અભિજિત વ્યાસ

પદ્મારાણી

પદ્મારાણી (જ. 25 જાન્યુઆરી 1937, પૂના; અ. 25 જાન્યુઆરી 2016 મુંબઈ) : ગુજરાતી નાટકોનાં પ્રસિદ્ધ અભિનેત્રી. પદ્મારાણી મૂળ મરાઠી. એમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કરેલો. પદ્મારાણીનો જન્મ પૂનામાં થયેલો, પણ એમનું બાળપણ વડોદરામાં પસાર થયેલું. એના પિતા ભીમરાવ ભોસલે એક બૅરિસ્ટર હતા તથા માતા કમલાબાઈ રાણે ગોવાનાં હતાં. એમનું…

વધુ વાંચો >

પાન, નલિન (પંડ્યા નલિનકુમાર રમણિકલાલ)

પાન, નલિન (પંડ્યા નલિનકુમાર રમણિકલાલ) (જ. અડતાલા, જિ. અમરેલી) : ફિલ્મદિગ્દર્શક અને ફિલ્મ- પ્રોડ્યુસર. તેઓ પાન નલિનના નામે વધુ જાણીતા છે. તેમને નાનપણમાં અભ્યાસમાં રુચિ નહોતી પણ ડ્રૉઇંગ અને પેઇન્ટિંગમાં રસ હતો. પિતાની મદદ માટે ખીજડિયા રેલવેસ્ટેશન ઉપર ચાના સ્ટોલમાં પિતાને મદદ કરતા ત્યારે તેમની વય બાર વર્ષની હતી. માતાપિતા…

વધુ વાંચો >

ફિલ્મઉદ્યોગ (ભારત)

ફિલ્મઉદ્યોગ (ભારત) : ભારતમાં વિકસેલો ફિલ્મનો ઉદ્યોગ. પૅરિસમાં લુમિયર બંધુઓએ સૌપ્રથમ વાર ચલચિત્ર રજૂ કર્યું. તે પછી સાત મહિને 1896ના ડિસેમ્બરમાં મુંબઈની વૉટસન હોટલમાં ભારતમાં સૌપ્રથમ ચલચિત્ર દર્શાવાયું. એ દૃષ્ટિએ ભારતમાં 1996માં સિનેમાના આગમનને સો વર્ષ પૂરાં થયાં. જોકે ભારતીય ફિલ્મઉદ્યોગનો પાયો નાખનાર દાદાસાહેબ ફાળકેએ તેમનું પ્રથમ ચલચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’…

વધુ વાંચો >

ફિલ્મનિર્માણ

ફિલ્મનિર્માણ : છબીઘરના પડદા પર પ્રદર્શિત કરાતા ચલચિત્રનું નિર્માણ. ચલચિત્ર અથવા ફિલ્મને નિર્માણના અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. ફિલ્મનિર્માણની પ્રક્રિયામાં જુદા જુદા તબક્કે જુદા જુદા કસબીઓ સંકળાયેલા હોય છે. આ બધામાં બે જણ સૌથી મહત્ત્વના હોય છે. એક તો નિર્માતા, જે ફિલ્મ બનાવવાનો ઇરાદો ધરાવે છે, અને તે માટે…

વધુ વાંચો >

ફિલ્મપ્રભાગ (ફિલ્મ્સ ડિવિઝન)

ફિલ્મપ્રભાગ (ફિલ્મ્સ ડિવિઝન) : દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કરતી દુનિયાભરની અગ્રણી સંસ્થાઓમાંની એક. ભારતની ભાતીગળ સંસ્કૃતિ, રીતરિવાજ, જાતિ-ધર્મ, રહેણીકરણી, પરંપરાઓ વગેરે અંગે દેશના અને વિદેશના લોકોને માહિતી મળી રહે, દેશના લોકો એકબીજાની નિકટ આવે, સરકારી કાર્યક્રમોના અમલમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહન મળે, લોકોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન થાય તથા દસ્તાવેજી ચિત્રોની ઝુંબેશને વેગ…

વધુ વાંચો >

બ્રુક, પિટર

બ્રુક, પિટર (જ. 21 માર્ચ 1925, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 2 જુલાઈ 2022) : રંગભૂમિ અને રૂપેરી પડદાના ખ્યાતનામ દિગ્દર્શક. પિટર બ્રુકનાં માતા-પિતા લીથુઆનિયન જ્યુઈશ હતાં. પિટરનો જન્મ 21 માર્ચ, 1925ના રોજ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)માં થયો હતો. એમનું આખું નામ પિટર સ્ટિફન પૌલ બ્રુક. 1945ની સાલથી એમણે નાટકો કરવાં શરૂ કરેલાં.…

વધુ વાંચો >

ભટ્ટ આલિયા

ભટ્ટ આલિયા (જ. 15 માર્ચ 1993, લંડન –) : ફિલ્મજગતનાં જાણીતાં અભિનેત્રી. આલિયા ભટ્ટ એ ગુજરાતી  મૂળના જાણીતા ફિલ્મદિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની બીજા નંબરની પુત્રી છે. એના પિતા મહેશ ભટ્ટ એક દિગ્દર્શક તરીકે પ્રસિદ્ધ છે, જ્યારે માતા સોની રાઝદાન કાશ્મીરી પંડિત અને જર્મન વડવાની પુત્રી છે. લંડનમાં…

વધુ વાંચો >

ભણસાલી, સંજય લીલા

ભણસાલી, સંજય લીલા (જ. 24 ફેબ્રુઆરી 1963, ભુલેશ્વર, દક્ષિણ મુંબઈ) : ફિલ્મનિર્માતા, દિગ્દર્શક, સંકલનકાર (એડિટર) અને સંગીતકાર. ભારતીય અને ખાસ કરીને મુખ્યધારની ફિલ્મના એક મહત્ત્વના દિગ્દર્શક. પિતાનું નામ નલિન ભણસાલી  અને માતાનું નામ લીલાબહેન. સંજય એના નામની પાછળ પિતાનું નહીં, પણ માતાનું નામ લખે છે. એટલે તેઓ સંજય લીલા ભણસાલી…

વધુ વાંચો >

ભવનાણી રણવીરસિંહ

ભવનાણી રણવીરસિંહ (જ. 6 જુલાઈ 1985, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. એક સિંધી હિંદુ કુટુંબમાં રણવીર સિંહના દાદા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કરાંચીથી નિર્વાસિત તરીકે આવેલા. અભિનેત્રી સોનમ કપૂર રણવીર સિંહના માતૃ પક્ષે પિતરાઈ થાય. રણવીરસિંહનો અભ્યાસ મુંબઈની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં થયો. ત્યાર બાદ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

મનોજકુમાર

મનોજકુમાર (જ. 24 જુલાઈ 1937, એબોટાબાદ, (હાલ પાકિસ્તાન);  અ. 4 એપ્રિલ 2025) : હિન્દી ફિલ્મજગતના દિગ્દર્શક, પટકથાલેખક, ગીતકાર, સંપાદક અને પ્રસિદ્ધ અભિનેતા. મનોજકુમારનું મૂળ નામ હરિકૃષ્ણગીરી ગોસ્વામી હતું. એમનો જન્મ એક પંજાબી હિન્દુ (સારસ્વત બ્રાહ્મણ) પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ 10 વર્ષના હતા, ત્યારે ભાગલાને કારણે તેમનો પરિવાર તેમના પૈતૃક…

વધુ વાંચો >