધવા માંડે ત્યારે તેને અતિબિલીરુબિનરુધિરતા અથવા અતિપિત્તવર્ણકરુધિરતા (hyperbilirubinaemia) કહે છે. આવા શિશુના આંખના ડોળાનો સફેદ ભાગ (sclera), ચામડી, શ્લેષ્મકલા (mucosa) વર્ણકદ્રવ્યને કારણે પીળાં થાય ત્યારે તેને કમળો અથવા પીળિયો (jaundice) કહે…

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…

વધુ વાંચો >