અમિતાભ મડિયા
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID)
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID) : ડિઝાઇન વિષયમાં શિક્ષણ અને સેવાનું વિતરણ કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા. ઔદ્યોગિક ડિઝાઇન અને સંચાર (communication) જેવાં વ્યાપક લોકોપયોગી ક્ષેત્રોમાં શિક્ષણ, સંશોધન, તાલીમ અને સેવા પૂરી પાડવાના ઉદ્દેશથી 1961માં કેન્દ્ર-સરકાર દ્વારા અમદાવાદ ખાતે સ્થાપવામાં આવેલી સ્વાયત્ત રાષ્ટ્રીય સંસ્થા તે ‘રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન.’ તે NID તરીકે…
વધુ વાંચો >નૅશનલ મ્યુઝિયમ – નવી દિલ્હી
નૅશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી : ભારતની રાજધાની નવી દિલ્હી ખાતેનું રાષ્ટ્રીય કલા-સંગ્રહાલય. 1912માં હિન્દુસ્તાનનું પાટનગર કૉલકાતા દિલ્હી ખસેડાયું ત્યારે જ દિલ્હીમાં સમસ્ત રાષ્ટ્રના પ્રતિનિધિત્વ ધરાવતા મ્યુઝિયમની જરૂર વરતાતી હતી; પણ આ અંગે સરકાર 1945થી સક્રિય બની અને નૅશનલ મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું 1949માં. આ મ્યુઝિયમ ભારત સરકારના શિક્ષણ અને સાંસ્કૃતિક મંત્રાલયના…
વધુ વાંચો >પગરખાં
પગરખાં : પગનાં તળિયાંને ઢાંકતું રક્ષા માટેનું તથા પાનીની શોભા માટેનું આવરણ. પગરખાંના વર્ગમાં ચાખડી, પાદુકા, ઉપાનહ, જૂતું, જોડો, મોજડી, ચંપલ, સૅન્ડલ, બૂટ, સ્લિપર વગેરેનો પણ સમાવેશ થાય છે. પગરખાંની ઉત્પત્તિ ક્યારે કેવી રીતે થઈ તે અનુમાનનો વિષય છે. કપિમાનવ (pithecanthropus) થોડો સમય વૃક્ષ પર અને થોડો સમય ધરતી પર…
વધુ વાંચો >પટેરિયા, રમેશ
પટેરિયા, રમેશ (જ. 1938, જબલપુર અ. 1987) : આધુનિક કળાના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી તેઓ શિલ્પ વિષયમાં 1966માં સ્નાતક થયા તથા ત્યાંથી જ 1969માં ‘મકરાણા પથ્થરમાં કોતરકામ’ – એ વિષયમાં અનુસ્નાતક થયા. તેમણે દિલ્હીમાં 1969માં અને મુંબઈમાં 1969, ’70, ’71, ’73, ’75 અને ’76માં પોતાનાં…
વધુ વાંચો >પટેલ, જેરામ
પટેલ, જેરામ (જ. 20 જૂન 1930, સોજિત્રા; અ. 18 જાન્યુઆરી 2016, વડોદરા) : વીસમી સદીના ઉત્તરાર્ધના ગુજરાતના મહત્ત્વના કલાકાર. તેમણે રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધપાત્ર કામગીરી બજાવી છે. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પાંચ વરસ કૉમર્શિયલ આર્ટ તથા તે પછી 1957માં લંડનની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ…
વધુ વાંચો >પટેલ, દશરથ
પટેલ, દશરથ (જ. 1927, સોજિત્રા, જિલ્લો નડિયાદ, ગુજરાત; અ. 1 ડિસેમ્બર 2010, અલીબાગ, મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી અને બહુમુખી સિરામિસ્ટ, ચિત્રકાર, ડિઝાઇનર, ફોટોગ્રાફર. દશરથભાઈ તરુણાવસ્થામાં અમદાવાદ ખાતે રવિશંકર રાવળ અને રસિકલાલ પરીખ હેઠળ કલાના દીક્ષા-સંસ્કાર પામ્યા. આ બંને કલાગુરુઓએ બંગાળ-શૈલી અપનાવી હતી. એ જ શૈલીમાં દશરથભાઈએ નિસર્ગશ્યો અને ગ્રામજીવનનાં દૃશ્યો…
વધુ વાંચો >પટેલ, પ્રાણલાલ કરમશીભાઈ
પટેલ, પ્રાણલાલ કરમશીભાઈ (જ. 1 જાન્યુઆરી 1910, કેશિયા, જિ. જામનગર; અ. 18 જાન્યુઆરી 2014, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી ફોટોકલાકાર. 1929માં વર્નેક્યુલર ફાઇનલ પાસ કર્યા પછી 1932થી બળવંત ભટ્ટ અને રવિશંકર રાવળ પાસે બૉક્સ-કૅમેરા વડે તાલીમ લેવી શરૂ કરી. 1936માં સુપર આઇકૉન્ટા, 1939માં રોલિફૅક્સ અને નિકોન કૅમેરા વડે તેઓ છબી પાડતા…
વધુ વાંચો >પટેલ, બાલકૃષ્ણ
પટેલ, બાલકૃષ્ણ (જ. 1925, અમદાવાદ; અ. 2004, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી અમૂર્ત ચિત્રકાર. તેમની ચિત્રકલાની તાલીમની શરૂઆત કલાગુરુ રવિશંકર રાવળ પાસે ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં થઈ હતી. આ પછી સમવયસ્ક ચિત્રકાર શાંતિ દવે સાથે થોડો સમય અમદાવાદમાં એક જ સ્ટુડિયોમાં કામ કર્યું. 1950માં વડોદરાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં નારાયણ શ્રીધર બેન્દ્રે…
વધુ વાંચો >પટેલ, સુલેમાન
પટેલ, સુલેમાન (જ. 1934, થાનગઢ; અ. 6 ઑગસ્ટ 1992, થાનગઢ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગુજરાતના વન્ય જીવનના છબીકાર. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના એક સાધારણ ખેડૂતના તેઓ પુત્ર. અભ્યાસ માત્ર સાત ધોરણ સુધી જ કર્યો હતો. 16 વરસની ઉંમરે સુલેમાનના જીવનમાં એક અસાધારણ પ્રસંગ બની ગયો. 1948માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ…
વધુ વાંચો >પદમસી, અકબર
પદમસી, અકબર (જ. 12 એપ્રિલ 1928, મુંબઈ; અ. 6 જાન્યુઆરી 2020, કોઈમ્બતુર) : ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરી તે પૅરિસ ગયા. ત્યાં તેમણે ચિત્રો અને પ્રદર્શનો કર્યાં. તે મુંબઈમાં રહેતા હતા અને જૂહુ પર તેમનો સ્ટુડિયો હતો. તેમનાં પ્રારંભિક ચિત્રોમાંની માનવ-આકૃતિઓ ભારતના શાસ્ત્રીય શિલ્પવિધાન…
વધુ વાંચો >